Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
जिणवयणे आयर कुणह
-
પ
પ.પૂ. તપોમૂર્તિ
- પ.પૂ. સા. સર્વોદયાશ્રીજી સાપ્રતકાળે સાધુજીવન અને શાસન માટે સંયમ+તપ અને વૈરાગ્ય સ્વરૂપ ત્રિવેણી સંગમથી ઝળહળતી ધોરસાધના જીવનના અંત સુધી જાળવી રાખી અને જગતને સુવાસિત કરનાર સૂરિમહારાજના ચરણોમાં કોટીશઃ વંદના.
પૂજ્યશ્રીની વિશિષ્ટ પ્રકારની ઉત્કૃષ્ટ સાધનાનું પુણબળ છે પ્રભુવચનનો આદર.
મૈત્રાદિ ભાવોથી ભાવિતતા અને અનેકભવોથી ઘૂંટાતો જિનવચનનો આદર આત્મસાત્ બન્યા પછી જ આત્મા સ્વ-પ્રત્યે કઠોર બની શકે છે, તે પૂજ્યશ્રીના જીવનમાં આપણે સ્પષ્ટ નિહાળી શકતા હતા.
પૂજ્યશ્રીએ સંઘની એકતા માટે તેમ જ વિષયકષાયની ચૂંગાલમાંથી જાણે જલ્દી છૂટવું ન હોય ? તેમ માત્ર ગમે તે એક બે દ્રવ્યથી ચાર પાંચ વાગે ગમે તે સમયે આયંબિલ કરી તપને મિત્રતુલ્ય રાખ્યો હતો. - પૂજ્યશ્રીની સાધના અડધીરાત્રે શરૂ થાય તે સવારે ૯-૧૦ વાગ્યા સુધી ચાલે. ત્યાર બાદ વિહાર કરે. સાંજે ૪-૫ વાગે પહોંચ્યા બાદ આયંબિલ કરતાં પ્રભુઆજ્ઞા પ્રમાણે વિહારમાં જ દિવસ પૂર્ણ થતો.
પાલીતાણાના આયંબિલના સંધમાં દરેક વ્યકિતઓને સુર્યાદય પછી વિહાર કરાવ્યો તેવા પ્રતિભાસંપન્ન પૂજ્યશ્રી હતા.
પૂજ્યશ્રી વાત્સલ્યનિધિ અને વચનસિદ્ધ પુરુષ હતા, બાહ્ય અત્યંતર ગુણોના ભંડાર હતા.
પૂજ્યશ્રીના ગુણરૂપસમુદ્રમાંથી બિન્દુ તુલ્ય નાનો ગુણ પણ આપણામાં પ્રગટે એ જ અભિલાષા.
આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.
- પ.પૂ. સા. વિનોદશ્રીજી હિમના કિરણો જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં પદાર્થને બાળીને ભસ્મીભૂત કરે છે તેમ પૂ. આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. દીક્ષા લીધી ત્યારથી કર્મોને બાળવા માટે તપસ્યાનો જંગ માંડ્યો હતો. - કાયાનો મોહ છોડી રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી જીવનમાં ઉપવાસ આયંબિલ કરી કર્મોને ખતમ કરવા કટિબદ્ધ બન્યા હતા. સહવર્તાવડિલો કે એમના શિષ્યો વાપરવા માટે કહે ત્યારે તેઓશ્રી કહેતા કે આ કાયાને ગડી નથી બનાવવી. અંતે આ કાયાની તો રાખ જ થવાની છે. ને? એમ કહી કોઇ વખત ૩૦ ઉપવાસના પારણે સિદ્ધગિરિની યાત્રા કરીને આયંબિલથી પારણું . કોઇ વખત ૨૨ ઉપવાસને પારણે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું. વીશસ્થાનક તપમાં અરિહંતપદની આરાધનાના ૨૦ વખત ૨૦- ૨૦ ઉપવાસ કર્યા. સિદ્ધપદની આરાધના પાંચ અઠ્ઠાઇ કરી ને કરી, ગિરનારની ૯૯ યાત્રા, ઓળીના અંતે અઢાઇ કરી માત્ર એકજ વાર પાણી વાપરીને જામકંડોરણાથી જુનાગઢ છ'રી પાલિત સંઘમાં પગપાળા વિહાર, જીવનમાં ૩૦૫૦ તો ઉપવાસ કર્યા.
૯૩ વર્ષની જૈફ વયે માણેકપુરથી મહુડી, આગલોડ, વડનગર, તારંગા, વાલમ, મહેસાણા, શંખેશ્વર, શંખલપુર, રાંતેજ, ભોંયણી, નંદાસણ, આદિ તીર્થયાત્રી કરી લગભગ ૪% કી.મી. નો પગપાળા વિહાર કર્યો. એવા ત્યાગી તપસ્વી આત્માને હું કોટિ કોટિ વંદન કરું છું. આવા યોગી મહાત્મા જ્યાં હોય ત્યાંથી મને સંયમ આરાધનામાં સહાય કરો, એજ અભ્યર્થના !
Vale & Personal Use Only