Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
એક આણધર્ડ
આAI
- પ.પૂ. પં. જયસોમ વિ.ગ.
આ મહાપુરુષના જેટલા ગુણગાઈએ તેટલા ઓછા પડે. સંયમનો સ્વીકાર કર્યો ત્યારથી સતત મોહરાજા સામે સંગ્રામનો આરંભ કર્યો અને જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પર્યત ઝઝુમતા રહ્યાં હતાં. તપ-૧૪૫-સંયમપાલન-વાત્સલ્ય આદિ અનેક ગુણોના ભંડાર પૂજ્યશ્રીની પ્રભુભક્તિપણ અનેરી હતી. જયોતિષના કુશળ અભ્યાસી હતા... તો તીર્થોના ઉદ્ધારક અને પ્રેરક હતો.... સ્વ. પૂજ્યપાદ આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સેવક હતો. .. વર્ષો સુધી પૂજ્યપાદૃશ્રીના ચરણોમાં રહી તેઓશ્રીના અનેક બોજાને હળવા કરવાનું કાર્ય કરતાં, વળી પૂજ્યશ્રીનો સંપૂર્ણ પત્રવ્યવહાર પણ સંભાળી તેઓશ્રીને ચિંતામુક્ત કરતાં, છેલ્લા છેલ્લા વર્ષોમાં વાસાણા મૂળે તેઓશ્રીની પાવનનિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ અવસર વિધિવિધાનમાં સહાયક બનવાનો અનેરો લાભ પામી ધન્ય બન્યો. વર્તમાન કાળના એક અજોડ આરાધક આત્માના ચરણોમાં કોટી કોટી વંદના.
----- આચારતા
- પ.પૂ. પં. ભદ્રેશ્વર વિ.મ.સા. તપસ્વીસમ્રાટ, સંઘઐકયરાગી, સંયમમૂર્તિ, પરમપૂજ્ય, આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હિમાશુસૂરીશ્વરજી મ.સા. સંયમના ચુસ્ત આગ્રહી હતા. તેમની નિશ્રામાં આરાધના કરતા અમને સાધુઓને પૂ.શ્રીએ સંધાટક ગોચરીના
ચારનું પાલન કરવા કહ્યું તેમની વાત સાચી અને સુંદર હતી. અમે ચાર સાધુઓએ ભેગા મળી આ બાબતની વિચારણા કરી. અમારામાંથી કેટલાક પાણી બેટાઇમ ઘરોમાંથી દૂર ફરીને લાવતા હતા. કેટલાક ગોચરી વહોરવા પણ દૂર જતા. વિચારતા અમને બધાને લાગ્યું કે ર વખત પાણી તથા ઘણીવાર ૩ સમય ગોચરી લાવવા સંઘાટક સાથે જવા માટે બધા સાધુને સમય ઘણો કાઢવો પડે. તથા કષ્ટ પણ પડે. આ ઘણી મુશ્કેલીની પૂજ્યશ્રીને વાત કરતાં તેમણે ફરમાવ્યું કે મારી નિશ્રામાં રહેનાર આ સામાચારીનું પાલન કરવું જ પડશે. અમારાથી એ શક્ય ન હતું.
સંધના ટ્રસ્ટી હીરાભાઇને આ વાતની ખબર પડતાં તેમણે પૂશ્રીને વિનંતી કરી, “પૂ. આચાર્યદેવ ! અત્યારના સંજોગોમાં આ આચાર પાળવો શક્ય નથી. આપની પાસે આ ચોર સાધુ સારી આરાધના કરી રહ્યા છે. આપે આ નિયમનો આગ્રહ રાખવો ન જોઇએ.... પરંતુ પૂજ્યશ્રી એ તેમની વાત સ્વીકારી નહીં. સંઘસ્થવિર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. ત્યારે ચોમાસુ અમદાવાદમાં હતા. તેમણે આ વાત જાણી તે બંને પૂજ્યોને એક પ્રસંગે મળવાનું થયું ત્યારે પૂ. આ.શ્રી. ભદ્રકરસૂરીશ્વરજી મ. સાહેબે કહ્યુ “ વર્તમાન સમયમાં હું પણ સંઘાટક ગોચરીનો આચાર પળાવી શકતો નથી. ઘણા સમુદાય આજે આ આચાર પાળી શકતા નથી. આપણી પાસે આ સાધુઓ સુંદર સંયમ પાળી રહ્યા છે. આ કટ્ટરતાથી આમને અનિચ્છાએ નિશ્રા છોડવી પડે. તમે ઉદારતાથી દીધી દષ્ટિ વાપરી આ નિયમની કડકાઇના કરો.....” પરંતુ આચારદ્રઢ પૂ. શ્રી. એ નિયમ ફરજીયાત કર્યો. અમારે પૂ. શ્રી ની તારકછાયા ગુમાવવી પડી. મહત્વની વાત એ છે કે કેટલાક ને શિષ્યનો લોભ હોઇ શકે છે જયારે આ મહાપુરૂષ એવા દ્રઢ સંચમરાગી હતા કે ભલે ૪ સાધુ જતા રહે પરંતુ આચારમાં જરાપણ શિથિલતા હું ચલાવી નહીં લઉં 111 પૂજ્યશ્રી ના ધોર તપ, તીર્થયાત્રા, જાપ, આયંબિલનો દ્રઢરાગ, ગંભીરતા, જાત માટે કઠોરતા આદિ અનેકાનેક ગુણોને માણવા હોય તો તમારે અનન્ય સેવારાગી મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી પાસે બેસવું પડે ! વર્ષો સુધી અખંડ અનુમોદનીય સેવા કરનારા તેઓ પૂ. શ્રી ના ગુણોના અનુભવો લખે તો અનેક પુસ્તકો ભરાય !
હડહડતા કલિકાળમાં એકમાત્ર સંયમના જ આગ્રહી આ મહાપુરૂષના અગણિત ગુણોની નતમસ્તકે સાચા દિલથી અનુમોદના કરવાથી પણ અલ્પ આરાધક ભવ્ય જીવ અનંતાનંત પુણ્ય મેળવી લે. વિહારમાં એક ડગલુ ન ચલાય એવી ભયંકર મુશ્કેલીમાં પણ પૂ. શ્રી એ ગમે તેવા સ્થળે ઉતારો કરી લીધો પણ ડોળી ન જ વાપરી અંતે અંતરના એકજ અભિલાષા કે ગુણભંડાર આ મહાપુરૂષના થોડા ગુણો પણ હું પામી શકું એવી પ્રભુને પ્રાર્થના.
11.