Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
યોગીપુરુષ
श्री हिमांशुसूरिमहारा? !
- प.पू. आ. विभ्य भ्यघोषसूरि म. તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમતિજઽહમાંશુસૂરીશ્વરજી મહારાજા માત્ર તપસ્વી જ હતા એવું નહિ.... તેનોમાં બીજા અનેક યોગો | સમાવિષ્ટ હતા.
બાળજીવો તેમના અદ્ભુત અને ભીષ્મ પણે જોઇને તેમને તપસ્વી તરીકે ઓળખતા, પણ પંડિતો તેમને વિશિષ્ટ યોગી પુરુષ તરીકે જોતા.
Jain Education International
વિરાગયોગ : એ મહાપુરુષનો વૈરાગ્ય જ્વલંત હતો. સંસારમાં તમામ અનુકૂળતાઓ હોવા છતાં સંસારના સુખમાં ન લેપાતા તેઓશ્રીએ ચારિત્રની વાટ પકડી એથી પણ વિશેષ વાત તો એ છે કે પોતાના સવા સાત વર્ષના સુપુત્રને અનેક વિરોધોની વચ્ચે પણ ચારિત્રના માર્ગે મોકલ્યો. સાંભળ્યું છે. કે વત્રા મુકામે જયારે તેમના બાળકની દીક્ષા થઇ ત્યારે વિરોધને લીધે ગામનો નાવી (હજામ) પણ મુંડન કરવા ન આવ્યો ત્યારે પૂજ્યશ્રીએ પોતે (ત્યારે તેઓ સંસારી અવસ્થામાં હતા) અસ્ત્રો લઇ પોતાના જ બાળકનું મુંડન કરી દીધું. એ વખતે પુત્ર મોહ એમને આડો ન આવ્યો. જાજ્વલ્યમાન વૈરાગ્ય વિના આવું કયાંથી સંભવી શકે?
1:4
જ્ઞાનયોગ : પૂજ્યશ્રીનો જ્ઞાનનો ક્ષયોપશમ પણ સારો હતો. ચારિત્ર લીધા બાદ આગમગ્રંથોનું ખૂબજ વાંચન તો જીવનના અંત સુધી અવારનવાર ચાલુ જ હતું. દર ચોમાસામાં નિશીથ, બૃહત્કલ્પ આદિ ગ્રંથોનું વાંચન એકાદ વખત અવશ્ય કરતા. એ સિવાય જ્યોતિષશાસ્ત્રોમાં પણ તેઓશ્રી નિપુણ હતા. એમના સંયમપૂત જીવનના પ્રભાવે તેમજ ઉંડાણપૂર્વકના જ્યોતિષગ્રન્થના અધ્યયનથી તેઓશ્રી જે મુહૂર્ત આપતા તેમાં આરંભેલું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઇ જતું.
ભક્તિયોગ : પૂજ્યશ્રીના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો અનેરો ભક્તિભાવ હતો. દેરાસરમાં કલાકો સુધી તેઓ પ્રભુભક્તિ કરતાં તેમનો કંઠ પણ મધુર હતો. ખાસ કરીને તેઓશ્રી બાલબ્રહ્મચારી ભગવાન નેમિનાથના પરમભક્ત હતા. ૨૪ પરમાત્મામાંથી માત્ર ૨૨મા ભગવાન નેમિનાથની જ દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણકભૂમિ ગિરનાર છે. તે ગિરનાર તીર્થ પર આવેલી પ્રભુની કલ્યાણક ભૂમિ પર – સહસાવનમાં પરમાત્મા નેમિનાથનું સમવસરણ મંદિર પૂજ્યશ્રીની પ્રેરણાથી થયું છે. આ બહાને દર વર્ષે હજારો યાત્રાળુઓ ક્લ્યાણક ભૂમિની સ્પર્શના કરતાં થયાં.
જપયોગ : પૂજ્યપાદશ્રી સવારે વહેલા ઉઠીને જાપ કરતા. રોજ સવારે લગભગ ત્રણથી ચાર કલાક જાપ ચાલતો. સૂરિમંત્ર,નેમિનાથભગવાન તેમજ અન્ય અનેક મંત્રોના તેઓશ્રી જાપ કરતા. જાપ કર્યા સિવાય તેઓ કદી વિહાર પણ ન કરતા. એમનો વિહાર ઉનાળામાં પણ લગભગ સૂર્યોદય પછી જ થતો. ભલેને ૧૫ કિ.મી. નો વિહાર હોય, પણ જાપ કર્યા વગર વિહાર ન જ થતો. પૂજ્યશ્રીના સૂરિમંત્રથી મંત્રિત વાસક્ષેપમાં એવી તાકાત રહેતી કે જે સંકલ્પ સાથે સાધક પૂજ્યશ્રીના ચરણે વાસક્ષેપ નંખાવવા આવ્યો હોય, તે સંકલ્પ સિદ્ધ થયા વગર ન રહેતો.
તપયોગ : પૂજ્યશ્રી કેટલા ભીષ્મ તપસ્વી હતા એ તો આખો જૈન સંઘ જાગે છે. આ સ્મૃતિગ્રંથમાં પણ એનો વ્યવસ્થિત ઉલ્લેખ થયો છે. આયંબિલની ઓળી હોય કે દીર્ઘ ઉપવાસની તપશ્ચર્યા હોય..... પૂજ્યશ્રી માટે તપ એટલે જાણે સોપારીનો ટુકડો ન હોય? છેલ્લે છેલ્લે શ્રીસંઘની દર્દનાક સ્થિતિ જાણીને, જોઇને પૂજ્યશ્રીએ વર્ષો સુધી લગાતાર આયંબિલ કર્યા. જે વયમાં આરામ લેવાનો હોય એ વયમાં પૂજ્યશ્રીએ તપ માટે સખત પુરુષાર્થ કેળવ્યો હતો.
સંયમયોગ : સર્વયોગમાં શ્રેષ્ઠયોગ સંયમયોગ છે. જો જીવનમાં સંયમ ન હોય તો કરેલા ભીષ્મ તપ, ગણેલા જાપ અને ભાગેલું જ્ઞાન પગ નિષ્ફળ છે. પૂજ્યશ્રી સ્વ. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, પરમગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યને પામીને આ વાત બરાબર સમજતા હતા. તેથી જ પૂજ્યશ્રીની ઝીણામાં ઝીણી – નાનામાં નાની ક્રિયામાંથી સંયમની સુવાસ રેલાતી હતી.
Tenorary Rig