________________
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સ્વર્ગવાસી થયેલા) શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા બનાવાયેલી ૧૪૨ ગાથાની આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ આ જ છ સ્થાનો ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે સમજાવવામાં આવ્યાં છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સાહેબ દ્વારા બનાવાયેલા ગ્રન્થોનો આધાર લઈને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી આ ગ્રન્થોના ઊંડા અભ્યાસી બનેલા હોવાથી “લઘુ હરિભદ્રસૂરિજી” આવા નામે જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓશ્રી દ્વારા ચોપાઈના રાગમાં આ જ છ સ્થાનોનું ઘણું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ગાથા૧૨૪ છે. તેઓશ્રીએ પોતે જ આ ચોપાઈના અર્થને સમજાવવા માટે સરળ ગુજરાતી ભાષામાં તેનો બાલાવબોધ પણ લખ્યો છે જે અહીં લેવામાં આવશે. તે બાલાવબોધને દબો પણ કહેવાય છે. હવે આપણે ચોખ્ખાઈ ચાલુ કરીએ. શ્રી વીતરાગ પ્રણમી કરી, સમરી સરસતી માત ! કહીષ્ણુ ભવિ-હિત કારણિ, સમકિતના અવદાલ III
ગાથાર્થ :- શ્રી વીતરાગ પરમાત્માને ભાવથી નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને ભવ્યજીવોના હિતને કરનારું સમ્યકત્વનું ચરિત્ર (વર્ણન) અમે કરીશું. /all
બાલાવબોધ :- “ગર્વત” હિત વરિત્ર આશા
ભાવાર્થ - પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ ગ્રંથ બનાવીને તેમાં છ સ્થાન સમજાવવા સ્વરૂપે સમ્યકત્વનું ચરિત્ર અર્થાત્ સમ્યકત્વનું સવિશેષ વર્ણન સમજાવે છે. ગ્રન્થના પ્રારંભમાં વિદનોના વિનાશ માટે પરમાત્મા શ્રી વીતરાગપ્રભુને નમસ્કાર કરવા રૂપે અડધી ગાથામાં મંગળાચરણ છે અને પાછલી અડધી ગાથામાં વિષયનિર્દેશ છે. સંબંધ અધ્યાહરથી સમજી લેવો અને પ્રયોજન “ભવિહિતકારણિ” પદમાં ગર્ભિત રીતે કહેલું છે. આમ મંગલાચરણ આદિ અનુબંધચતુષ્ટય જાણવું.