________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ૬૭ બોલમાં છેલ્લા ૬ સ્થાનરૂપે જે બોલ સમજાવ્યાં છે. તે જ આ ૬ સ્થાનો છે તેને જ અહીં વિસ્તારથી સમજાવવામાં આવે છે.
આ છએ સ્થાનો સાપેક્ષપણે જગતમાં છે અને જેમ છે તેમ જો સ્વીકારાય તો આ સમ્યક્ત્વનાં સ્થાન બને છે, પરંતુ એકાન્તે સ્વીકારાય અથવા આ છ સ્થાનો નથી એમ એકાન્તે સ્વીકારાય (નિષેધ કરાય) તો મિથ્યાત્વનાં સ્થાન બને છે. જગતમાં રહેલા અનેક મત-મતાન્તરો આ છ સ્થાનોને એકાન્તરૂપે સ્વીકાર કરવાથી અથવા એકાન્તરૂપે નિષેધ કરવાથી જ બનેલા છે. જો તે સ્વરૂપને સાપેક્ષપણે સમજવામાં આવે તો તે દૃષ્ટિને સમ્યગ્-સાચી દષ્ટિ કહેવાય છે.
(૪) આત્મા કર્મોનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાયો પણ છે આ છ સ્થાનો છે. આ છએ પ્રકારના વિચારોને એકાન્તે છે જ” રૂપે અથવા એકાન્તે “નથી જ” રૂપે વિચારાય તો તે મિથ્યાત્વ બને છે. કારણ કે જગતમાં તે પદાર્થ તેવા નથી. પરંતુ સાપેક્ષપણે જો સ્વીકારાય તો તે જ યથાર્થવાદરૂપ બનવાથી સમ્યક્ત્વ સ્વરૂપ બને છે. કારણ કે જગતમાં તે તત્ત્વો વાસ્તવિકપણે સાપેક્ષપણે જેવાં જ્ઞાનીઓએ કહ્યાં છે તે તત્ત્વો તેવાં છે.
(૧) આત્મા છે
(૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે
જૈનદર્શન વિના જે કોઈ દર્શનશાસ્ત્રો છે. તે તમામ દર્શનશાસ્ત્રો ઉપરોક્ત માન્યતાઓને એકાન્તે સ્વીકારનાર અથવા એકાન્તે નિષેધ કરનાર હોવાથી મિથ્યાત્વી છે જે યથાસ્થાને સમજાવાશે. પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રીએ સન્મતિતર્ક નામના ગ્રંથમાં ત્રીજા કાણ્ડમાં ગાથા ૫૪-૫૫ માં કહ્યું છે કે -
સ્થિ, ૫ બિષ્નો, ૫ પારૂ, જ્યં ણ વેવરૂ, સ્થિ ળવાળું । णत्थि ण मोक्खोवाओ, छ मिच्छत्तस्स ठाणाई ॥३-५४॥