________________
નિવેદન
ધ્વન્યાલાક' પછી હું ‘વક્રોક્તિજીવિત'નું કામ શરૂ કરવાનું વિચારતા હતા પણ સ્વ. મુ. શ્રી રસિકલાલ પરીખની ઇચ્છાને માન આપી વચ્ચે “કાવ્યપ્રકાશ'નું કામ પતાવ્યું. એ પછી વક્રોક્તિજીવિત'ના કામની શરૂઆત ૧૪-૧૧-૮૨ દિવાળીના દિવસે થઈ પણ ૨૬-૧૧-૮૨થી કામ બંધ રહ્યું અને ફરી ૩–૧૯૮૩થી શરૂ થયું. ૧૪-૨-૮૩ એ પહેલા અને ૪-૩-૮૬ એ બીજો ઉન્મેષ પૂરા થયા. ૨૧-૩-૮૩થી કામ ફરી બંધ પડયું. દરમ્યાન • હું લખેલા ભાગ ડી. ભાયાણી સાથે વાંચી ગયેા. ફરી ૬-૯-૮૩થી લેખન ચાલુ થયું અને ૧૨-૧૦-૮૩ના રાજ ત્રીજો અને ૨૮-૧૦-૮૩ના રાજ ચેાથેા ઉન્મેષ પૂરા થયા. આમ, વચમાં કામ બંધ રહ્યું. તે ગાળા ખાદ કરતાં કુલ સાત મહિને કામ પૂરું થયું. એ પછી ત્રીજે અને ચાથા ઉન્મેષ પણ હું ડૉ. ભાયાણી સાથે વાંચી ગયા.
-
આ પહેલાંના મારા છે. ગ્રંથે — ધ્વન્યાલાક – આત દવ ના ધ્વનિવિચાર' અને ‘કાવ્યપ્રકાશ – મમ્મટના કાવ્યવિચાર' — ની પેઠે આ ગ્રંથમાં પણ મારા પ્રધાન આશય કુ તકના કાવ્યવિયાર ગુજરાતી વાયા સમક્ષ રજૂ કરવાના છે અને તેથી અનુવાદ કરવામાં મે કેટલીક વાર કારિકાના અનુવાદમાં વૃત્તિના ભાગ સમાવી દીધા છે, અને કયાંક સમજૂતી પણ દાખલ કરી છે, પણુ મૂળ જોનાર એ તરત તારવી શકે એવું છે. વળી, કારિકા, વૃત્તિ અને વિવરણ ત્રણે માટે જુદા જુદા ટાઇપની વ્યવસ્થા કરી છે એટલે એ ભાગા જુદા તા પડે જ છે, પણ લખાણ સળંગ વાંચી શકાય એવું રહે એની કાળજી રાખી છે.
આ ગ્રંથ માટે મેં ડૉ. કૃષ્ણમૂર્તિ સંપાદિત પાઠ જ સ્વીકારી લીધે છે; જોકે એમાં કેટલેક સ્થળે ફેરફાર કર્યાં છે અને તેની યાદી અલગ આપી છે. કૃષ્ણમૂર્તિ સોંપાદિત પાર્ક આ ગ્રંથ માટે વાપરવાની પરવાનગી આપવા માટે હું કર્ણાટક યુનિવર્સિટીના આભારી છું.
ડૉ. કૃષ્ણમૂર્તિના ગ્રંથ ઉપરાંત મેં આચાય વિશ્વેશ્વર સ`પાર્જિત હિંદી ‘વક્રોક્તિજીવિત'ના તેમ જ ચૌખંબા ગ્રંથમાળાના શ્રી રાધેશ્યામ શર્મા સ`પાતિ વક્રોક્તિજીવતિ'ને પણ મારી સમજ માટે ઉપયોગ કર્યાં છે. એ જ રીતે ડા. દાસગુપ્તના લેખની પશુ મદદ લીધી છે. એ સૌ વિદ્યાના