Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
૦ ૯૬ વર્ષની જૈફ વયે પણ સતત સળંગ એકધારાબદ્ધ સંઘ જૈવ માટે, શાસન એડતા માટે આદરેલ માúબલનો નાયગરા ધોધ !!!
• સળંગ વીશ-હીશ ઉપવાસથી ખાધેલ વીશથાનક તપના પ્રથમ ‘“અરિહંત” પદની આરાધના!!! ૭ માસક્ષમણના ૧૧મા દિવસે ગિરાજીથી પાલીતાણા તરફ વિહાર, ૩૧માં દિો સિદ્ધાચલજીવી યાત્રા, સાંજે ૪-૪.૩૦ વાગે વાત્રા કરી આયંબિલશી પારણું !!!
• સાંજે ૩-૪ વાગે બિલનું વાપરવું – એ જેમના માટે દ્વિત્યક્રમ હતો !!! • શૈલિંક ૩-૪ કલાક જાપ, પ્રભુભક્તિ મેં જેમના માટે સાહજિક હતી! • પ્રાતઃ ૯ વાગ્યા પછી જ વિહારનો શુભારંભ !!!
આવીતો કેટ-કેટલીયે આરાધનાઓ, ભીષ્મ -તપશ્ચર્યાઓ, ઉગ્રચર્ચાઓ, પૂજ્યશ્રીના સંયમજીવન ઉપવનમાં નાનકડા ઝરણાની જેમ નિત્ય ખળ-ખળ વહ્યા કરતી હતી, કે જે આરાધનાઓ, તપશ્ચર્યાઓ, ચર્ચાઓ આપણા માટે સ્વપ્નમાં પણ ગમ્ય ન બને, વિચાર કરતાં પણ ગાત્રો થર-થર ધ્રુજી ઉઠે, શિથિલ થઇ જાય, જયારે પૂજ્યશ્રી માટે તો તે આરાધનાદિનો દૈનિક ક્રમ હતો.
આવી ભીષ્મ તપશ્ચર્યાઓ, ઉગ્રચર્યાના કારણે જ શાસનદેવો તેમના સદાય સાન્નિધ્યમાં રહેતા હતા. પડ્યો બોલ ઝીલતા હતા અને તેનાથી જ આચાર્યશ્રી સ્વ-પર તમામ સમુદાયમાં વચનસિદ્ધ પુરુષરૂપે પ્રખ્યાત હતા. મારો જ સ્વાનુભવ કહું તો જે વખતે દીક્ષા-પ્રાપ્તિના કોઇ એંધાણ દેખાતા ન હતા. ચારે બાજુથી જ્યારે નિરાશા, નિષ્ફળતા જ મળતી હતી. ચારેકોર અંધકાર મારા જીવનમાં છવાઇ ગયો હતો. ત્યારે પૂછ્ય આચાર્યશ્રીએ ચતુર્થવ્રતની પ્રાપ્તિના અવસરે મને આશીર્વાદ આપ્યા હતાં કે ‘એક વરસમાં તને ઇચ્છિતની પ્રાપ્તિ થશે.’ ખરેખર બન્યું પણ એવું જ તમામ પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ પૂજ્ય આચાર્યશ્રીના વચનના પ્રભાવે અનાયાસે કઇ રીતે મને દીક્ષા મળી ગઇ? એનું આશ્ચર્ય હજુએ મારા મનમાં ઘુમરાયા કરે છે. આવા તો કેટલાય વચનસિદ્ધિના દૃષ્ટાંતો વર્તમાનમાં મોજુદ છે.
આ તો થઇ વાત માત્ર બાહ્યચર્યાની ICE-BURG સાગરની સપાટીએથી દેખવામાં આવે તો વામણો દેખાય અને તે જ ICE-BURG સાગરના પેટાળમાંથી જોવામાં આવે તો વિરાટ દેખાયા વગર રહેતો નથી. તે જ રીતે પૂજ્યશ્રીનું બાહ્ય જીવનચર્યા, આરાધના ICE-BURG ની સપાટી ઉપરની ટોચ જેવી છે. અંદર પેટાળમાં કેટ-કેટલુંયે સંઘરી રાખ્યું હશે ? એની તો આપણે માત્ર ઉદાત્ત કલ્પના જ કરવાની રહેશે.
માનું છું કે આમ કહેવામાં મને કોઇ દોષ લાગશે નહીં – પૂજ્ય આચાર્યશ્રી માત્ર નામથી ‘હિમાંશુ’ હતા. દોષો ઉપર, દુર્ગુણો ઉપર, શિથિલાચાર ઉપર એમણે કયારેય પોતાના હિમાંશુઓ (= શીતળ કિરણો = શીતળ દૃષ્ટિ = કોમળ નજર ) ને પ્રસારિત કર્યા ન હતા. કર્મસત્તા સામે, મોહરાજા સામે તો ઉષ્ણાંશુ, ગ્રીષ્માંશુ
જ હતા.
પ્રાંતે એટલું જ કહેવું છે કે
ઓલો નીલગગનનો હિમાંશુ (=ચન્દ્ર) ભાનુના ઉદયમાં મ્લાન થઇ જાય છે, નિસ્તેજ થઇ જાય છે, નિપ્રતિમ થઇ જાય છે. જ્યારે આ હિમાંશુએ (પ.પૂ. આ.શ્રી. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ) તો ભાનુના ઉદયમાં ભાનુના ગગનને વધારે દેદીપ્યમાન, જાજ્વલ્યમાન બનાવ્યુ હતું. માટે જ સ્તો માત્ર ‘હિમાંશુ ’ ન હતા પરંતુ ‘સંપૂર્ણ હિમાંશુ ’ હતાં.
For Peace & Pomonal Use Onty
સૂરિવરની ગુણગરિમા
મુનિ ધર્મરક્ષિતવિજયજી
સં. ૨૦૪૬ કારતક સુદ પુનમનો મહામંગલકારી દિવસ હતો.
મારા ભવોધિતારક પૂ. ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબે અમને લગભગ ૨૮ શિષ્યોને ભેગા કરીને ગચ્છાધિપતિશ્રીએ (પ.પૂ.આ.જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ) ‘આપણા સાધુને પૂ. તપસી મહારાજની સેવામાં મોકલવા માટે વ્યવસ્થા કરવા જણાવેલ છે’ તેવા સમાચાર આવ્યા છે તેમ જણાવ્યું,
એક બાજુખાખી બંગાળી, વર્તમાનકાળના ઘોર તપસ્વી મહાપુરુષની સેવાનો અનેરો લાભ નજર સામે આવે તો બીજી બાજુસંપૂર્ણતયા જિનાજ્ઞાનુસારી આચાર પાલન, કઠોર ભિક્ષા-વિહાર ચર્યા આદિ ચુસ્તજીવન જીવવાની તૈયારી રાખવી પડે તે વિચારતાં મહાત્માઓ વિમાસણમાં પડ્યા કે શું કરવું ? ભાવના થાય પણ કદાચ તેમની અપેક્ષા મુજબ જીવી ન શકાય તો ? સૌ દ્વિધામાં હતાં એવા અવસરે પૂ. ગુરુદેવશ્રી સાથે મહાત્માઓની ચર્ચા-વિચારણા કરતાં થોડા દિવસ બાદ નિર્ણય થયો કે તેઓશ્રીની સેવા માટે (૧) મારે (૨) મુનિ કલ્પરક્ષિતવિજયજી અને (૩) મુનિ હેમવલ્લભવિજયજીએ જવું. નામ નક્કી થતાં તાત્કાલિક અમારા ત્રણનો વિહાર નવસારીથી થયો અને અમે ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રીની સુચનાનુસાર રાજકોટની હદ બહાર પહોંચી ગયા, પોષ સુદ-૪ના સવારે ૧૦-૦૦ વાગે નીકળી ૧૦.૫૫ કલાકે અમારે સાહેબના ચરણોમાં પહોંચવાનું હતું. જે રાજકોટની હદની બહારથી નાલંદા સોસાયટી-કાલાવાડ રોડ જ્યાં સાહેબજી બિરાજમાન હતા તે માનવમેદનીથી ભરેલો લગભગ ૬ કી.મી.નો માર્ગ અમારે માત્ર ૫૫ મિનિટમાં પસાર કરવાનો હતો. અને પૂજ્યશ્રીના પુણ્યવચનના પ્રભાવે અમે રાધાવેધ સાધતાં હોઈએ તેમ સવારના ભરબજારમાં લોકોની ભીડ વચ્ચેથી પસાર થઈ તેઓશ્રીના ચરણોમાં પહોંચવા સમર્થ બન્યા હતા. બસ... ત્યારથી જ આ વચનસિદ્ધ મહાપુરુષની અમોઘ વાણીના પરચાનું આસ્વાદ કરવાનો પ્રારંભ થયો. પછી તો આ મહાત્માની સેવામાં લગભગ ચાર વર્ષ રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે દરમ્યાન થયેલા સાહેબના જીવનના અનુભવોને શબ્દદેહ આપવાનું કાર્ય અતિકઠીન છે. છતાં યત્કિંચિત્
www.jainelibrary.org