Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
હિમાંશુદાદા વિના મને સંયમલક્ષ્મી વી હોત ?
પ.પૂ. મુનિ જ્ઞાનવલ્લભ વિ.મ.સા.
ચૌદ-ચૌદ વર્ષ સુધી ગૃહાંગણમાં બિરાજમાન થયેલા દેવાધિદેવ સંભવનાથપ્રભુની અચિંત્યકૃપા તથા છેલ્લા દસેક વર્ષથી સંસારી ઘરની સામે રહેલા વાસણા જૈન ઉપાશ્રયમાં બિરાજમાન પરમોપકારી, દીક્ષાદાતા પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની અનરાધાર વહેતી અમીધારા વિના મને સંયમલક્ષ્મી વરી
હોત ?
ભવઅટવીમાં ભમાડનારા સંસારમાં ૫૮ વર્ષની ઉંમર પર્યંત
સંસારની જવાબદારીઓ અદા કરવા અર્થોપાર્જનની પ્રવૃતિમાંથી નિવૃત્ત થવાના અંતિમદિવસે પૂજ્યશ્રી પાસે માંગલિકનું શ્રવણ કરી નિવૃત જીવનના પ્રથમ દિવસથી જ હવે આત્મોદ્ધારક પ્રવૃતિનો આરંભ થાય તે માટે આશિષ લીધા, બીજા જ દિવસથી નિત્ય એકાસણા – ૫/૭ સામાયિક તથા પાંચતિથિઉપવાસની આરાધના શરુ કરી થોડા કાળમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સિદ્ધગિરિના સાંનિધ્યમાં વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં અમારે સજોડે ઉપધાન તપની આરાધનાનો અવસર મળતાં ખૂબજ ઉલ્લાસભેર આરાધના થવા
પામી હતી.
કે
ઉપધાનમાળ બાદ પુનઃ ઘરે આવતાં નિર્વિઘ્ન આરાધનાની પૂર્ણાહૂતિ નિમિત્તે ચતુર્વિધ સંઘ સાથે પૂજ્યશ્રીને ઘરે પગલાં કરવા વિનંતી કરી પરંતુ અમારી આરાધનાની અનુમોદના કર્યા બાદ કહ્યુ વિશિષ્ટ કારણ વિના કોઇને ત્યાં પગલાં કરતો નથી જો વિશિષ્ટ કારણ હોય તો જરુર પગલાં કરું’ ઉપધાનતપની આરાધનાએ મારા જીવનનું વિશિષ્ટ કાર્ય પૂર્ણ થયેલ માનતો હોવા છતાં પૂજ્યશ્રીને મન ઘરે પગલાં કરવા માટે તે કોઇ પુષ્ટ આલંબન ન જણાતાં પૂ.શ્રી હેમવજ્ઞવિજય મહારાજ સાહેબને ખાનગીમાં તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે
‘‘ચતુર્થવ્રતગ્રહણ અથવા દીક્ષાગ્રહણ માટે કોઇ અભિગ્રહ થાય તો કદાચ પૂજ્યશ્રી પધારે’’!
ગુરુભગવંતની વાત શ્રાવિકાને કરતાં તેમણે સંયમગ્રહણની તૈયારી બતાવી. પુત્ર-પુત્રીઓની પણ સહર્ષ સંમતિ મળતાં નિયત દિવસે પગલાં કરાવવાનાં પ્રસંગે સૌ સાથે દેરાસરમાં સામુહિક દેવવંદન બાદ પૂજ્યશ્રીએ
મને પુછ્યું ‘‘દિનેશભાઇ શું અભિગ્રહ લો છો ?’’ મેં કહ્યું અમે બંને પાંચ વર્ષમાં સંયમગ્રહણ કરીશું, પૂજ્યશ્રી કહે, ‘પાંચ વર્ષમાં ન લેવાય તો ’ ? મેં કહ્યું,’' આજીવન કેરીનો ત્યાગ.’’ દીર્ઘદષ્ટા પૂજ્યશ્રીએ કહ્યું,’’ આજીવન કેરીનો ત્યાગ કરીને પછી સંસારમાં રહેવાનું ? સંયમ મળવું તે કાંઇ સરળ ચીજ નથી ! તેને માટે વિશિષ્ટભોગ આપવો પડે ! દિનેશભાઇ ! બધુ જ અનિત્ય છે પાંચ વર્ષનો સમય તો ઘણો જ કહેવાય ! છતાં સંતાનોનો આગ્રહ જ હોય તો પાંચવર્ષમાં દીક્ષા ન થાય તો છ વિગઇના ત્યાગનો અભિગ્રહ કરવો અને સંતાનોને સમજાવી વહેલામાં વહેલા
નીકળવા પ્રયત્ન કરવો.
આ રીતે અમારે મન એક ભીષ્મે અભિગ્રહ સહર્ષ લેવાય ગયો... દિવસો આરાધનામાં વહેવા લાગ્યા એકવાર વિચાર આવ્યો કે ‘“ હવે ઉંમર ૫૮ થી ૫૫ તરફ જવાવે બદલે ક0 તરફ જતાં શરીરની શક્ત આદિ વધુ દુર્બળ બનવા માંડશે. દીક્ષા લેવી જ છે તો વધુ મોડું કરવામાં શું ફાયદો ? હજુ થોડા વર્ષો શરીર કામ આપશે ત્યાં સુધીતો સંયમની આરાધના અપ્રમત્તતાપૂર્વક કરવાનું શક્ય બનશે, આ વાત શ્રાવિકાને જણાવતાં તેમણે બે વર્ષ બાદ દીક્ષા લેવા તૈયારી બતાવી અને પરિવારજનોની સંમતિ સાથે પૂજ્યશ્રી પાસે મંગલમુહૂર્તની માંગણી કરતાં અભિગ્રહના માત્ર તેર (૧૩) મહીને સં. ૨૦૫૫ મહાસુદ ૫ ને શુભદિવસે સંઘસ્થવિર પ.પૂ. આ. ભદ્રંકરસૂરિમહારાજ સાહેબની પાવનનિશ્રામાં પૂજ્યશ્રીના શુભ હસ્તે ભવોદધિતારક રજોહરણની પ્રાપ્તિ સાથે મને પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પૂ. શ્રી હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબના શિષ્યપદની પ્રાપ્તિ થઇ!
શ્રાવિકાની દીક્ષા પણ ઘર આંગણે જ કરવાની ભાવના હોવા છતાં તેમના ગુરુવર્યા બેંગલોર મુકામે સ્થિત હોવાથી માત્ર ત્રણ માસ બાદ પૂજ્યશ્રીએ અર્પણ કરેલ મંગલ મુહૂર્તે ત્યાં પ.પૂ.આ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનનિશ્રામાં પૂ.સા. સુભદ્રાશ્રીજીના શિષ્યા સા. દર્શનરત્નાશ્રીજી તરીકે સંયમની પ્રાપ્તિ થવા પામેલ હતી.
સં. ૨૦૫૯ માગસર સુદ ૧૪ના જયારે પૂજ્યશ્રી ડાળધર્મ પામ્યા ત્યારે હજુ અમારા અભિગ્રહના પાંચવર્ષ પૂર્ણ થવા પામ્યા ન હતા ! ડેવા દીર્ઘદૃષ્ટા હતા પૂજ્યશ્રી ! જો વહેલામાં વહેલા ીકળવાના પૂજ્યશ્રીના વચનોને લક્ષ્યમાં લીધા વગર અમે પાંચવર્ષના અભિગ્રહના ભરોસે બેઠાં હોત તો કદાચ ! બાજે પણ તે આ ભવભ્રમણ ભટકાવનારા સંસારરૂપી કાદવમાં ખૂંરોલા પડ્યા હોત?