Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 162
________________ કૃપષ્ટાન્ત અંગે પંચાશકગ્રન્થગત અધિકાર ૧૪૩ कृपज्ञातेन अवटोदाहरणेन । इह चैवं साधनप्रयोगः 'गुणकरमधिकारिणः किञ्चित्सदोषमपि स्नानादि, विशिष्टशुभभावहेतुत्वाद्, यद् विशिष्टशुभभावहेतुभूतं तद् गुणकरं दृष्टं यथा कृपखननं, विशिष्टशुभभावहेतुश्च यतनया स्नानादि, ततो गुणकरमि'ति । कूपखननपक्षे शुभभावः तृष्णादिव्युदासेनाऽऽनन्दाद्यवाप्तिरिति । इदमुक्तं भवति, यथा कृपखननं श्रमतृष्णाकर्दमोपलेपादिदोषदुष्टमपि जलोत्पत्तावनन्तरोक्तदोषानपोह्य स्वोपकाराय परोपकाराय च भवत्येवं स्नानादिकमप्यारम्भदोषमपोह्य शुभाध्यवसायोत्पादनेन विशिष्टाशुभकर्मनिर्जरणपुण्यबन्धकारणं भवतीति । इह केचिन्मन्यन्ते-पूजार्थस्नानादिकरणकालेऽपि निर्मलजलकल्पशुभाध्यवसायस्य विद्यमानत्वेन कर्दमलेपादिकल्पपापाभावाद्विषममिदमुदाहरणम् , ततः किलेदमित्थं योजनीयं यथा कूपखननं स्वपरोपकाराय भवत्येवं स्नानपूजादिक करणानुमोदनद्वारेण स्वपरयोः पुण्यकारणं स्यादिति । नचैतदागमानुपाति, यतो धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितस्याल्पस्य पापस्येष्टवात् , कथमन्यथा भगवत्यामुक्तं "तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं अफासुएण' अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलामेमाणे भंते ! किं कज्जइ ? गोयमा ! अप्पे पावे कम्मे बहुतरया से णिज्जरा कज्जइ" । तथा ग्लानप्रतिचरणानन्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि कथं स्यात् ? इत्यलं प्रसङ्गेनेति गाथार्थ इति" |२|| અલંકૃત કરવા માટે છે. શુભભાવને હેતુ હોવાથી દ્રવ્યસ્તવ ગુણકર બને છે એ વાત શેના જેવી જાણવી ? એવા પ્રશ્નનો જવાબ આપવા પંચાશકકા૨ આગળ કહે છે કે કૂવાના દૃષ્ટાન્તની જેમ એ વાત જાણવી, અહીં અનુમાન પ્રયોગ આ જાણવો-કંઈક દોષયુક્ત એવી પણ અધિકારી જીવની સ્નાનાદિ ક્રિયા ગુણકર બને છે, કેમકે વિશિષ્ટશુભભાવને હેતુ બને છે, જે જે વિશિષ્ટ શુભભાવના હેતુભૂત હોય છે તે ગુણકર હોય છે, જેમકે કૂવો ખોદવો તે, જયણું પૂર્વક સ્નાનાદિ કરવા એ પણ શુભભાવને હેતુ તે છે જ, માટે એ પણ ગુણકર છે. આમાં દૃષ્ટાન તરીકે જે કૂપખનન કહ્યું છે તેમાં તૃષ્ણાદિને દૂર કરીને આનન્દાદિની પ્રાતિ એ શુભભાવ જાણ. તાત્પર્ય એ છે કે, જેમ કપખનનમાં પરિશ્રમ લાગવો, તૃષા લાગવી, કાદવથી ખરડાવું વગેરે દોષો રહેલા હોવા છતાં, જયારે પાણી પ્રાપ્ત થાય છે ત્યારે એ આ બધા દોષોને દૂર કરીને સોપકાર અને પરોપકાર કરનાર નીવડે છે. એમ સ્નાન વગેરે પણ, એમાં થતા આરંભાદિ દોષોને દૂર કરી શુભભાવો પ્રવર્તાવવા દ્વારા વિશેષ પ્રકારે અશુભકર્મોની નિર્જરા અને પુણ્યબંધનું કારણ બને છે. એટલે કે આ રીતે એ સ્વ–પર ઉપકારક બને છે. કૂવાના દષ્ટાન્તને ઘટાવવા અંગે જે કેટલાંક વિવેચકો એવું માને છે કે “પૂજા માટે કરાતા સ્નાનાદિ વખતે પણ નિર્મળજળ તુલ્ય શુભ અધ્યવસાય હાજર હોય છે. કૂવો ખોદતી વખતે નિર્મળજળ હેતું નથી. માટે તૃષા, કદમથી ખરડાવું વગેરે દોષી ઊભા થાય છે. પ્રસ્તુત માં તા નિર્મળ જળરૂપ શુભ પરિણામ હાજર હોવાથી તૃષા, કદમથી ખરડાવું વગેરે સમાન પા૫ શી રીતે લાગે ? માટે, આ રીત કવાના દૃષ્ટાન્તને પ્રસ્તુતમાં ઘટાવવું એ યોગ્ય નથી. તેને બદલે આ રીતે એને ધટાવવું જોઈએ જેમ કૂપ ખનન સ્વ–પરઉપકાર માટે થાય છે તેમ સ્નાન-પૂજા વગેરે પણ કરણ–અનુમોદન દ્વારા સ્વ-પરને પુણ્યબંધનું કારણ બને છે.” તે વિવેચકોએ કૃપખનનદષ્ટાન્તનું આવું કરેલું અર્થધટન આગમાનુસારી નથી, કેમકે ધર્મ માટે કરાતી પ્રવૃત્તિમાં પણ આરંભજન્ય અ૫ પાપ લાગવું માન્યું છે. નહિતર તે શ્રીભગવતીસૂત્રમાં આવું શા માટે કહે કે “પાપકર્મને હણી નાખનાર અને પચ્ચક્ખાણ કરનાર તેવા પ્રકારના શ્રમણને અપ્રાસક (સચિત્ત) અષણીય (ઉતપાદના વગેરેમાંથી કોઈ દોષ યુક્ત) અશન–પાન-ખાદિમ–સ્વાદિમ આહાર વહેરાવે તો હે ભગવદ્ ! તે ગૃહસ્થને શું થાય ? ગૌતમ ! અ૯૫ પાપ કર્મ લાગે અને ઘણી નિર્જર થાય.” વળી ગ્લાનમુનિની સેવા કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કહ્યું છે તે પણ શા માટે

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204