Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
- વાત્સલ્યનું વહેતું ઝરણું
- પ.પૂ.મુનિ હંસબોધિ વિ.મ.સા.
મહાપુરુષોના જીવન હિમશિલા જેવા હોય છે. હિમશિલાનો ૧ ૭ ભાગ દરિયાના પાણીમાં હોય છે, ઉપરની સપાટી જોઇને તેની મોટાઇ માપી. શકાતી નથી. મહાપુરુષોના બાહ્યાચારથી તેમના આંતર વૈભવને માપી શકાતો નથી. બુદ્ધિની ટપટ્ટીથી મહાસાગરનો તાગ પામવા જેવી આ બાલિશતા લાગે છે, પણ લખ્યા વિના રહી શકાતું પણ નથી. પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આ. ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ એટલે કટ્ટર ચારિત્ર્યનો બીજો પર્યાય છે.
સૂર્ય કરોડો ફેરનહીટ તપે છે ત્યારે મનુષ્યને જીવવા જેટલી ૯૮ ડીગ્રી ગરમીની પ્રાપ્તિ થાય છે તેમ મહાપુરુષો ઉચ્ચકક્ષાનું કઠોરતમ ચારિત્રજીવનનું પાલન કરીને કરોડો ફેરનહીટ ચારિત્ર્યની ગરમી પેદા કરે છે ત્યારે સ્વસ્થજીવન યુક્ત સદાચારી સમાજની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય તપસ્વીસમ્રાટ . ભગવંતે તપ અને સંયમના બળથી એક એવું ચારિત્ર્યનું પાવરહાઉસ નિર્માણ કરેલ કે પૂજ્યશ્રીની નજીકમાં આવનાર
વ્યકિતઓના જીવનમાંથી અનાચારનો અંધકાર સહજ રીતે દૂર થઇ આચારસંપન્નતાનો પ્રકાશ તેમના જીવનમાં પથરાઇ જતો. મેં એવી ઘાણી વ્યક્તિઓને પૂજ્યશ્રીની નિશ્રામાં નિહાળી છે કે, જેમના જીવન અનેકવિધ વ્યસનો વગેરેથી ખરડાયેલ હતા પણ આ પારસમણિ જેવા મહાત્માનો હસ્તસ્પર્શ થતો કે, તેમના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવી જતું. ઉપદેશની પણ જરૂર ન પડે તેવું પૂજ્ય તપસ્વીસમ્રાટ મહાત્માનું અસ્તિત્વ હતું.
ઉડીને આંખે વળગે તેવા ગુણોમાં અમંદ વૈરાગ્ય એ વિશિષ્ટ કક્ષાનો ગુણ હતો, પૂજ્યશ્રી સાથે ઘણી વખત રહેવાના પ્રસંગો પ્રાપ્ત થયા છે તે વખતે તેમની ચર્યાઓને નિકટથી નિહાળી છે જેમાં કયાંય રાગદશા જગાય નહીં. મુખ્યતયા ગોચરી પ્રત્યેની નિઃસ્પૃહતા ગણો કે ઉપેક્ષા ગણો કયાંય ગમા-અણગમાનો ભાવ જણાય નહિ, કપડામાં કયાંય ટાપટીપ કયારેય જોઇ નથી કે નથી કોઇ અંગત ભક્ત પ્રત્યે રાગદશા નિહાળી, સર્વત્ર સર્વ ક્રિયામાં વૈરાગ્યની જ્યોત જ્વલંત રીતે ઝબકતી જ જોવા મળે ! વાતો પણ વૈરાગ્યથી ભરપૂર જણાતી હોય આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ પણ અપાર રહેતો. શ્રીફળ જેવું પૂજ્યશ્રીનું વ્યકિતત્વ હતું. બહારથી કઠોર લાગે પણ અંદરથી મીઠા કોપરા જેવા હતા, આશ્રિતોને પણ મારા-તારાના ભેદભાવ વિના પૂર્ણ વાત્સલ્યથી સાચવતાં, એટલું જ નહિ પણ તેમના સંયમજીવનની પણ પૂરી કાળજી કરતાં, કહેવાના સ્થાને જરાકપણ સંકોચ રાખ્યા વિના હિતશિક્ષાદિ અવશ્ય આપતા. ગોચરી માંડલીમાં પણ સાથે બેસેલા મહાત્માઓને કંઇ ને કંઇ પ્રસાદી આપતા ત્યારે આશ્રિતો પણ અહોભાવથી ગદ્ગદ્ થઇ જતા.. માંદે સાજે પણ પૂરતી કાળજી કરતાં..
શ્રીસંઘના નાના મોટા તમામ પ્રત્યે વાત્સલ્યભાવ સહજ રીતે તેમના હૈયામાં સંદેવ જણાય આવતો. ગમે તેવા કામકાજ વચ્ચે પણ કોઇને પણ વાસક્ષેપની ના કહેતા નહિ, નાની કે મોટી તમામ બહેનો માથે ઓઢીને આવે તો જ વાસક્ષેપ કરતાં તેમનાથી ભાવિત સ્થાનોમાં છેલ્લા ઘણા સમયથી બહેનો માથે ઓઢીને વંદન કરતા જોવા મળે છે, તે તપસ્વીસમ્રાટ મહાત્માને લીધે કહી શકાય.. | બ્રહ્મચર્યવ્રતની બાબતમાં ગમે તેવા ચમરબંધીને પણ શરમ રાખ્યા વિના ઠપકો આપતાં તેમને વાર લાગતી નહી, ચારિત્ર્યની બાબતમાં ખૂબ જ કટ્ટર અભિગમ પૂજ્યશ્રી ધરાવતા હોવાથી કાચા પોચા સાધુ પૂજ્યશ્રી પાસે રહી શકતા નહી.
તપ સ્વાધ્યાય અને સંયમની સાથે સાથે સહનશીલતા તેમજ સમભાવને પણ પૂજ્યશ્રીએ આત્મસાત્ કરેલ હતા. ગમે તેવી વેદનાઓ આવી છતાં ડોળી વગેરે સાધનોનો ઉપયોગ કર્યો નહિ અને ખૂબ ભારે વેદનાઓ સહન કરીને પણ ભગવાનના માર્ગને ટકાવી રાખવા છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યો. શ્રીસંઘમાં ચારિત્ર્યનું બળ વધે, સંઘમાં એકતા થાય તે માટે અંતિમ શ્વાસ સુધી પ્રયત્નો કર્યા. પૂજ્યશ્રીના કાળધર્મથી શ્રીસંઘને ન પૂરી શકાય તેવી ભારે ખોટ પડી છે. શ્રીસંઘ આવા પરમ આદર્શરૂપ મહાત્માના નિઃસીમ ઉપકાર
બદલ કાયમ તેઓશ્રીનો ઋણી રહેશે.
in
cycan
For Colony