________________
93
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ-સંકલના અનંતકાળમાં સંસાર ખાલી થઈ જશે, એનું નિરાકરણ કરતાં ગાથા-૯૧/૯૨ માં બતાવેલ છે કે, કાળ કરતાં પણ જીવો અનંતગુણા છે. તેથી જીવોની સંખ્યા અનંતાનંત હોવાથી સંસાર ખાલી થવાની આપત્તિ ભગવાનના શાસનમાં આવતી નથી.
વળી, પૂર્વપક્ષીએ આત્માને વ્યાપક કહીને મોક્ષગમનનો અસંભવ છે, તેમ બતાવ્યું. તેનું નિરાકરણ કરતાં ગાથા-૯૩ માં આત્મા શરીરપ્રમાણ છે, વ્યાપક નથી, તે વાત યુક્તિથી સ્થાપન કરેલ છે. અને સાધના કરીને આત્મા સિદ્ધશિલા ઉપર જઈને રહે છે, એ વાત ગાથા-૯૪ માં બતાવેલ છે. અને એક ઠેકાણે અનંતા સિદ્ધો હોવા છતાં પરસ્પર વ્યાઘાત વગર સુખેથી તેઓ રહી શકે છે, એ વાત ગાથા-૯૫ માં બતાવેલ છે.
વળી, મોક્ષ નહિ માનનાર પક્ષે શંકા કરેલ કે પહેલાં સંસાર કે પહેલાં મોક્ષ ? તેનું સમાધાન કરતાં બતાવેલ છે કે સંસાર અને નિર્વાણનો ક્રમયોગ શાશ્વત છે, અને શાસ્વતભાવમાં તેવો પ્રશ્ન થાય નહિ કે પહેલાં કોણ? એ વાત અનુભવ અને દષ્ટાંતથી ગાથા-૯૬ માં બતાવેલ છે.
ગાથા-૯૭ માં મોક્ષ નહિ માનનાર મતના નિરાકરણનું નિગમન કરતાં બતાવેલ છે કે, મોક્ષની ઈચ્છા એ પણ મોટો યોગ છે, કે જેનાથી ભાવિમાં અમૃતક્રિયાની પ્રાપ્તિ થાય છે; જેના ફળરૂપે અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ રીતે સમ્યક્તનું પાંચમું સ્થાન “મોક્ષ છે" એ બતાવીને “મોક્ષનો ઉપાય છે” એ રૂ૫ સમ્યક્તના છઠ્ઠા સ્થાનને બતાવવા માટે પ્રથમ મોક્ષ સ્વીકારીને પણ મોક્ષનો ઉપાય નથી, તેમ માનનાર મતની યુક્તિ ગાથા-૯૮ માં બતાવેલ છે.
મોક્ષ અનુપાયવાદી કહે છે કે, જે રીતે કાર્ય થવાનું સર્જાયેલું હોય તે રીતે હંમેશાં કાર્ય થાય છે, તેથી ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તેમાં ફેરફાર થશે નહિ; માટે જે જીવનો જ્યારે મોક્ષ થવાનો છે ત્યારે જ થશે. આપણા પ્રયત્નથી ફેરફાર થશે નહિ, માટે મોક્ષનો ઉપાય નથી.
વળી, મોક્ષનો ઉપાય નથી, તેનું સમર્થન કરતાં પૂર્વપક્ષી ગાથા-૯૯ માં કહે છે કે, તમે મોક્ષના ઉપાયરૂપે રત્નત્રયી કહો છો, જે ગુણસ્વરૂપ છે. તેથી ગુણમાં યત્ન કરવાથી મોક્ષ થાય છે, તેમ કહો છો; પરંતુ અનાદિથી નિર્ગુણી એવા આત્માને પ્રથમ ગુણ, વગર ગુણે પ્રગટ થયો તો પૂર્ણગુણરૂપ મોક્ષ પણ રત્નત્રયીરૂપ ગુણ વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org