Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૧૩૦
આરાધક-વિરાધક ચતુર્ભગી શ્લોક-૩
नादीनां लेशतोऽप्यभावेन देशविरतिसर्पविरत्योरुभयोरप्राप्त्या युगपद्विराधकानां चरकपरिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावप्रसङ्गः, न वाऽनुपात्तचारित्रत्वेन संयमविराधकस्य श्रावकमात्रस्य सौधर्मादूर्ध्वमुपपाताभावप्रसङ्गः, न वाऽनुपात्तसंयमत्वेन संयमविराधनाभ्युपगमे निश्चयतो ज्ञानदर्शनयोरपि विरानाध्रौव्यात् श्रेणिकादीनां तीर्थकरनामनिकाचनं तीर्थकरतया प्रत्यायातिश्च न स्यात् , जिनाज्ञाऽऽराधकानामेव तीर्थकरतयोत्पत्तः, नापि गृहे वसतां तीर्थकृदादिचरमशरीराणामपि प्रतिसमयं ज्ञानादिविराधकत्वापत्त्याऽत्यन्तमासमञ्जस्य, * विशेषाप्राप्तेः सामान्याप्राप्तिછે' એવું અભિમાન દિવ્યદૃષ્ટિવાળા જ્ઞાની પુરુષોને વિસ્મય પમાડતું નથી એ જાણવું...
[અપ્રાપ્તિમાત્રથી વિરાધકત્વ માનવામાં કલિપત આપત્તિઓ]
જેઓને અપ્રાપ્તિ હોય તેઓ પણ જો આ રીતે વિરાધક ગણાય તે કેવલજ્ઞાની મહાત્મા પણ અપ્રાપ્ત જિનક૯૫ વગેરેના વિરાધક બનવાની આપત્તિ આવશે” આવું જે કેઈનું વચન છે તે વિચાર્યા વગર બેલાયેલું જાણવું, કારણ કે વ્રતની પ્રાપ્તિ સામાન્યનો અભાવ જ અહીં “અપ્રાપ્તિ” તરીકે અભિમત છે, અર્થાત્ વ્રતની કઈપણ પ્રકારે પ્રાપ્તિ જ જેણે ન હોય તે વિરાધક છે એ અહી અભિપ્રાય છે. કેવળીઓને પાંચ મહાવ્રત (યથાખ્યાતચારિત્ર) વગેરેની પ્રાપ્તિ નિઃશંક હોઈ પ્રાપ્તિ સામાન્યનો અભાવ હતો નથી કે જેથી તેઓ વિરાધક બનવાની આપત્તિ આવે, તેમજ જિનકલે૫ વગેરે રૂપ શીલવિશેષની અપ્રાપ્તિ, શીલસામાન્યની અપ્રાપ્તિ જેમાં પ્રયોજક છે એવો આ પારિભાષિક વિરોધ કરવા માટે અનુપચાગી છે. અર્થાત્ એ આવું વિરાધકતવ લાવી શકતી નથી. તેથી જ તેમ જ આ ચતુભગીની વિચારણું સ્વતંત્ર પરિભાષારૂપ છે એવા વચનથી જણાય છે કે આ પરિભાષાના કારણે નીચેની આ પત્તિઓ આવતી નથી. : (૧) સમ્યગજ્ઞાનાદિની અંશમાત્ર પણ હાજરી ન હોવાથી શ્રુતના વિરાધક અને દેશવિરતિ-સર્વવિરતિની અપ્રાપ્તિ હોવાથી શીલના વિરાધક એમ યુગપટ્ટ બનેના વિરાધક એવા ચરક–પરિવ્રાજક વગેરે જોતિષથી ઉપરના દેવલેકમાં જઈ શકે નહિ, કેમ કે ઉભયવિરાધક જીવો આનાથી ઉપર જતાં નથી એવું અન્યશાસ્ત્રોમાં કહ્યું છે. - (૨) દરેક શ્રાવકો, ચારિત્રની અપ્રાપ્તિ હોવાના કારણે ચારિત્રના વિરાધક હોઈ સૌધર્મદેવલોકની ઉપર જઈ શકશે નહિ. કેમકે ચારિત્રવિરાધક જીવોની ત્યાં સુધીની જ ગતિ શાસ્ત્રમાં બતાવી છે. - (૩) સંયમની પ્રાપ્તિ ન હોવા માત્રથી સંયમવિરાધના થઈ જતી હોય તે નિશ્ચયનય મુજબ તે સમ્યગ જ્ઞાનદર્શનની પણ વિરાધના અવશ્ય થઈ જ જશે. તેથી શ્રેણિક વગેરે તે જિનનામકર્મની નિકાચના જ કરી શકશે નહિ કે તીર્થકર તરીકે જન્મી શકશે પણ નહિ, કેમકે જિનાજ્ઞાના આરાધકે જ તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે જ્યારે આ છો તે શ્રત અને ચારિત્ર ઉભય રૂ૫ જિનાજ્ઞાના વિરાધક છે. - (૪) ગૃહસ્થાવાસમાં રહેલ તીર્થંકર વગેરે ચરમશરીરી જીવો ચારિત્રની અપ્રાપ્તિપ્રયુક્ત વિરાધનાવાળા હોઈ નિશ્ચયનય મુજબ સમયે સમયે જ્ઞાનાદિના વિરાધક હેવાની, આપત્તિ આવવાથી અત્યંત અસમંજસ થાય.