Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
તેમના જીવનમાં સંયમ પ્રત્યે ઉત્કૃષ્ટ પક્ષપાત અને આરાધકભાવ હતો અને આ જ કારણે તેઓ સૂરિપ્રેમના પરમ કૃપાપાત્ર બન્યા હતા. સૌરાષ્ટ્રની ધરતી તેમના વિચરણથી ખૂબ ખૂબ પાવન બની હતી. તેમાં કારણ હતી શ્રીસિદ્ધાચલજી અને શ્રીગિરનારજી પ્રત્યેની તેમની પરમ ઉપાસના. શ્રીસિદ્ધગિરિમાં ય તેઓ નિર્દોષ આહારચર્યા માટે છેક ગામની નજીક શાંતિભવન વગેરેમાં ઉતરતા.સવારે સૂર્યોદય પછી જાપ વગેરે કરી તે રીતે પ્રાયઃ પ્રકાશ થયા પછી જ ઉપર દાદાના ચરણોમાં પહોંચી જતાં ધરાઇ ધરાઇને ખૂબ પ્રભુભક્તિ કરતાં, પછી ઘેટીપાગથી આદપુર જઇ, ત્રણ ચાર કિ.મી. નો વિહાર કરી ઘેટીમાં છેક સાંજે આયંબિલ કે એકાસણું કરી પાછા પાલીતાણા આવતા. આવો હતો તેમની યાત્રાનો ક્રમ.
ઉગ્ર તપસ્યાઓ સાથે જ તેમણે સિદ્ધગિરિ અને ગિરનારજીની યાત્રાઓ કરી છે. ચોવિહાર છટ્ઠ.... પારણે આયંબિલ અને ગિરનારજીની નવ્વાણુ યાત્રા, માસક્ષમણને પારણે સિદ્ધાચલની યાત્રા કરી ઘેટી પાગ ઉતરી ૩-૪ કિ.મી. ઘેટી જઇ ત્યાં આયંબિલથી પારણું.. આવા તો તેમની ઉગ્ર તપશ્ચર્યાઓના અનેકવિધ દષ્ટાંતો છે. તેઓશ્રીની ઉગ્ર તપશ્ચર્યાઓનું વર્ણન આ ગ્રંથમાં અન્યત્ર કરેલ હોવાથી પુનરુકિત ન થાય તે માટે અત્રે વિશેષ વર્ણન કર્યુ નથી.
તેમના જીવનની મહત્ત્વની વાત એટલે સંયમની બેજોડ દઢતા. સંયમમાં સહેજ પણ બાંધછોડની તૈયારી નહીં. હા..... શાસ્ત્રની મુખ્ય આજ્ઞા પણ સંયમની શુદ્ધિની જ છે. સંપૂર્ણ દ્વાદશાંગીની રચનાનો હેતુ પણ સંયમસાધના અને સંયમશુદ્ધિ જ છે. તેઓશ્રી સંયમ-બ્રહ્મચર્યની નવ વાડોનું ખૂબ જ ચુસ્તપણે પાલન કરતાં અને કરાવતાં.
ગારિયાધારમાં ચાતુર્માસ પ્રવેશ થયો. ઉપાશ્રયમાં નીચે બહેનો પ્રતિક્રમણાદિ ક્રિયા કરતાં. સાધુઓની વસતિમાં સ્ત્રીઓના આવા અનુચિત આગમનને તેઓ ચલાવતાં નહીં. ટ્રસ્ટીઓને બહેનો માટે કે પોતાના માટે અન્ય સ્થાનની વ્યવસ્થા કરવા જણાવ્યું. સંઘે લક્ષ્ય ન આપ્યુ. ચાતુર્માસ બેસવાને વાર હતી. વિહાર કરીને ઘેટી આવ્યા. ઘેટી સંઘને જાણ થતાં તેઓનું ચાતુર્માસ ઘેટી કરાવ્યું. તેમના આચાર, વિચાર, ઉગ્ર તપ, જપ, સ્વાધ્યાય વગેરે સાધનાથી ઘેટી સંઘ અત્યંત આકર્ષિત થયો ૨૦૪૮ ની સાલ. વાસણાથી શંખેશ્વરનો સંઘ નીકળ્યો. શંખેશ્વરમાં તેમના સંસારી ભાભી વંદનાર્થે આવ્યા. તેઓશ્રી શાસનના કાર્યો માટે
અને આજ સુધી તેમના પ્રત્યે અત્યંત બહુમાન ધારણ કરી રહ્યો છે.
બ્રહ્મચર્યની અજોડ કટ્ટરતાનો હજુ એક પ્રસંગ : સં.
સંઘની સાથે સતત મિટીંગોમાં વ્યસ્ત હતાં. ભાભી ચાર વાર આવી ગયા. પણ ન જ મળી શક્યા. છેવટે સૂર્યાસ્ત થઇ ગયો. તેમણે તેમને સવારે આવવા જણાવી દીધું. કેવી જિનાજ્ઞાની ખુમારી! કેવી બ્રહ્મચર્યની નિષ્ઠા ! આ સમયે પોતાની ઉંમર હતી ૮૦ વર્ષ અને સંસારી ભાભીની પણ પ્રાથઃ તેટલી
જ ઉંમર હતી. પણ છતાં ય કોઇ બાંધછોડ નહીં સંસારી પત્ની કે પુત્રી સાથે ય સૂર્યાસ્ત પછી વાતચીત નહીં. આવા તો અનેક પ્રસંગો છે.
સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને સમુદાયની સંયમરક્ષામાં તેઓ ખૂબ જ સહાયક થતા. આથી પણ પૂજ્યયાદશ્રીની તેમના પર અત્યંત કૃપાદૃષ્ટિ રહેતી. પૂજ્યપાદશ્રીના આશયોને તેઓ સંપૂર્ણપણે અનુસરતા. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવ્વલ સમર્પણ જાળવી રાખેલ. પૂજ્યપાદશ્રીનો વારસો જાળવી તેઓ પણ સંઘશાંતિ અને એકતાના હિમાયતી બન્યાં.
અંતિમ અવસ્થામાં તેમણે એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સંઘની એકતા ન થાય ત્યાં સુધી આયંબિલ કરવા, ત્યારે વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી ચાલુ હતી. પારણું કર્યા વિના તેઓશ્રીએ આગળ આયંબિલ ચાલું જ રાખ્યા.... ઓળી આગળને આગળ ધપતી ગઇ ૧૦૧......૧૦૨.....૧૦૩..... અને ૧૦૮ ઓળી પણ થઇ ગઇ પણ આયંબિલ તો ચાલુ જ હતાં. સં.૨૦૪૪ ના શ્રમણ સંમેલનમાં સંગઠનની મહદંશે સફળતા મળી. સંઘના અગ્રગણ્યોની આગ્રહ ભરી વિનંતીથી તેઓશ્રીએ પારણુ કર્યુ. પણ થોડા સમય પછી ફરી આયંબિલ ઉપાડ્યા, (શારિરીક તકલીફના કારણે થોડા દિવસ અપવાદરૂપે છોડતાં) જીવનભર સુધી ચાલુ રહ્યા.
આમ તો શેષકાળમાં તેઓના સહવાસની અનેક તકો મળતી. વળી તેમાં ય વિશેષ સં. ૨૦૪૭ માં વાસણા (નવકાર) સં. ૨૦૪૮ માં શાંતિનગર તથા સં. ૨૦૫૧ માં
આંબાવાડીમાં તથા વાસણામાં તેમની પાવન નિશ્રામાં ચાતુમાર્સ કરવાનું સૌભાગ્ય સાંપડ્યુ. આ બધા ચાતુર્માસોમાં તેઓશ્રીના આયંબિલ ચાલુ જ હતાં. કેવો અપ્રમતભાવ કદી ય દિવસે સૂતેલા જોયા નથી. ઉગ્ર સંયમ, ઘોર, તપ, જાપ, ધ્યાનની અનુપમ સાધના જોઇને મસ્તક ઝૂકી પડતું.
!
સિદ્ધગિરિ અને ગિરનારજી પ્રત્યેની અસીમ લાગણીના કારણે અંતિમ ચાતુર્માસો
પણ અત્યંત
અહીં જ થયાં. ચાતુર્માસ બાદ થોડી બિમારી સમભાવે સહન કરી. જુનાગઢમાં સમાધિ પૂર્વક ‘અરિહંત’ ની રટણા કરતાં સ્વર્ગવાસને પામ્યા. તેમના પ્રભાવથી અને ગિરનાર પર તેઓશ્રીનો અગ્નિસંસ્કાર થયો અને સમાધિસ્થાનની રચના થઇ. તય પ્રભાવક, તપસ્વીસમ્રાટ પૂજ્યશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના...
જ ગિરનાર પર્વત પર તેમના અગ્નિસંસ્કાર માટે વનવિભાગ તરફથી જગ્યા મળી ગઇ
*
For Trade & Pecialty