________________
અહીં ત્રણવીકાર કરું છું.
છે. ભાયાણીની મદદ વગદ આ ગ્રંથ કદાચ તૈયાર થયો જ ન હેત. એટલે બધે શ્રમ અને સમય એમણે એની પાછળ આપ્યા છે. અને ગ્રંથ. છપાવા માંડે ત્યારે હું પ્રફ જોઈ શકું એમ ન રહેતાં, અંતિમ પ્રફ જોવાનું પણ એમણે સ્વેચ્છાએ ઉપાડી લીધું અને તે પાર ઉતાર્યું. ઉપરાંત, પિતાની અનેકવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી પ્રસ્તાવના પણ લખી આપી. આ બધાને આભાર શી રીતે માની શકાય? એટલે એ મિથ્યા પ્રયત્ન કરતા નથી.
ડ. વી. એમ. કુલકર્ણીએ આ કામમાં રસ થઈ અવારનવાર સલાહ. સૂચન આપ્યાં છે તે માટે હું તેમને પણ આભારી છું. - આ અનુવાદને પહેલે ઉમેષ અને બીજા ઉન્મેષને શરૂઆતને ભાગ ત્રમાસિક “વિવેચનમાં પ્રગટ થયા હતા તેની હું સાભાર તૈોંધ લઉં છું. એ જ રીતે, આ ગ્રંથની સૂચિઓમાં અધ્યાપક શ્રી વિજય પંડયાએ કરેલી મદને પણ મારે સાભાર ઉલેખ કરવો જોઈએ. અંતે, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીને પણ આભાર માનું છું.
આ ગ્રંથની સાથે મારે હાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ચાર પ્રધાન આચાર્યોને કાવ્યવિચાર ગુજરાતીમાં રજૂ થઈ શકયો એને મને એક પ્રકારનો સારિક આનંદ છે. આશા રાખું છું કે આ પ્રયત્ન પણ કાવ્યજિજ્ઞાસુઓને ઉપયોગી થઈ પડશે. ૨૧, સરદાર પટેલ નગર અમદાવાદ-૬
નગીનદાસ પારેખ... રામનવમી : ૨૬-૩-૮૮