Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ગુણના સાગર તપસમ્રાટ
- પ.પૂ. આ.મુનિયન્દ્રસૂરિ મ.સા.
Education International
१०४
તપસ્વીસમ્રાટ આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું નામ લેવાની સાથે આપણી સામે એક તપોમૂર્તિ દેહાકૃતિ ઉપસી આવે છે. કરચલીવાળું પણ તેજથી ચમકતું મુખારવિંદ એવી જ તેજસ્વી આંખો.
ઉંમરના વધવા સાથે જંઘાબળનું ક્ષીણ થવું સ્વાભાવિક છે પણ, કોઇ અપવાદ સેવવો તે તેઓશ્રીને મંજૂર ન હતો. ચાલવવાનું ધીમું થતું ગયું...... સમય વધુ લાગે... ઉપર ઉનાળાના દિવસો હોય..... પણ, વિહાર પગે ચાલીને જ કરવાનો તેઓશ્રીનો દૃઢ નિર્ધાર.
For Private & Personal Use Only
પૂ. આ.ભ.શ્રી કારસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ પછી પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાએ પં. અરવિંદ વિ. ગણી અને પં.યશોવિજય ગણીને આચાર્ય પદ આપવાનો નિર્ણય કર્યો. આચાર્યપદપ્રદાનનો પ્રસંગ પોતાના આંગણે ઉજવવા ઘણા સંઘોની ભાવના હતી પણ શ્રીવાવસંઘનો અતિ આગ્રહ જોઇ વાવમાં પદ-પ્રદાનનો નિર્ણય પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.એ કર્યો.
પદ-પ્રદાન માટે વાવ પૂજ્યશ્રી પધારી શકે તેમ ન હતા... પૂજ્યશ્રીની નજર તપસ્વીસમ્રાટથી ઉપર ઠરી આવા પ્રખર-સંયમી અને તપસ્વી મહારાજાના હાથે બંને પંન્યાસજીને આચાર્યપદ અપાય તો અતિ ઉત્તમ !
પૂજ્યશ્રીએ તપસ્વીસમ્રાટશ્રીને વાત કરી. તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને સૌરાષ્ટ્ર તરફ જવાનું હતું. વાવ-બનાસકાંઠા તરફ વિહાર કરવાથી ઘણો વિહાર વધતો હતો પણ ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓશ્રી વડીલોની ઇચ્છા કે સૂચનાને હસતા મુખે વધાવી લેવા તત્પર હતા, તરત હા પાડી દીધી.
પૂ. આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. ખૂબ પ્રસન્ન થયા, શ્રીવાવસંઘ અને અમારા સહુના આનંદનો પાર ન હતો. ઉગ્ર-વિહાર અને નિર્દોષચર્ચાપૂર્વક તપસ્વીસમ્રાટથી વાવ પધાર્યા ત્યારે સર્વત્ર આનંદ આનંદ છવાઇ ગયો.
તપસ્વીસમ્રાટશ્રીના પ્રવચનો પણ સહુને બહુ જ ગમ્યા. ખૂબ આનંદ અને ઉલ્લાસથી મહોત્સવ સંપન્ન થયો. પૂજ્યશ્રીના વરદહસ્તે બંને પંન્યાસજીને આચાર્યપદ અર્પણ કરાયું, મુનિશ્રી જયાનંદવજય મ. ને પ્રવર્તકપદ અપાયું એ પછી સુઇગામ ગોડીપાર્શ્વનાથપાદુકા પ્રતિષ્ઠા પ્રસંગે પણ આચાર્યભગવંતશ્રીનું સાંનિધ્ય સાંપડ્યું, પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા.... પગપાળા જ વિહાર કરવાનો આગ્રહ, એ માટે ગમે તેવો તડકો, તરસ આદિને ન ગણકારવાની તેઓની મકકમતા આ બધાના દર્શન થતાં તેઓશ્રીના ચરણોમાં મસ્તક ઝૂકી જતું.
સાથે સાથે પૂજ્યશ્રીના પડછાયા બનીને સેવા કરતાં આ.ભ. નરરત્નસૂરિ મ.સા. ની સંયમનિષ્ઠા સરળતા, નમ્રતા આદિ અનેક ગુણોના દર્શન થયા. વર્ધમાનવિદ્યાનો પાઠ પણ પૂજ્યશ્રીએ મને અને મુનિ ભાગ્યેશવિજય આદિને વાવમાં આપેલો.... એ કેમ ભૂલાય.....અનેકાનેક ગુણોથી સભર પૂજ્યશ્રીના જીવનના કેટલા અને કયા ગુણો વર્ણવવા તે મોટી સમસ્યા છે. પૂજ્યશ્રીના ચરણે કોટી કોટી વંદના.
www.janbrary.org