Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
દીક્ષાના દિવસથી શરીરની આળ-પંપાળને ખંખેરી | દઇને આત્માના ભૂગર્ભમાં જઇને પલાઠી લગાવી દીધી.
બહિર્મુખતાના દરવાજા બંધ કરીને અંતર્મુખતાની ગુફાના | દરવાજા ઉઘાડી દીધા. પ્રમાદને લૂલો બનાવી
અપ્રમત્તદશાના નભમાં વિહરવાનું ચાલુ કર્યું. સ્વાર્થની મલિનતાને વિલીન કરીને પરાર્થના કાર્યોમાં ગળાડૂબ રહેવા લાગ્યા. તપ અને ત્યાગની આહલેક જમાવીને આહારસંજ્ઞા પરની વિજયપતાકા લહેરાવી સફળતા હાંસલ કરી. સ્વાધ્યાયનો યજ્ઞમંડાયો, ત્યાગની સેજ પથરાઇ, વૈરાગ્યના ઓશિકા નંખાયા, અપ્રમત્તદશાની ચાદર બિછાવાઇ પર્વના દિવસો હોય, તિથિના દિવસો હોય કે સામાન્ય દિવસો હોય પૂજ્યશ્રીના શરીર પર તપના અલંકારો સંદેવ અલંકૃત થએલા રહેતા. પ્રશંસાના બે શબ્દો હોય કે નિરાશાપ્રદ કોઇ વાત હોય પણ પૂજ્યશ્રીનો સમભાવનું પીણું પીવામાં મસ્ત રહેતા. સમય ચાહે ઉનાળાનો હોય કે શિયાળાનો હોય પૂજ્યશ્રીતો સુકૃતના બીની વાવણીમાં મશગુલ બની ગયેલા..
આજીવન ભીષ્મ તપશ્ચર્યા , શરીર પ્રત્યે અત્યંત નિઃસ્પૃહતા, ગોચરી-પાણીમાં નિર્દોષતાનું એકમેવ લક્ષ્ય, ૨કતના હરબિંદુ માં વીરના વચનની વફાદારી,
સ્વપ્રતિવજવત્ કઠોરતા અને પરપ્રતિ પુષ્પવત્ કોમળતા, જીવનમાં સાદગી,સ્વભાવમાં તાજગી,વયથી વૃદ્ધ છતાં કાર્યથી યુવાન, વિહારમાં શ્રમનો અભાવ અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં આરામનો અભાવ, જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને જડ પ્રત્યે વૈરાગ્ય, જિનશાસનપ્રત્યેનો રાગ એવો અવિહડ કે શાસનની અખંડિતતા માટે આજીવન સાધનાનો યજ્ઞ માંડ્યો સાધનાળા ટ્રોગે શરીરને કોઇ સથાળ જ નહીં.... સુંદરતમ રત્નત્રયીની સાધના દ્વારા શરીર, પાસેથી લેવાય તેટલું કામ લઇ લીધું. આત્માને કર્મના ભારથી હળવાફલ બનાવી દીધો, દેહને સાધનાનું માધ્યમ છે એટલા પુરતું જ ભાડું, એ પણ સંપૂર્ણતયા નિર્દોષ આપી, દેવાધિદેવની આજ્ઞાઓને શ્વાસ પ્રાણ બનાવી દેહી આત્માને નિર્મળ બનાવ્યો. ૧૧૬
જગતમાં જે ઉગે છે તે અવશ્ય આથમે છે, જે ખીલે છે તે અવશ્ય કરમાય છે તેમ જે આત્મા જન્મ લે છે તેને મૃત્યુની સજા અવશ્ય સહેવી પડે છે. પરંતુ પૂ. પાદ પરમતારક આચાર્યભગવંત જેવી વિરલવિભૂતિઓ જ જીવનભર અજન્મા બનવાની સાધના કરી મૃત્યુ પામતા પહેલા મૃત્યુને મહાન કરતા જાય છે. અંતિમશ્વાસ સુધી સંયમની સિતારીપર સાધનાનું સંગીત છેડી મૃત્યુને મહોત્સવરૂપ બનાવી જાય છે એમ શરીર અને આત્મા વચ્ચેની દિવાલને હટાવી આત્માને ઓળખવાનો વિવેક જે કરોડો ભવો પછી પણ દુર્લભ છે એને સહજસુલભ બનાવી પૂ. ઉપાધ્યાય યશો વિ.મ.સા.ની અવબ્રકૃતિ જ્ઞાનસારની પંકિત -
देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे । भवकोट्यापितभेदविवेकस्त्वतिदुर्लभ ।।
ને સ્વજીવનમાં ચરિતાર્થ કરી જીરે મારે હંસગવૅ સર છોડી, હંસ સરોવર નહીં મણાજી; જીરે મારે તે સરળે હુd હાણ, ભમરાળું પુષ્પ જ ઘણાજી II
આ ઉક્તિ અનુસાર રાજહંસો જ્યારે એક માનસરોવરને છોડી જાય છે ત્યારે તે રાજહંસો માટે તો અન્ય શ્રેષ્ઠતમ સરોવરોના સન્માનને સંપ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સ્વયં સિદ્ધ હોય છે, પરંતુ તે પૂર્વનું સરોવર તદ્દન નિસ્તેજ નિઃસાર બની જતું હોય છે તેમ સ્વ.પૂ. પાદ
અ.ભ.નો સંયમ-તપપૂત આત્મા અવશ્ય અન્ય સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞશાસનરૂપી સરોવરમાં સાધનાના યજ્ઞને સવિશેષ પ્રજ્વલિત કરી રહ્યો હશે જ..... કિન્તુ રાજહંસના ઉડી જવાથી શાસનસરોવર સુનું બન્યું છે.
દેહ છતાં જેહની દશા gRd
દેહાતીત, તે યોગીના ચરણમાં | વંદન હો અગણિત.....
For Ben