Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વાત્સલ્યની.
ગૉંત્રી
૫.પૂ. મુનિ સત્ત્વબોધિવિજયજી મ.સા.
સં. ૨૦૫૨માં વાસણા ઉપાશ્રય અમદાવાદ મધ્યે મધ્યાહ્નકાળનો સમય હતો.... પૂજ્યશ્રી હાથમાં પુસ્તક લઇ પોતાના નિત્ય સ્વાધ્યાયમાં લીન હતા..... તે અવસરે પૂજ્યશ્રીના ચરણોમાં જઇ બેઠો, પરંતુ તેઓશ્રીના ઝળહળતા આત્મતેજથી અંજાય ગયો અને કંઇ પણ બોલવા અસમર્થ બની ગયો..... ધીમે ધીમે રાત્રિનો સમય પસાર થઇ ચૂક્યો હતો અને પ્રાતઃકાલથી પૂજ્યશ્રી પોતાના નિત્યક્રમ મુજબ લગભગ ૩-૪ કલાકના જાપની આરાધનાની આત્મમસ્તી માણી ચૂક્યા હતા તે અવસરે હું પૂજ્યશ્રીના ચરણોમાં પહોંચી ગયો અને તરત જ ખૂબ જ વાત્સલ્યભર્યા વચનો સાથે સ્મિત વેરીને પૂજ્યશ્રી એ પૂછ્યું, ‘‘કેમ આવ્યા છો ?’’
મેં પૂજ્યશ્રીને વાત કરી કે, “સાહેબજી ! હું આપના પૌત્ર સમાન બાળ છું તેથી મને ‘તમે’ કહીને ન બોલવતાં ’· ‘તુ’ કહેશો તો મને વધુ આનંદ થશે અને આપના પ્રત્યે પોતાનાપણાનો ભાવ વિશેષ દૃઢ બનશે ’’ત્યારે પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે, “યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળવું જ જોઇએ, તમે પ્રભુવીરના ચીંધેલા માર્ગના આગગારપણાને પામ્યા છો ! '' પછી મેં વાત કરી, ‘‘સાહેબજી ! અમારી પરિસ્થિતિ કફોડી છે, અમારા મન ખૂબ નબળા છે, આપની સાથે આયંબિલ કરવાના મનોરથો ખૂબ થાય છે પરંતુ સાથે સાથે ક્ષુધાવેદનીયકર્મનો પ્રચંડોદયપણ તેટલો જ સતાવે છે...... આપની માફક બે ત્રણ વાગ્યા સુધી ભૂખ્યા રહેવાની મારી ક્ષમતા નથી..... આપશ્રી વહેલા ગોચરી વાપરવા પધારો તો મારા જેવા નબળા મનોબળવાળા ઉપર મોટો ઉપકાર થશે...’
આટલું બોલતાં જ તેઓશ્રીએ કહ્યું- હેમવલ્લવેજાજી ! ચાલો આપણે દેરાસર જઇ આવી..... બાજથી આપણી ગોરારીનો સમય વહેલો કરી દઇએ ! આ મુદ્વવર સીદાય તે બિલકુલ ન ચાલે ! કેવો પૂજ્યશ્રીનો વાત્સલ્યભાવ ! કર વર્ષા પર્યાયવાળા આ મહાપુરુષો મારા જેવા બે વર્ષના પર્યાયવાળા નાના સાધુ પ્રત્યે પણ કેવો સ્નેહભાવ!
સાહેબજી સ્વયં આયંબિલના ફરસાણ વગેરે લગભગ ત્યાગ કરતાં તો બીજી તરફ અમારા જેવા આયંબિલના ક્ષેત્રમાં પા..પા.. પગલી ભરતાં શ્રમણને યોગ્ય દ્રવ્યો વપરાવવાનું કયારે પણ ચૂકતા નહીં.
આયંબિલ કરતા કરતા એક વખત સાહજિક મજાકમાં મે પૂજ્યશ્રીને કહ્યું, ‘“સાહેબજી ! આ પાત્રી આયંબિલનું ભોજન પામવા વલખા મારી રહી છે તેથી કૃપા કરી આપ આ પાત્રીમાં ગોચરી વાપરો !'' ત્યારે પૂજ્યશ્રીએ વળતો ઉત્તર આપતાં જણાવ્યું,'' આ લ્યો ! તમે જ તેમાં ગોચરી વાપરી લ્યો ! અને અમારા બંનેના મુખ ઉપર હાસ્ય રેલાય ગયું આજે પણ તે દશ્ય સતત નજર સામે તરવરી । રહ્યું છે.
- દાવાઓ શત શત વંદન હો એ સદા વાત્સલ્ય નીર વહેતી ગંગામૈયાને!!!
www.janbrary.org