Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાથ
સહિત વૈરાગ્યશતક ]
૧૧.
છે, એવા અભિપ્રાયથી કવિએ માહને ઝાડની જેવા કહ્યો છે. એવા મેહ રૂપી ઝાડને છેદવામાં કોઇ પણ સમર્થ હોય તા એક આ ચાગના અભ્યાસ રૂપી કુહાડા જ છે. જેમ કુહાડા વૃક્ષ આદિ વસ્તુઓને મૂળમાંથી ઉખેડી નાખે છે તેમ મેહુના મૂળમાંથી નાશ કરવાને સમ્યગ્દ નાદિ ત્રણની વારવાર આરાધના કરવી જ જોઈએ, એવા આશયથી યાગાભ્યાસને કુહાડાની ઉપમા આપી છે.
તથા જેમ વિધિ પૂર્વક સાધેલા મંત્રથી તાવ ઉતરી જાય છે, પરન્તુ વિધિની સાધના કર્યા વિના સાધેલા મંત્રથી તાવ ન જ ઉતરી શકે ( એ ભાવ મન્ત્ર શબ્દની વ્હેલાં મૂકેલા ( લિન્દૂ શબ્દથી જાણી શકાય છે) તેવી રીતેયાગી મહાત્માએ સચમ રૂપી સિદ્ધ મંત્રથી કામ રૂપી તાવને ( વિષયવાસના અથવા ભેગ તૃષ્ડાને ) ઉતારી નાખે છે. આથી સાબીત થાય છે કે–ભાગ તૃષ્ણાનેા અથવા વિષયવાસનાનેા ઉપદ્રવ દૂર કરવાને સયમ એ જ અપૂર્વ સાધન છે. વળી ગ્રન્થકારના ખીજો આશય એ પણ જાણી શકાય છે કે ઇષ્ટ સિદ્ધિનાં અનેક સાધનામાં સંયમ એ મુખ્ય સાધન છે, તેની વારંવાર નિર્મળ આરાધના કરવાથી તે સિદ્ધમત્રના જેવું કામ કરે છે. માટે જ સયમને સિદ્ધમત્રની ઉપમા આપી છે. જેમ ઘણા સખ્ત તાવવાળા માણુસ પેાતાની પૂર્વ સ્થિતિને ભૂલી જઇને વિચારના ભાષાનેા ને ક્રિયાના ( મન વચન કાયાની પ્રવૃત્તિના ) કાબુ ગુમાવી બેસે છે, તેવી રીતે કામી પુરૂષ પણ વિચાર વાણી અને ક્રિયાના કાબુ ગુમાવી બેસે છે. તેથી આ વિચાર વ્યાજબી છે કે ગેરવ્યાજષી ? હું બેલું છું તે યાગ્ય છે કે અયેાગ્ય ? હું જે ક ંઇ કરૂં છુંતે વ્યાજખી