Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
દેરાસરમાં હોય કે ઉપાશ્રયમાં હોય ! કલાકો સુધી પ્રભુધ્યાનમાં તન્મય થવું તે તેમની શ્વાસોશ્વાસની જેમ સહજ ક્રિયા બની ગઇ હતી. અડધી રાત્રે ઉઠીને ત્રણચાર કલાક એક જ બેઠકે જાપ કરવાં બેસી જતાં !
શ્રી સંઘના કાર્ય હોય ! તીર્થરક્ષાના કાર્ય હોય ! પ્રતિષ્ઠાના કાર્ય હોય ! કે જિર્ણોદ્ધારના કાર્ય હોય ! જ્યાં આપણી બુધ્ધિ પણ ન પહોંચે ત્યાં તેઓશ્રીની દીર્ઘદષ્ટિ કયારનીયે પહોંચી જતી અને દરેક પ્રવૃતિ કરતી વખતે ભાવિનો વિચાર કરી કરીને જ એકેક ડગલું ખુબ સમજણપૂર્વક ભરતાં હતાં. વળી તેઓશ્રીએ કોઇપણ આરાધના માટે આપેલા મુહૂર્તો લગભગ સફળ થયા વિના ન રહે. અરે ! તેમના વચનથી જાણે ગ્રહદશાપણ બદલાય જતી ન હોય! તેવા કેટલાય અનુભવો સાંભળવા મળે છે. કપડાંની દુકાનમાં કપડાં મળે. કરીયાણાની દુકાનમાં કરીયાણું મળે, વાસણની દુકાનમાં વાસણ મળે તે રીતે આધ્યાત્મિક જગતમાં
કોઇનામાં જ્ઞાનનો થયોપશમ હોય, કોઇનામાં સંયમનો થોપશય હોય, કોઇનામાં વાત્સલ્યભાવનો થોપશમ હોય, કોઇનામાં વૈયાવચ્ચનો થોપશમ હોય કોઇનામાં ડિયાચુસ્તતાનો શ્નોપશમ હોય, જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો એક ડીપાર્ટમેન્ટ સ્ટોરની જેમ લગભગ દરેક ગુણોના ક્ષયોપશમ જાણવા અને માણવા મળતા હતા. આવા ધુરંધર સૂરિદેવની વિદાયથી આ સૃષ્ટિએ ઘણું ગુમાવ્યું છે છતાં તેઓશ્રીના ગુણોની સ્મૃતિના આલંબનથી આપણે સૌ પણ તેવા ગુણો આત્મસાત્ કરી આ જીવન સફળ કરીએ એ જ
અભિલાષા.
ain Education International ૮૨
તપસ્વીસમ્રાટ
प.पू.सा. डीर्तिपूएाश्री
જન્મ-મરણના ચકરાવામાં અનંતા જન્મ-મરણ થયા પણ તેની નોંધ કોઇએ ન લીધી પણ એક જન્મ એવો આવ્યો એમાં જન્મ-મરણને અટકાવવાની મહેનત શરૂ થઇ. ઘણા જન્મોની સાધના બાદ એવો જન્મ થયો જેમાં આહાર સંજ્ઞા તોડવાનું કામ કરીને આગાહારી પદ
મેળવવાના યજ્ઞ આરંભાયા.
ખાવાના દિવસ કરતાં જેના તપના દિવસો વધારે એવા એક દૈવીપુરુષ માણેકપુરની ધરતી ઉપર જન્મી
ગયા.
સદ્ગુરુનો યોગ મળતાં જ લઘુવયના પુત્રરત્નને દિક્ષિત બનાવી પોતે પણ સંયમજીવનના શણગાર સજ્યા, ધન્ય દિન, ધન્યજીવનની મંગળમય ઘડીઓ શરુ થઇ અને તપધર્મના યજ્ઞ પ્રારંભાયો. તપને ગણતાં, સાંભળતા આશ્ચર્ય થઇ જાય, માથું ઝૂકી જાય એટલાં તપ જીવનમાં આત્મસાત્ કર્યા.
એક એક દિવસ, કલાક, મિનિટ અને સેકંડો સાધનામય, આરાધનામય અને તપમય શરૂ થઇ ગઇ. નમસ્કારમહામંત્રના ત્રીજા પદે આરૂઢ થઇ શાસનના, ચતુર્વિધસંઘના એક એક કાર્યો પ્રાણ રેડીને કરતા તેઓએ પ્રદાન કરેલ એકેક કાર્ય પ્રાણવંત ધબકતા થયા.
[8] +
For Private & Personal Use Only
રાજનગરના વાસણા મધ્યમાં શ્રી રોહિણાશ્રીજ સ્વાધ્યાયમંદિર બનાવવાની વાસ્તવિકા ઉભી થતાં તેન ખનન, શીલાન્યાસ આદિ વિધિમાં નિશ્રા માટે પૂજ્યપાદશ્રીજીને જણાવતાં પોતાનું જ કાર્ય છે માટે આનંદ ઉલ્લાસપૂર્વક સર્વ કાર્ય માટે પોતે તૈયાર કરી સર્વ મુહૂર્ત કાઢી આપ્યા. દરેક કાર્યમાં પોતે હાજર રહ્યા. શરુઆતનો આરંભ શુભ થયો અને ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ હસ્તે નક્કી થયું. અને આ સ્થાનમાં જ્ઞાન-દર્શનચારિત્રની વૃધ્ધિ થાય તે માટે ઉદ્ઘાટન વિધિ થઇ. યુવાનોના તારણહાર પૂ. પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપારાધક પૂ. યશોભૂષણ વિજયજી મ.સા. ને રૂમની અંદર ૩ કલાક જાપ કરાવી સ્થાનને પ્રાણવંતુ બનાવ્યું આજે પૂ. સાધ્વીજી ભગવંત ખુબ જ સુંદર આરાધના કરે છે અને કરાવે છે.
આ મહાપુરુષના ગુણગાવા એ તો સમુદ્રને બે હાથે સામા પૂરે તરવા જેવું મુશ્કેલ છે પણ પૂજ્યશ્રીના ઉપકાર અમારા જેવા પામર ઉપર એટલા બધા છે તેથી કાંઇક લખાણ કરી તેઓશ્રીના ઋણને યત્કિંચિત વાળવાના
પ્રયત્નો કરીએ છીએ.
www.jainellbrary.org