Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
આશ્રિતોના
ખરા
હિતેચ્છુ
પ.પૂ.મુ.રશ્મિરાજ વિ.મ.સા.
ભીષ્મતપસ્વી, વાત્સલ્યવારિધિ, જ્યોતિષમાડ સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાથે બે ચાતુર્માસ તથા શેષકાળમાં પણ ઘણો સમય સાથે રહેવાનો અવસર મળ્યો હતો.
સં. ૨૦૫૬ માં એકવાર માણેકપુરમાં વંદન કરતાં મારા પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજીને તપસ્વીસમ્રાટ કહે “આજે રશ્મિરાજ ને વળગેલું ભૂત કાઢવું છે.’’
અમે બધા આશ્ચર્યમાં પડી ગયા, આવું કંઇ છે નહીં ને કૃપાળુદેવ આમ શા માટે બોલે છે ? આખરે..... કરુાગાસાગરે ખુલાસો કર્યો કે ‘‘ચા’' પીવાની લપ લાગી છે તે ભૂત નહીં તો બીજું શું છે ?’’ બંને સૂરિદેવોએ ભેગામળીને મને બરોબર ડબ્બામાં લીધો હવે આવા તપસ્વીને ના પણ શી રીતે પડાય ? મેં કહ્યું આપો સાહેબ બાધા ૧-૨ મહિનાની.... પૂજ્યશ્રી કહે’’ ના ! તેમ નહીં... મને પાછો ભેગો ન થાય ત્યાં સુધી ચા બંધ ! ''
મારા મનમાં ડર હતો કે “માથાનો દુઃખાવો શરૂ થશે તો શું કરશું ?’’ પણ આવા તપસ્વી મહાપુરુષનું વચન પાળવાં માટે પણ જીવ લોભાતો હતો.... તેથી મેં તરત હા પાડી દીધી. સાહેબે અભિગ્રહ આપ્યો અમે વિહાર કરી અમદાવાદ આવ્યા પછી પાલીતાણા અને નવસારી બાદ મુંબઇ તરફ, બે વર્ષ થયા, એટલામાં તો કૃપાળુશ્રી દેવલોક પામ્યા.... હવે તો ‘ચા’ ની યાદ પણ નથી આવતી.
મારે પાંચમની આરાધનાર્થે દરમહિને પાંચમનો ઉપવાસ હોય ત્યારે આખો દિવસ સુવામાં કાઢવો પડે. તે અવસરે પૂજ્યશ્રી આયંબિલ કરતાં હોવા છતાં અમારા જેવાનું એવું ધ્યાન રાખતાં કે બીજા દિવસે સવારે પારણાનો સમય થાય કે તરત મહાત્માને કહે “આ માસક્ષમણના તપસ્વીને જલ્દીથી પારણું કરાવો’'
આ રીતે સુતા સુતા ઉપવાસ કરતાં એવા મારા ઉપર પૂજ્યશ્રીની અમીદષ્ટિ પડતાં ચા નું ભયંકર એવું પગ વ્યસન દૂર થતાં પૂજ્યશ્રીએ આપેલા ‘ચા’ ના અભિગ્રહ બાદ તો ૪૦૦ થી પણ વધુ ઉપવાસ કર્યા અને હવે તપ કરવાનો પણ ઉત્સાહ જાગે તે પૂજ્યશ્રીની જે કૃપાનુ ફળ છે.