________________
પંડિત સુખલાલજી યુવક સંઘની પ્રવૃત્તિઓને અંગે પંડિતજીને મળવા જવાનું વારંવાર બનતું. એ અરસામાં એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં પંડિતજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવા મહાન પૂર્વાચાર્યોને સંભારવા માટે આનંદ વ્યક્ત કર્યો. વ્યાખ્યાન પછી એમણે મને “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર” સંસ્કૃતમાં વાંચી જવા ભલામણ કરેલી. એ પ્રસંગથી પંડિતજી સાથે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયેલું. આ સમય દરમિયાન પંડિતજી મુંબઈ છોડી કાયમને માટે અમદાવાદ જઈને વસ્યા હતા.
૧૯૫૫માં એક વર્ષને માટે અમદાવાદમાં શરૂ થતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરવાનું મારે માટે નક્કી થયું. એથી એ વર્ષ દરમિયાન અગવડો ઘણી પડી, છતાં મને સૌથી મોટો લાભ થયો હોય તો તે પંડિતજી અને પ. પૂ. પુણ્યવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનો અને તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનો. પંડિતજીના વત્સલ સ્વભાવનો ત્યારે ગાઢ પરિચય થયો.
અમદાવાદ પહોંચતાંની સાથે પંડિતજીને “સરિતકુંજમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો. પૂછ્યું, “કંઈ કામ હોય તો કહો.” પંડિતજીએ કહ્યું: સાંજે ફરવા જવું છે, તમને સમય હોય તો આવો.” હું સાંજે પંડિતજીને ફરવા લઈ ગયો. પછી તો રોજ સાંજે એમને ફરવા લઈ જવાનો કાર્યક્રમ નિશ્ચિત બની ગયો. જેમ જેમ સમય વધુ મળતો ગયો તેમ તેમ ફરવા જવાના કાર્યક્રમ ઉપરાંત કલાક-બે કલાક પંડિતજી પાસે બેસીને તેમને જે વાંચવું હોય તે વાંચવાનો કાર્યક્રમ પણ ચાલ્યો. રોજ સાંજે ઘણુંખરું તેઓ હળવું વાંચતા. છાપાંઓ, સામયિકો વગેરે જે આવ્યાં હોય તે એમણે ગોઠવીને રાખ્યાં હોય. એક પછી એક હું લેતો જાઉં. પ્રથમ શીર્ષક વાંચી સંભળાવું. જો એ વિષયનું લખાણ મારે વાંચવાનું હોય તો તેઓ વાંચવા માટે સૂચન કરતા. “જન્મભૂમિ', પ્રબુદ્ધ જીવન” અને “સંસ્કૃતિ' એ ત્રણ તેઓ વધારે વંચાવતા. એ સમયે પંડિતજી માટે વાંચેલાં પુસ્તકોમાંનાં બે વિશેષ યાદ છે. એક તો મહામહોપાધ્યાય કાણેનું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિશેનું અંગ્રેજી પુસ્તક. એ વાંચવા માટે સાથે અંગ્રેજી શબ્દકોશ લઈને બેસતો, કારણ કે પોતાને ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org