Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
દશવિધ સામાચારીનું લક્ષણ
[૭
अथ निश्चयनयत इति कथ१ व्यवहारनयेनापि तदाश्रयणात् इति चेत् ? न, उपसर्जनतयैव तेन तदाश्रयणात् , मुख्यतया तु व्यवहारक्षमस्येच्छाकारादिप्रयोगस्यैव तथात्वेनाभ्युपगमात् । न चेतरविषयतामात्रेण निश्चयविषयतातिक्रमः, तस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात् , यदभिहितं भगवता भाष्यकारेण-१ सम्वणया भावमिच्छंति' इत्यन्यत्र विस्तरः । अथेच्छाकारादिकं न तल्लिङ्ग, मातृस्थानादितोऽपि तत्संभवात् , न च भावपूर्वकमिच्छाकारादिकं तथा, भावस्य सामाचारीपर्यवसायित्वेन विशेषणग्रहं विना विशिष्टहेतोरग्रहेऽन्योन्याश्रयादिति चेत् १ न, દથવઠ્ઠરત્તા એમ બે શબ્દોને પંચમી વિભક્તિ લગાડેલી છે, તેથી “નિશ્ચયનયને આશ્રીને એ અર્થ ફલિત થયો. તાત્પર્ય, નિશ્ચયનયના આધારે વિચારીએ તે ઈચ્છાકારાદિ લિંગથી અનુમાન કરાત અને વિચિત્ર એવા ચારિત્રાવરણ કર્મના ક્ષયે પશમાદિથી પ્રકટ થએલ પરિણામવિશેષ સામાચારી છે. આમ ઈચ્છાકારાદિને સામાચારીના લિંગભૂત જ કહ્યા હોવાથી, (લક્ષણ રૂપે કહ્યા ન હોવાથી) ઇચ્છાકારાદિની ગેરહાજરીમાં પણ પરિણામરૂપ સામાચારી હોવામાં કઈ અસંગતિ રહેતી નથી. કારણ કે લિંગ વિના પણ લિંગી રહી શકે છે, જેમકે (૧) લોખંડના ધગધગતા ગોળીમાં ધૂમ ન હોવા છતાં અગ્નિ હોય છે. અથવા (૨) ઉપશમાદિ લિંગ ન હોવા છતાં તેના લિંગી સમ્યફવાદિ શ્રેણિકાદિમાં હાજર હતા.
શંકા - વ્યવહાર નય પણ આવા પરિણામને સામાચારી માટે જ છે, તો તમે નિશ્ચયનયને આશ્રીને એમ કેમ કહો છો?
સમાધાનઃ- તમારી શંકા યુક્ત નથી, કેમકે નિશ્ચયનયના વિષયભૂત આત્મપરિણામને તે એ ગૌણરૂપે જ સામાચારી માને છે. મુખ્યરૂપે તે વ્યવહારસમર્થ ઈચ્છાકારાદિ શબ્દ પ્રયોગને જ સામાચારી તરીકે સ્વીકારે છે. વળી આ રીતે આત્મપરિણામ સ્વરૂપ સામાચારી વ્યવહારને ગૌણ વિષય બનતે હવા માત્રથી કંઈ એમાંથી નિશ્ચયની વિષયતા ચાલી જતી નથી. કેમકે નિશ્ચયનયની વિષયતા સકલનય વિષયતાને વ્યાપ્ય છે. અર્થાત્ જે જે નિશ્ચયનયને વિષય હોય તે તે શેષનને પણ વિષય હોય જ છે. તેથી આત્મપરિણામમાં વ્યવહારનયની વિષયતા હોવા છતાં નિશ્ચયનયની વિષયતા પણ અબાધિત જ છે. ભાષ્યકાર ભગવાન્ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે પણ કહ્યું છે કે “સર્વન ભાવને (નિશ્ચયનયના વિષયને) પોતાના વિષય તરીકે સ્વીકારે છે. આ બાબતનો વિસ્તાર અન્યત્ર કરેલ છે.
શંકા-ઈચ્છાકારાદિ શબ્દપ્રયાગને આત્મ પરિણાત્મક સામાચારીનું લિંગ માનવ ચોગ્ય નથી, કારણકે તેવા પરિણામની ગેરહાજરીમાં પણ માયા વગેરેથી તેવો શબ્દપ્રયાગ સંભવિત હોઈ તે અનેકાન્તિક છે. “અમે શબ્દપ્રયોગ માત્રને લિંગ નથી કહેતાં, કિન્ત ભાવપૂર્વકના શબ્દ પ્રયોગને લિંગ કહીએ છીએ. જે વ્યભિચારદોષદુષ્ટ નથી” એવું પણ કહેવું નહિ કેમકે એમાં અન્યાશ્રય દેવ છે. તે આ રીતે–ભાવપૂર્વક શબ્દપ્રયોગ” સ્વરૂપ લિંગમાં ભાવ તાદશ આત્મપરિણામ વિશેષાત્મક હેઈ સામાચારી રૂ૫ જે ૧. સર્વનયા માવમિતિ |