________________
પંડિત સુખલાલજી ગયેલા. એમણે પરદા ઉપર ચાલતું ચલચિત્ર જોયું નહોતું. માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી.
૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરશિમ, ઉમાશંકરભાઈ અને જયંતી દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતી દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું.
પંડિતજી ‘બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજમાં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં તેમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, “એક મિનિટ ઊભા રહો.”મને એમ કે કંઈ લેવાનું ભુલાઈ ગયું હશે; પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ આ રીતે નવકાર ગણો છો ?” તેમણે કહ્યું, “શ્રદ્ધા વગર આપણું જીવન ટકી જ ન શકે. બહારગામ જતાં કે કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉં છું.”
- પંડિતજીએ જ્યારે પોતાની તબિયત સારી હોવા છતાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છોડ્યું ત્યારે મેં એમને પૂછેલું, “આપે કેમ મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું માંડી વાળ્યું ?” એમણે એક જ શબ્દમાં ઉત્તર આપ્યો, ‘વયોધર્મ'. પંડિતજી કહેતા કે આપણાં લોકોમાં ઉંમર પ્રમાણે પોતાના ધર્મો બહુ ઓછા માણસો સમજે છે, ખાસ કરીને જાહેર જીવનમાં જે પ્રમાણે આપણી ઉંમર ચાલતી હોય તે પ્રમાણે આપણાં રસ અને પ્રવૃત્તિનાં ક્ષેત્ર બદલવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org