________________
અધ્યાય-૫
ઉપક્રમ...
દશ પૂર્વધર વાચકવર્ય પૂ. ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થ સૂત્રની અંતિમ સંબંધ કારિકામાં જણાવે છે કે–મોક્ષના ઉપદેશ સિવાય બીજો કોઈ પણ ઉપદેશ હિતોપદેશ નથી.
नर्ते च मोक्षमार्गाद् हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिदमेवे-ति, मोक्षमार्ग પ્રવક્ષ્યામિ ||રૂશા
અને તેથી જ તેઓ મોક્ષમાર્ગનો ઉપદેશ આ તત્ત્વાર્થ સૂત્ર દ્વારા કરી રહ્યા છે. મહાન મોક્ષમાર્ગ સૂત્ર.
કેટલાક લોકો તત્ત્વાર્થ સૂત્રને મોક્ષમાર્ગ સૂત્ર તરીકે આલેખે છે. તત્ત્વાર્થના “સી-ટર્શનજ્ઞાન-વારિત્રાણ-પોક્ષમ: આ પહેલા સૂત્રને મહાન ગ્રંથકારો સકળ આગમનું ઉપનિષદ્ “રહસ્ય' કહે છે. તત્ત્વાર્થ સૂત્રની આ મહાનતા અને વિશેષતાના દર્શનથી મોક્ષમાર્ગના રસિયાજીવો આ ગ્રંથનું અધ્યયન કરતાં સ્થાન સ્થાન પર વધતા જાય છે. આગળના ચાર અધ્યાયોમાં જીવનું નિરૂપણ
આ પ્રથમ સૂત્ર એક મહાન ઉદેશ સૂત્ર છે. સમસ્ત તત્ત્વાર્થ સૂત્રની રચનાને આ સૂત્ર સાથે શૃંખલાબદ્ધતા છે. પહેલા સૂત્રમાં ઉચ્ચારેલ “સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રાણિ...'ની વ્યાખ્યા બીજા સૂત્રમાં આવે છે. “તત્વાર્થ-શ્રદ્ધાને સી-ઈનમ્' તત્ત્વોની અર્થ વડે શ્રદ્ધા...પણ શિષ્યને પ્રશ્ન થાય છે કે તત્ત્વો કયાં..? એટલે ગીવ-અનીવ-ગઢવ-વંધ-સંવર-નિર્જરા મોક્ષાતત્ત્વમ્' કહી પૂ. ઉમાસ્વાતિ મ. શિષ્યની શંકાનું નિવારણ કરતાં એક બીજા ઉદ્દેશ સૂત્રની રચના કરે છે.
આ સૂત્રમાં બતાવેલ જીવ તત્ત્વનો પરિચય બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં પરિપૂર્ણરૂપે અપાય છે.
જીવના પાંચ ભાવો. જીવનું લક્ષણ ઉપયોગ, ઉપયોગના ભેદો, જીવની નવ પ્રકારની યોનિઓ, જીવના પાંચ શરીરો. જીવની પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો આ બધું વર્ણન બીજા