Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૧૧૬]
સામાચારી પ્રકરણ-પ્રશસ્તિ
| રથ પ્રરાન્તિ : || सप्ताम्भोधितटीनटीहतरिपुस्त्रीनेत्रनीरद्रवत् - तद्वक्षोजतटीपटीरपटलीशोषिप्रतापोष्मणः । येषां कीर्तिरकब्बरक्षितिपतेर्नृत्यं पुरो निर्ममे, श्रीमन्तः स्म जयन्ति हीरविजयास्ते सूरिपञ्चाननाः ॥१॥ वादाम्भोधिरशोषि पोषितदृढस्याद्वादवाचां महान् येषां वाडवतेजसापि न जगद्विख्यातविद्याभृताम् । श्रीहीरप्रभुपट्टनन्दनवनप्रत्यक्षकल्पद्रुमाः सूरिश्रीविजयादिसेनगुरवो रेजुर्जगद्वन्दिताः ।।२।। वृद्धं चारुमरुत्प्रसंगवशतश्चैित्र ययौ यत्तेपस्तेजः कैल्मशकक्षदाहपटुतामांचाम्लनीरैरपि । सूरिश्रीविजयादिदेवगुरवो राजन्ति ते सत्तदाम्नायन्यायनिधानमानसलसद्ध्यानप्रधानप्रथाः ॥३।। आदत्ते न कुमारपालतुलनां किं धर्मकर्मोत्सवै
यच्चातुर्यचमत्कृतः प्रतिदिन श्रीचित्रकूटेश्वरः । અહી યશ એટલે પાંડિત્ય વગેરેની પ્રસિદ્ધિ અને વિજય એટલે બધા કરતાં ચઢિયાતાપણું. જેમ અજરામરપણું પામવા માટે કરાતી અમૃતપાનની ક્રિયામાં વચ્ચે તાપની શાંતિ વગેરે અવશ્ય થઈ જ જાય છે તેમ સમ્યક્ત્વ માટે ભગવાનના ગુણગાનની પ્રવૃત્તિ કરવામાં વચ્ચે ઐહિક સુખ તો અવશ્ય પ્રાપ્ત થઈ જ જાય છે. અહીં યશોવિજય’ શબ્દથી ગ્રન્થકારે સ્વનામ પ્રકટ કર્યું છે. જે ૧૦૧ છે.
[ પ્રશસ્તિ ] જેના પ્રતાપની ગરમી, હણુએલા શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી ભીનું થએલ જે તેઓના સ્તન પર રહેલ વસ્ત્રપટલ તે વસ્ત્રપટલને સૂકાવનાર છે તેવા અકબર રાજાની આગળ સાત સમુદ્રના કિનારા પર નૃત્ય કરનાર નટી જેવી જેમની કીર્તિએ, નૃત્ય કર્યું તે સૂરિસિંહ શ્રી હીરવિજયસૂરિ મહારાજ વિશ્વમાં જય પામી ગયા
જગવિખ્યાત પંડિતના વડવાનલથી પણ, પુષ્ટ અને દઢ સ્યાદવાદ યુક્ત વાણી વાળા એવા જેઓને વાદસમુદ્ર સૂકાય નહિ તે, શ્રી હીરસૂરિ મહારાજની પાટ રૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન અને આખા જગતથી વંદાએલા એવા ગુરુ શ્રી વિજયસેનસૂરિ મહારાજ શેલ્યા. મે ૨
સુંદર પવનસંગના કારણે (સુંદર દેવતાઓએ કરેલ પ્રકૃષ્ટ સંગના કારણે) વધેલ જેઓના તપનું તેજ (અગ્નિ) આયંબિલરૂપ પાણીથી પણ કમસમૂહને દાહ કરવામાં કુશળ બન્યું તે, તેઓની (શ્રી સેનસૂરિ મહારાજની) પરંપરામાં ન્યાયના નિધાનભૂત એવા મનમાં વિલસતા ધ્યાનથી મુખ્ય પ્રસિદ્ધિ છે જેઓની એવા ગુરુ શ્રી વિજયદેવસૂરિ મહારાજ જગમાં શેભે છે. ૩