Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
Jain Education International
નિસ્પૃહશિરોમણી..
પ.પૂ.સા.સુભદ્રાશ્રીજી
કલિયુગના કલ્પતરુ, મહાતપસ્વી, જૈન શાસનના જયોતિર્ધર, પૂજ્ય આચાર્યભગવંત જ્ઞાન-દર્શન-ચારિત્રના અખૂટ ભંડાર હતા. તપોધર્મ, સાથે આત્માની એકમેકતા અજોડ હતી સંઘની ઐક્યતા માટે હજારો આયંબિલ કરી ઇન્દ્રિયવિજેતા બન્યા, નિર્દોષગોચરી, સુવિશુધ્ધસંયમી, અખંડ ચારિત્રના પાલક પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન આદર્શરૂપ હતું.
ભયંકર ગરમીમાં ઘેઘૂર વડલાની છાયા જેટલી શીતલતા અર્પે એના કરતાં અનેકગણી આત્મિક શાંતિ, વાત્સલ્યતા, પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ નિહાળી છે. સદા પ્રસન્ન મુદ્રા ! સહજ રીતે સર્વેને સદા આકર્ષણનું કારણ બનતી.
પૂજ્યશ્રીએ સ્વગુણોથી તો જીવન મઘમઘાયમાન બનાવેલું સાથે ગુણાનુરાગિતા અજબની હતી વાસણા-નવકાર ફલેટમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ થયું તે સમયે દેવનહલ્લીમાં દક્ષિણકેશરી પૂ.આ.શ્રી.વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નિર્માણાધીન શ્રી નાકોડા-અવંતી ૧૦૮ પાર્શ્વનાથજૈન તીર્થધામ વિક્રમ-સ્થૂલભદ્રવિહાર શિલાન્યાસ માટે ૭૧૭ શિલાઓનો વરઘોડો અમદાવાદમાં પૂજ્યશ્રીની પાવન સાંનિધ્યતામાં ભવ્ય રીતે કાઢવાનું આયોજન થયું ઉપાશ્રયમાં ૭૧૭ શિલાની સ્થાપના કરવામાં આવી ત્યારે પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયતમાં એક ગુરુભગવંતનો હાથપકડી બધી જ શિલા ઉપર ૨ કલાકમાં વાસક્ષેપ કર્યો... આવી હતી પૂજ્યશ્રીની તીર્થભક્તિ !!!
વરઘોડા પછી પૂજ્યશ્રીને અમે કહ્યું આપશ્રીએ મહાન ઉપકાર કરી નિશ્રા પ્રદાન કરી. આપશ્રીનાં પુણ્યપ્રભાવે અદ્ભુત વરઘોડો નીકળ્યો. ત્યારે પૂજ્યશ્રી ખૂબ જ સહજભાવે બોલ્યા કે ‘“ ઉપકાર તો સ્થૂલભદ્રનો ’’ જેને મને આવો લાભ આપ્યો...... આવી હતી પૂજ્યશ્રીની ગુણાનુરાગિતા....
અનેક ગુણોનાં સ્વામી ગુરુરાજ હતા. પૂજ્યશ્રીની સાંનિધ્યતામાં તપ માટેની અને સંઘએકતાની વારંવાર પ્રેરણા મલતી. પૂજ્યશ્રી અનેક ભવ્યજીવો માટે તારકતીર્થસ્વરૂપ હતા. અનેક ગુણોથી વિભૂષિત પૂજ્યશ્રીના ગુણો લખવા એ અમારા જેવા અલ્પજ્ઞ માટે બહુજ મુશ્કેલ છે, છતાં પૂજ્યશ્રીની વાત્સલ્યતાએ સહજ લખવા પ્રેરણા કરી..... પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમારા જેવા પામર જીવો ઉપર ઉપકારની અમી વર્ષાવી સંયમમાં સહાયક બને એજ ભાવના.
For Private & Personal Use Only
ચંદ્ર નથી
પણ
ચાંદની
થમકે છે...
૫.પૂ. સા. હંસપદ્માશ્રીજી જૈનશાસનરૂપી ગગનમાં ચંદ્ર ચમકી ગયો જેનું નામ હતું પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા નામ હિમાંશુ છતાં સૂર્ય જેવા, બધાને એમનો તાપ લાગે. સૂર્યનું એવું છે કે દૂરથી તાપ લાગે અને નજીકથી ઠંડો લાગે, પૂજ્યશ્રીજીનો પણ કડકતાથી તાપ લાગે પરંતુ જે જેમ, જેમ નજીક આવે તેમ તેમ ઘેઘુરવડલા જેવી શીતલતા મેળવે ચંદ્રમામાંથી અમૃત ઝરે તેમ પૂજ્યશ્રીની નિકટ રહે તેને વાત્સલ્યનું અમૃત મળે આ વાત્સલ્યનું અમૃત પણ ગજબનું હતું જેમાં કેટલાય દોષોનું પ્રક્ષાલન થઇ જાય. દીર્ઘદૃષ્ટા સૂરીશ્વર
સંયમની કાળજી માટે તેમની દીર્ઘદષ્ટિ ભવિષ્યના અનર્થને નિહાળી લે. ગારિયાધારમાં ચાતુર્માસ પ્રવેશ થયો, ત્યાં સાધ્વીજી ભ. શ્રાવિકાનો ઉપાશ્રય એક જ
www.jainlibrary.org ૧૦૧