Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
19 hahahanan ngamanan ahananananana प्रयुक्तविराधकत्वेऽनुपयोगात् , विशेषविराधकत्वस्य च वास्तवस्य फलविशेषजननेन प्रकृतपरिभाषानुपक्षयात्, निश्चयनयाश्रयणेनाप्राप्तिप्रयुक्तदेशविराधकस्थले सर्वविराधक्तवापादने विरतिपरिः त्यागेनाभिमते तत्र सुतरां तदापत्ते द्वितीयभङ्गस्यैवोच्छेदप्रसङ्गात् , चारित्रविराधनायामपि पश्चात्तापादिभ.वाभावाभ्यां ज्ञानदर्शनविराधनाभजनाभ्युपगमधानेन व्यवहारनयेनैव द्वित्तीयभङ्गोपादानसंभवात् , परिभाषाया अपि शास्त्रीयव्यवहारविशेषरूपत्वादुपचारगर्भत्वेन तल्लक्षणोपपत्तेः, चरमशरीरिणामपि परिभाषाबलादनाराधकत्वपर्यवसितेन प्रतिसमयं विराधकत्वेनाऽसमञ्जस्याभावाच्च ।
[એ આપત્તિઓનું નિરાકરણુર, આમાંની પ્રથમ બે આપત્તિઓ ન આવવામાં કારણ એ છે કે કયા જીવોની કયાં કયાં સુધી ગતિ થાય ? ઈત્યાદિપ્રરૂપણામાં ચારિત્રાદિની જે વિરાધના લેવાની છે તે વાસ્તવિક ભંગરૂપ વિરાધના લેવાની છે જ્યારે અપ્રાપ્તિના કારણે અહીં કહેલ આ વિરાધના તો પારિભાષિક સ્વતંત્રપરિભાષારૂપ વિરાધના છે. વાસ્તવિક ભંગરૂપ વિરાધના જ ચારિત્ર વિરાધક જીવને જોતિષથી ઉપરના દેવલોકમાં ઉત્પન્ન ન થવા દેવા વગેરે રૂ૫ ફળ વિશેષ ઉત્પન્ન કરે છે. માટે જ્યોતિષ્ક–સૌધર્માદિ દેવલોકની ઉપર પણ જનારા અને તેથી અવિરાધક સિદ્ધ થનારા એવા ચક–પરિવ્રાજકાદિમાં તેમજ શ્રાવકમાં પણ પારિભાષિક વિરાધકત્વ તો અક્ષત જ રહેશે. કારણ કે તેના ઉપરના ઉપપાતથી વાસ્તવિક અવિરાધકત્વ જ સિદ્ધ થાય છે જેને પરિભાષિક વિરાધકત્વ સાથે કોઈ વિરોધ નથી.
ચરિત્રની અપ્રાપ્તિના કારણે બનેલ દેશવિરાધકને નિશ્ચયનય મુજબ (ચારિત્રની વિરાધનામાં જ્ઞાન-દર્શનની પણ અવશ્ય વિરાધના માની) સર્વવિરાધક બનાવી દઈને જે ત્રીજી-ચેથી આપત્તિ અપાઈ છે તે પણ સાવ અયોગ્ય જ છે, કારણ કે એ રીતે એને સર્વવિરાધક બનાવી દેવામાં આ ચતુગીના “દેશવિરાધક સ્વરૂપ બીજા ભાંગાને જ ઉચછેદ થઈ જાય છે. કેમ કે સ્વીકારેલ વિરતિના ત્યાગથી (પ્રાપ્તના અપાલનથી) બનનાર દેશવિરાધક પણ નિશ્ચયનય મુજબ તે નિર્વિવાદ રીતે સર્વવિરાધક જ બની જાય છે. તેથી ચારિત્રની વિરાધના થવા છતાં પશ્ચાત્તાપ વગેરેની હાજરી કે ગેરહાજરીથી જ્ઞાનદર્શનની અખંડિતતા કે વિરાધના માનનાર વ્યવહારનયથી જ બીજા ભાંગાને ઉપન્યાસ સંભવે છે. તેથી તેમાં આ રીતે નિશ્ચયનય લગાડવો અયોગ્ય છે. વળી પરિભાષા પણ શાસ્ત્રીય વ્યવહાર વિશેષરૂપ જ હોય છે તેથી તેનું લક્ષણ ઉપચારયુક્ત હોવું સંગત છે. અર્થાત વ્યવહારમાં જેમ ઘણી વાતો ઉપચારથી થતી હોય છે. તેમ આ પરિભાષામાં દેશવિરાધનાનું કહેલું લક્ષણ આ રીતે ઉપચારગશિત હોવું શક્ય છે. તેથી આ પરિભાષાથી જે દેશવિરાધક આવે છે તે તાત્વિક જ હોય એવો નિયમ નથી. તેથી આ પરિભાષાનુસારે ઉભયવિરાધક એવા પણ ચક–પરિવ્રાજકાદિ કે શ્રાવકો તાવિક વિરાધક ન હોવાથી તિષ કે સૌધર્મ દેવલોકની ઉપર પણ જઈ શકે છે. એમ આ પરિભાષા મુજબ વિરાધક એવા પણ શ્રેણિક વગેરે છ વ્યવહારનય મુજબ જ્ઞાન-દર્શનના તે અવિરાધક જ ઈ