________________
૧૫
સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઈ–સંકલન પ્રગટે છે, તેમ પૂર્ણ ગુણરૂપ મુક્તિ પણ ગુણ વગર પ્રગટ થઈ શકે. તેનું નિરાકરણ કરતાં ગાથા-૧૦૭ થી ૧૦૯ માં બતાવેલ છે કે, પહેલો ગુણ ભવસ્થિતિના પરિપાકથી થાય છે, અને બીજા ગુણો, પ્રથમ ગુણથી બીજો ગુણ. બીજા ગુણથી ત્રીજો ગુણ, એમ કરતાં કરતાં પૂર્ણ ગુણની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રથમ ગુણની પ્રાપ્તિ થયા પછી ઉત્તર ઉત્તર ગુણમાં ઉદ્યમ કરવાથી ઉત્તર ઉત્તર ગુણ પ્રગટે છે, અને પરિપૂર્ણ ગુણો પ્રગટ થતાં મોક્ષ થાય છે. માટે મોક્ષનો ઉપાય ગુણની પ્રાપ્તિ છે અને ગુણની પ્રાપ્તિ ઉદ્યમથી જ થાય છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે, ભરતાદિક આરિસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા, તેથી સંયમમાં ઉદ્યમ કરવાથી મોક્ષ થતો નથી; તેનું નિરાકરણ કરતાં ગાથા-૧૧૦ માં કહેલ છે કે, ભરતાદિક મોક્ષને પામ્યા તે છીંડીપથ=ઉત્પથ=વિષમ માર્ગ છે, રાજમાર્ગ નથી, તેથી ઉત્પથમાં જતાં કોઈક ભરતાદિક જેવા મોક્ષમાં પહોંચી ગયા, પરંતુ મોક્ષમાં જવાનો રાજમાર્ગ તો ક્રિયા જ છે.
વળી, મોક્ષ અનુપાયવાદીએ કહેલ કે, જે કાળે મોક્ષ થવાનો છે, તે કાળે જ નિયત મોક્ષ થશે; તપ-ક્રિયાનાં કષ્ટ તો કર્મના નિમિત્તે થાય છે. તેનું નિરાકરણ કરતાં ગાથા-૧૧૧ માં બતાવેલ છે કે, જાણીને કષ્ટો સહન કરવાથી ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય છે, અને તેથી જ નિ:સ્પૃહતાગુણ પ્રગટે છે અને તે નિઃસ્પૃહતાની બુદ્ધિથી જ ક્રમે કરીને મોક્ષ પ્રગટે છે.
વળી, તેની જ પુષ્ટિ કરતાં ગાથા-૧૧૨ માં કહેલ છે કે, જે જીવનાં ઘણાં કર્મો હોય છે તેને ઘણો ઉદ્યમ કરવાથી નિઃસ્પૃહતા આદિ ગુણો પ્રગટે છે, અને જે જીવનાં અલ્પ કર્મો હોય છે તેને અલ્પ શ્રમ કરવાથી નિઃસ્પૃહતા આદિ ગુણો પ્રગટે છે. પરંતુ મોક્ષનો ઉપાય તો નિ:સ્પૃહતા આદિ ગુણો પ્રગટ થવા તે જ છે.
વળી, તે કથનને જ દઢ કરવા માટે ગાથા-૧૧૩ માં કહેલ છે કે, જેમ દંડાદિથી જ ઘટ થાય છે, તેમ રત્નત્રયીથી જ મોક્ષ થાય છે. ફક્ત જેમ માટીવિશેષ હોય તો ઘટવિશેષ થાય, તેમ ઉપાદાનની વિશેષતાથી તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ આદિ ભેદો પડે છે.
વળી, કેટલાક વ્રતમાં પ્રવૃત્તિ કરવા છતાં મોક્ષરૂપ ફળ પામતા નથી, તેનું કારણ વિઘટક સામગ્રી છે. જેમ - ખેતી કરવાથી ધાન્ય નીપજે; પરંતુ વરસાદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org