Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ducation in
સંયમના સાથિ
संसारवृक्षामारुढाः पतन्तो नरकार्णवे । येन चैवोद्धृताः सर्वेतस्मै श्री गुरवे नमः ।।
- ૫.પૂ. સા. વિરતિરસાશ્રીજી
આ અવસર્પિણીકાળમાં ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અનેકાનેક આત્માઓએ જિનશાસનનું તીર્થનું આલંબન લઇ આત્મકલ્યાણના પાવનકારી પંથે પ્રયાણ કરી સ્વ-પરનું શ્રેય સાધ્યું છે. પરમાત્માનું આ શાસન રાગીને વિરાગી બનાવે, ભોગીને ત્યાગી અને નાસ્તિકને
આસ્તિક બનાવે. પતિને પાવન અને કષાયીને નિષ્કષાયી બનાવે. પત્થરને પારસ બનાવે - સેવકને સેવ્ય અને ભક્તને ભગવાન બનાવે. શાસનરૂપી પારસમણિ લોહ સમાન જીવને
કંચન જેવો બનાવે. પરમાત્માના આવા પરમોચ્ચ - શ્રેષ્ઠતમ શાસન પામેલા એક સાધકના યત્કિંચિત્ ગુણનું આલેખન કરવું છે. ગુણ ગાવાની શકિત નથી પણ ભકિતથી પ્રેરાઇને પુરુષાર્થ કરું છું. ‘“ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ” ગુણ
પ્રાપ્તિની લાલચ હૈયામાં પડી છે.
વિ.સં. ૧૯૮૫-૮૬ ની સાલ, જમાનાવાદ સુધારાવાદનાં ઘટાટોપ વાદળો ચારેબાજુ છવાયેલા હતા. નાસ્તિકતાના પુર ઉમટ્યા હતા. મોહમયી મુંબઇ નગરી આ આંધીમાં સપડાયેલી હતી તે સમયે સુધારાવાદ અને નાસ્તિકતા રૂપી મોહ વિષે ઉતારવામાં જાંગુલીમંત્ર સમાન જેમનો પ્રવચનનો ધોધ વહેતો હતો અને સંયમની બંસરી બજાવવામાં જેઓ આગનમ અડોલ જાદુગર હતા એવા સંયમપૂત શાસ્ત્ર - સદ્ધાંતનિષ્ઠ અને સત્યપ્રરુપક પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (તે વખતના પૂ. રામવિજયજી મ.) મુંબઇ નગરીમાં પધાર્યા – જીવ સટોસટના ખેલ ખેલીને લોખંડી છાતી ધરીને પરમાત્માના શાસનને વફાદાર એ મહાપુરુષે સુધારાવાદ અને નાસ્તિકતાને પડકારી સંયમનું સુરીલુ સંગીત સુણાવ્યું બાલદીક્ષાની બંસરી બજાવી તેમના ભક્તો કરતા વિરોધીઓ જે પ્રસિદ્ધિ વધારે કરતા, વિરોધ કરવા આવેલ ભક્ત બનીને,
=
શત્રુતા ધરાવનાર મિત્ર બનીને જતા તેમના નામથી ને પડછાયાથી પણ દૂર રહેનાર પણ એકાદ પ્રવચન સાંભળતા આમૂલચૂલ પરિવર્તિત થઇ જતા. હીરાભાઇમાંથી હિમાંશુવિજય અને કાળક્રમે સૂરિપદને શોભાવતા પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પણ આવા જ જીવોમાંના એક હતા.
માણેકપુરના વતની અને ધંધાર્થે મુંબઇ વસતા હીરાભાઇ લોકોની વાતો અને છાપાની અફવાઓ વાંચી પૂ. રામવિજયજી મ.ના. નામની એલર્જીને ધરાવતા તેમનાથી દૂર જ રહેતા પરંતુ નિમિત્ત મળતા એકવાર પ્રવચન શ્રવણનો યોગ આવ્યો ભ્રમણાના જાળા ભેદાઇ ગયા. પારસનો જાણે કે સ્પર્શ થઇ ગયો. આતમ જાગી ઉઠ્યો સંસારવાસ કેદખાના જેવો લાગ્યો અને ભરયુવાનીમાં પાંચ વર્ષની નાનકડી પુત્રી અને પત્નીને છોડીને એકના એક સાત વર્ષના દીકરાને પોતાના કરતાં પહેલા સંયમી બનાવી પોતે સંયમનૌકામાં આરુઢ થયા. નૌકાના સુકાની બન્યા પ્રવચન પ્રભાવક પૂ. રામવિજયજી મ. ઉપાસ્યની ઉપાસના દ્વારા ગુરુકૃપાનું ભાજન બન્યા ક્રમે કરી શાસ્ત્રોના પારગામી અને વિરલ વ્યકિતત્વના ધારક બન્યા તપ-ત્યાગ ને તિતિક્ષાના ત્રિભેટે સંયમજીવનની સાધનામાં સતત ઉદ્યમશીલ હતા.
સ્વાધ્યાય જેમનો ખોરાક હતો. નિરીહતા નિઃસ્પૃહતા જેમનો સ્વભાવ હતો. તપ જેમનો બીજો પર્યાય
હતો, વિશુદ્ધ સંયમપાલન એ જેમની ટેક હતી, મોક્ષ જેમનું લક્ષ્ય હતુ એવા દિવંગત પરમપૂજ્ય આ.ભ.શ્રી ઘોર અભિગ્રહધારી ઉગ્ર તપસ્વી હતા. એમણે જીવનમાં ૩૦૦૦થી અધિક ઉપવાસ કર્યા છે, તો ૧૧૫૦૦ જેટલા આયંબિલ કર્યા અને તે પણ નિર્દોષ ભિક્ષાથી - આયંબિલખાતાના આયંબિલ નહિ. આવી ઉગ્રતપની સાધનામાં નૌકા સમાન હતા. માર્ગ ભૂલેલાને દીવાદાંડીની જેમ પથદર્શક હતા. તપના તેજપૂંજને ધરનાર હતા. પણ પરાર્થસિકતા હતી. આત્મસ્વરૂપની સાધનામાં અપ્રમત્ત હતા. ભવસાગરમાં ડૂબતા જીવોને તારવા માટે
યોગી છતાં આત્મઋદ્ધિના ભોગી, વિરાગી છતાં પ્રભુભક્તિના રાગી, નિરાગી છતાં સિદ્ધિના રાગી એવા આ તપસ્વી પૂ. સૂરિદેવ મારા પરમઉપકારી, પરમ આદરણીય હતાં. સંસારી સંબંધે મારા માતુશ્રીના પિતાશ્રી કૃપાનું ફળ છે. ધંધુકા મુકામે તેઓશ્રીની નિશ્રામાં સુશ્રાવક કપુરભાઇના દીકરી સ્મિતાબેનની ભાગવતી દીક્ષાનો થાય. તે રીતે ઉપકારી ખરા જ, પરંતુ હું જે રત્નત્રયીનું ભાજન બની રહી છું તે પણ તેઓશ્રીજીની જ મહતી પ્રસંગ હતો. મારા સંસારી માતુશ્રી સાથે તે પ્રસંગે હું નાના (માતુશ્રીના પિતાના નાતે) મહારાજને વંદન કરવા ગયેલ, વરસીદાનનો વરઘોડો જોઇ મને દીક્ષા ગમી ગઇ, લેવા જેવી લાગી. મને પણ દીક્ષા લેવી છે એવુ સહજતાથી બોલાઇ ગયું, સંસારી માતુશ્રીએ નાના મહારાજને વાત કરી તેઓશ્રી કહે કે તો સભામાં દીક્ષાનો અભિગ્રહ લઇ લે અને આગળ પાછળ કાંઇ જ વિચાર્યા વિના સભામાં અભિગ્રહ લેવાઇ ગયો કે બે વર્ષમાં દીક્ષા ન લેવાય તો છ વિગઇનો ત્યાગ, અભિગ્રહ લેવાયો ત્યારે નહોતું છ વિગઇનું જ્ઞાન ! કે નહોતો ધાર્મિક અભ્યાસ ! પરંતુ તેઓશ્રીજીના કૃપાપ્રસાદથી લીધેલા નિયમપાલન માટે પુરુષાર્થ થયો. તેથી ફલશ્રુતિરૂપે આજે સંસારના કીચડમાંથી બહાર નીકળી સંયમસામ્રાજ્યમાં મહાલી રહી છું તે તેઓશ્રીના આપેલા નિયમ અને વચનસિદ્ધનો પ્રભાવ છે.
તેઓશ્રીજીની નિશ્રામાં પાલિતાણાથી જામનગર અને જામનગરથી જુનાગઢ એમ લાગટ બે છ’રી પાલિત યાત્રા સંઘમાં પણ યાત્રા કરી છે અને તેમના નિયમ પાલનની કડકાઇનો અનુભવ કર્યો છે. જરાપણ ઢીલાશ ચલાવે નહિ. ભરઉનાળામાં પણ જ્યારે રોડ તપી જાય ત્યારે તેઓશ્રીના વિહારનો પ્રારંભ થાય. વિશુદ્ધસંયમ સાધના કરવા માટે શરીર પ્રત્યે કઠોર હતા. આવા ઉગ્રતપની સાધનામાં અશાતાના ઉદયને સમભાવે સહન કર્યો અને બાલબ્રહ્મચારી નેમનાથદાદાની છત્રછાયામાં તેમની કરુણાને ઝીલતા ઝીલતા મૃત્યુને મહોત્સવ બનાવી મુક્તિની મંઝિલ પામવા એક કદમ આગળ વધી ગયા.
પ્રાંતે મારી અલ્પબુદ્ધિ અને છદ્મથસ્થતાથી આંશિક ગુણકીર્તનમાં જાણતા-અજાણતાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં અને સંયમસાધનામાં પ્રેરક એવા તેઓશ્રીના ગુણનો અંશ પ્રાપ્ત
થાય એ જ શાસનદેવને પ્રાર્થના.