________________
વંદનીય હૃદયસ્પર્શ ન હોય તેવો એક પણ અંગ્રેજી શબ્દ પંડિતજી ચૂકવા ન દેતા. અંગ્રેજી ભાષાનો પોતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હોવા છતાં, એ ભાષાની તેઓ કેવી સારી જાણકારી ધરાવે છે તેની તે સમયે પ્રતીતિ થતી. બીજું પુસ્તક તે ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા. તે સમયે નવું જ બહાર પડેલું તે પુસ્તક હતું. એ પુસ્તકમાં આઝાદીની લડતના અને ગાંધીજી સાથેના કેટલાયે જાહેર અને અંગત પ્રસંગોનું તેમજ ઇંદુલાલના પોતાના અંગત જીવનના એકરારભર્યા કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તે વાંચતાં પંડિતજી કેટલીયે વાર અસ્વસ્થ થઈ જતા, આંખમાંથી આંસુ ટપકતાં. કોઈ વાર ગળગળા થઈ જતા અને કહેતા કે, “બસ, હમણાં હવે વાંચવાનું બંધ રાખો.”
રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સર અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જયારે ગંભીર વાંચન ચાલતું હોય તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી મને આગળ વાંચવાની સૂચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ.
પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ મકાનમાં વસવાટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને
ત્યાં બેસવા-ઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ, બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણાભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોઈ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા.
એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અને પંડિતજી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org