Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સિદ્ધપુરુષ
સૂરિવરા
- પ.પૂ. પં. મુકિતદર્શન વિ.ગણિT.
વર્તમાન શાસનની, સંઘની દુર્દશા, છિન્નભિન્નતા અને એક વાક્યતાનો અભાવ - આ બધી વાતોનું અસહ્ય દુ:ખ.. અને તેની ગ્લાનિ, બેચેની ? |
શું કરવું ? ભગવાનના શાસનની એકતા માટે ? શ્રી સંઘને એક સંઘાચાર્ય મલે .. વર્તમાનમાં સાધુ-સાધ્વીના સંયમની શુદ્ધિ માટે ?
અને એ એક દઢ સંકલ્પ સાથે પોતાની કાયાનું બલિદાન ! | 'આજીવન આયંબિલ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી. કાયા તો વયથી વૃદ્ધ હતી, દીર્ધ તપશ્ચર્યાથી શરીર પણ ટીકાઠીક દુર્બલ પડી ચુકેલ ! છતાંય પ્રભુશાસન પ્રત્યેનો અવિહડ રાગ ! શ્રી સંઘ પ્રત્યે બહુમાન ! એ હૃદયમાં સ્પષ્ટ જણાઇ આવતું.
'સ્વસમુદાય-પરસમુદાયના મહાત્માઓ સાથે ચર્ચા-વિમર્શ પાણ કરતાં પોતાના વિચારો સ્પષ્ટ જણાવતા...
આ હતું સૂરિવરનું શાસન-સંઘ પ્રત્યેનું બહુમાન ! 'તો વળી જીવનમાં તપ-સંયમની, પ્રભુ ભકિતની આંતરિક આરાધના પણ શબ્દોથી શું વર્ણવવી ?
પૂર્વ-ભવની આરાધના-સાધના કરીને આવેલા ... આથી, સંસારથી વિરકત! પણ ન છૂટકે સંસારમાં પડવું પડ્યું ! કેમ છુટવું એ માટે સતત વિચારતા, એ માટે નાના પુત્રને આગળ કર્યો..... બાલવયે જ ખાનગી દીક્ષા અપાવી દીધી!
પુત્ર પાર વિનયી-વિવેકી વડીલો પ્રત્યેની અત્યંત આદર ભાવના ભક્તિબહુમાન ધરાવતા પૂજ્યોના હૃદયમાં વસી ગયા ! અને એ બની ગયા આચાર્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજા ! [ સંસારની આંટીઘૂંટીથી છૂટી પૂજ્યશ્રીએ દીક્ષા લીધી પૂ. દાનસૂરિજી મ.સા., પૂ. પ્રેમસૂરિજી મ.સા. આદિ પૂજ્યોની સેવા ભકિત, આદિ કરવા દ્વારા કૃપાપાત્ર બન્યા.
આયંબિલનો અભ્યાસ જીવનમાં નહીં, છતાં પુરુષાર્થ કર્યો... પૃથે સાથઆપ્યો... અને એ રીતે અનેકવિધ તપશ્ચર્યા કરવા દ્વારા તપસ્વીસમ્રાટ બની ગયા ! ડજ્ઞવડ નવળથબનું, યકૃત્રિમ પૂદ્ધપષ્ટક્સ... દેહને દુઃખ અને શરીર સાથે યુદ્ધ કરવા દ્વારા કાયાની માયા ઉતારી શરીરથી સદા જાણે અળગા ! તપના દૂષણ ક્રોધને તો પ્રથમથી જ હણી નાખેલ, સદા શાંત-પ્રશાંત-સમતાને ધરતા. આવા સૂરિવર પાસે લીધેલા પચ્ચકખાણ સરળતાથી સફળ થતા કદિ તપ નહી કરનારા અનેક તપ કરતા થઇ ગયા..
પૂ. દાનસૂરીશ્વરજી મ.સા. પાસે અભ્યાસ કરેલ, જ્યોતિષમાં તેઓશ્રીની માસ્ટરી હતી... તેઓશ્રીનું આપેલ મુહૂર્ત અમોઘ બનતું સિદ્ધિને આપતું.
સ્વ. પૂજ્યપાદશ્રી આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું જીવન ત્યાગમય, તપોમય, સંયમમય અને દઢસંકલ્પમય હતું. લોખંડી મનોબળ હતું જેથી જે કાર્ય હાથમાં લે તે સિદ્ધ કરીને જ રહેતા હતા. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાંથી કલેશ-કલહ-વૈમનસ્ય-ઇર્ષ્યાનિંદા-વેર-ઝેર દૂર થાય તેમજ મૈત્રી-પ્રેમ-વાત્સલ્ય અને શાંતિસમાધિ સ્થપાય તે માટે તેઓશ્રીએ કરેલ અભિગ્રહ અને હજારોની સંખ્યામાં કરેલ આયંબિલ તપ અનુમોદનીય અને પ્રશંસનીય હતા. આપણને સૌને તેવું જીવન જીવવાની પ્રેરણા મળે એજ એક શાસનદેવને પ્રાર્થના...
Jain Education International
For bewete Secor Use Druty
www.h
ry.org