Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સૉક્ય માટે છેલ્લા ગ્લાસ સુધી તડપી રહેલા. ૦૦૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ધિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા
- પ.પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી Tfl મહાબ્રહ્મચારી, વિશુદ્ધ સંયમના ધારક, વિશાળગચ્છના અધિપતિ પૂજ્યપાદ સ્વર્ગસ્થઆચાર્યદેવ પ્રેસૂરીશ્વરજી મહાર સાહેબના અઠંગ સેવક !
તે પૂ. કૃપાળુના જીવનના સામુદાયિક તડકા-છાંયડાના સમયોમાં પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ ચોવીસકલાક ખડેપગે રહે એમની બધી સમસ્યાઓને તેઓશ્રી ઉકેલતા, પૂ.કૃપાળુને ખુબ ‘ નિરાંત ' આપતા. આ રીતે તેમણે પૂજ્યશ્રીની સેવા દીર્ધકાળ અને ખોબા ભરીને આશિષ મેળવ્યા !
પૂજ્યશ્રીના જીવનનો ઉત્તરાર્ધ તપોમય બની ગયો. અખંડપણે હજારો આયંબિલનો તપ કર્યો. એમાં તેમના હૈયે એક ક્વ ભભૂકી ઉઠી ! એ આગ હતી, શ્રી સંઘની અંદર એકતાના અભાવ અંગેની......... એ જ્વાળાએ હૈયામાં ઉગ્ર સ્વરૂપ પકડ્યું. તેમ આજીવન આયંબિલનો સંકલ્પ કર્યો. આયંબિલ પણ માત્ર ખાખરા અને ચણા જેવા બે ત્રણ લુખા દ્રવ્યોના કાયમ કરતા હતા.
અરે ! દિવ્યશકિતને ધરતી ઉપર અવતારવા માટેની એમની યોગીહઠ એકાએક ઉભી થઇ ! તિથિઅંગેના વિવાદને દૂર કરવા ૨ પણ એમણે કાયાને હોડમાં મૂકી દીધી !
હાય કમનશીબી ! કયાંય ધારણા મુજબ સફળતા ન મળી ! એ આઘાતથી કણસ્યા.... ખૂબ ખૂબ કણસતા રહ્યા....... અને ...... અને જિનશાસન જિનશાસન જિનશાસનની ચિંતાની ચિતા ઉપર ચડી ગયા !!! ગિરનારમાં તેમણે દેહ છોડ્યો !
ઓ કૃપાળુ આચાર્યદવ !
ભલે ! આપ દેવાત્માને આ ધરતી ઉપર અવતારી ન શક્યા પણ ! હવે જયારે આપ ખુદ જ દેવાત્મા બન્યા છો ! તો, મહાત્મામાં આપને પાત્રતા જણાય તેના દેહમાં અવતરણ કરીને તેના દ્વારા જિનશાસન સેવાની આપની અધૂરી રહી ગયે ભાવનાને આપ કાં પૂરી ન કરો ?
પધારો........ ઉતાવળે પધારો ...... નહિ તો બીજા પણ કેટલાય મહાત્માઓને આપના માર્ગે ઝંપલાવવું પડશે! કાંઇ વાંધો નહિ ! જિનશાસનની સેવા કાજે ભલે પ-૨૫ કુરબાનીઓ કરવી પડે ! આવો અણમોલ લાભ અમને કયાંથી મળે ? * મા
cation international