________________
૧
પંડિત સુખલાલજી
પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી એટલે વર્તમાન ભારતની એક મહાન દાર્શનિક પ્રતિભા. ૯૭ વર્ષની સુદીર્ઘ ઉંમરે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું.
પંડિતજીનું જીવન એટલે પુરુષાર્થની ભવ્ય ગાથા. સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરના તેઓ વતની. સોળ વર્ષની કિશોરવયે ઈ. સ. ૧૮૯૭માં ઉનાળાના દિવસોમાં તેમને શીતળા નીકળ્યા અને નેત્રજ્યોતિ વિલીન થઈ. અચાનક આવી પડેલા અંધત્વે એમને ચિંતાતુર બનાવી દીધા. કિશોરવયે તેઓ તરવરાટવાળા હતા, પરંતુ નેત્ર જતાં તેમની શારીરિક પ્રવૃત્તિ મંદ પડી ગઈ. પોતે ખૂબ મૂંઝવણ અનુભવવા લાગ્યા. જાણે જીવનનો રાહ બદલાઈ ગયો. શું કરવું તે સૂઝતું નહિ. એ નાનકડા ગામમાં બીજી પ્રવૃત્તિ તે શી હોઈ શકે ? ધર્મ અને એના ક્રિયાકાંડો તરફ લોકો વાળે અને પોતાને પણ વળવાનું મન થાય એ સ્વાભાવિક છે. પોતે જૈન. જૈન સાધુઓની અવરજવર ચાલુ હોય જ. પોતાના ગામમાં જૈન સાધુઓ આવે, તેમની પાસે જવું, ધાર્મિક અભ્યાસ કરવો અને ક્રિયાકાંડભરી ધર્મપ્રવૃત્તિ કરવી એ તરફ તેઓ દોરવાયા. જૈન સાધુઓ પાસે સમય પણ ઠીક ઠીક હોય અને અંતરમાં કરુણા પણ હોય. એટલે યોગ્ય પાત્ર જણાતાં તેને પ્રેરણા અને માર્ગદર્શન સહજ રીતે આપે. પંડિતજી વખતોવખત જુદા જુદા જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા અને એને પરિણામે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવા માટે જરૂરી એવો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ ક૨વાની તાલાવેલી તેમને લાગી. પોતે અંધ હતા એટલે બીજી પ્રવૃત્તિ તો ખાસ રહી નહિ. તેથી મળેલા સમયમાં જે કંઈ જાણવા મળે તે ચિત્તમાં ગ્રહણ કરી લેતા અને તેનું વારંવાર સ્મરણ–રટણ કરતા. એક જૈન સાધુ પાસેથી ‘રઘુવંશ’ની નકલ આઠ દિવસ માટે મળી તો તેટલા દિવસમાં તેમણે ‘રઘુવંશ’ના દસ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા.
Jain Education International
સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેની તેમની ભૂખ એ નાનકડા ગામમાં સંતોષાય તેમ નહોતી. તેઓ તે માટે કાશી વિદ્યાભ્યાસ કરવા ગયા. કાશીમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org