Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અનંતકાળવણી અથડો, વિના માન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાના
ભકિતપરાયણ આચાર્યભગવંતુ...
1 - પ.પૂ. મુનિ અમિતયશવિજયજી મ.સા. દેવતત્ત્વ, ગુરાતત્ત્વ અને ધર્મતત્ત્વ એ તત્ત્વત્રયીની આરાધના આત્માને શાશ્વતપદ સુધી પહોંચાડવા સમર્થ બને છે. પૂજ્યશ્રી પણ આ ત્રાણતત્ત્વોની ભક્તિમાં સદાકાળ વ્યસ્ત રહેતા હતા.
જિનાલયમાં ગયા બાદ તેમને સમયની કોઇ પ્રતિબધ્ધતા ન રહેતી. બસ! પ્રભુને મળ્યા નથી ને ! પ્રભુમાં ભળ્યા નથી ! જ્યારે જ્યારે પ્રભુના દર્શન પામે ત્યારે બહુમાનપૂર્વક કલાકોના બંધન વગર સદા પોતાની આરાધનામાં લીન રહેતા અને ઉપાશ્રયમાં હોય ત્યારે પણ કલાકો સુધી જાપની આરાધનામાં એવા લીન બની જાય કે જાપના સમયે કોઇપણ વ્યક્તિ આવે તો પોતાની આરાધના પૂર્ણ કર્યા વગર કોઇપણ સાથે વાત કરવા તૈયાર ન થાય !
પરમાત્માના માર્ગના શ્રમણભગવંતોની ભક્તિ-વૈયાવચ્ચ માટે પણ હંમેશા તત્પર રહેતા હતા. સિદ્ધગિરિમાં હતાં ત્યારે અમે નજરોનજર જોયું છે કે સાહેબજી સ્વયં મહાત્માઓની ભક્તિ કરવા ઉત્સુક રહેતાં હોય. અરે ! નાના નાના મહાત્માઓ પ્રત્યે પણ અપાર વાત્સલ્ય વરસાવતા હતા.
જિનશાસનમાં વિવિધ સંપ્રદાય અને સમુદાયની વચ્ચે ચાલતાં વાદ-વિવાદવિખવાદોથી પૂજ્યશ્રી ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતાં તેથી જ સકલવિશ્વમાં શાંતિ છવાય અને સમસ્ત જિનશાસનમાં એકતા અને સમાધિનું વાતાવરણ ફેલાય તે માટે તેઓશ્રીએ ભીષ્મ અભિગ્રહપૂર્વક આયંબિલ તપની આરાધનાનો પ્રારંભ કર્યો, તે પૂર્વે પણ હજારો ઉપવાસ-આયંબિલની આરાધના નિર્દોષ સંયમપાલન સાથે કરી ચૂક્યા હતી.
આ મહાપુરુષ સંયમજીવનના મહાન સાધક હતા સાથે સાથે સમતાગુણના સ્વામી હતી. જ્યારે લાકડીયા-કચ્છ મુકામે તેઓશ્રીને વયોવૃધ્ધ વયે પણ ચાલતાં વિહાર કરતાં નિહાળ્યા ત્યારે મસ્તક અહોભાવપૂર્વક નમી પડ્યું, દીર્ઘવયે પાગ કાયાનો પૂરેપૂરો કસ કાઢી રહ્યા હતા આપણે વર્તમાનકાળમાં આવા મહાપુરુષનો યોગ પામી ધન્ય બની ગયા છીએ.
એ સૂરિવરના આત્માને સદા પરમશાંતિની પ્રાપ્તિ થાઓ એ જ મંગલભાવના.