Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 172
________________ શ્રી અભયદેવસૂરિમહારાજના વચનનું રહસ્યદૃઘાટન ૧૫૩ चैतदागमानुपाती "त्यादिना 'अंशतो याध प्रदर्शयति । विधिविरहितायाः पूजायाः कर्दमोपलेपादितुल्योऽल्पदोषो दुष्टत्वात् । भवति चांशतो बाधप्रतिसन्धानेऽवच्छेदकावच्छेदेनाऽनुमितिप्रतिबन्धः । सामानाधिकरण्येनानुमितौ तु नायमपि दोष इति विभावनीयं सुधीभिः ॥५॥ [ “' શબ્દ સદષત્વની સંભાવનાને સૂચક છે, નિયમને નહિ ] ગાથાર્થ – “' શબ્દ સંભાવનાને જણાવે છે દૃષ્ટાન્ત અનુકૂલ નથી. શ્રી અભયદેવસૂરિ મહારાજ તે સામાન્ય અનુમિતિમાં અંશથી બાધ દેખાડે છે. વ્યાખ્યાથ – શ્રી અભયદેવસૂરિ મહારાજે પંચાશક (૪-૧૦)ની વૃત્તિમાં “અધિકારીજીવે કરેલું કંઈક સંદેષ પણ સ્નાનાદિ ગુણકર છે.” ઈત્યાદિ જે અનુમાન આપ્યું છે તેમાં જે “સદોષ પણ એવા શબ્દમાં રહેલો “પણ” શબ્દ છે તે “સંભાવનાને જણાવે છે. એટલે કે એ “સ્નાનાદિ સદોષ હવા પણ સંભવે છે” એવું જણાવે છે, પણ “બધા નાનાદિ સદોષ જ હોય એવું નહિ. તેમાં કારણ એ છે કે જયણા વગેરે વિધિનું પાલન હોય અને ભાવને પ્રકર્ષ હોય ત્યારે કેઈ દેષ હોતો નથી. આમ તેઓ શ્રીમદના જ “સદષમપિ” શબ્દ પરથી એ નિશ્ચિત થાય છે કે તેઓ શ્રીમદે એ અનુમાન પ્રયોગમાં કૃપખનન દષ્ટાન્તને જે ઘટાવ્યું છે તે પણ જયણા, ભાવોત્કર્ષ વગેરરૂપ વિધિની અધૂરાશવાળા સ્નાનપૂજાદિ માટે જ ઘટાવ્યું છે, પણ સામાન્યથી સઘળાં નાનપૂજાદિ માટે નહિ કે વિધિશુદ્ધ સ્નાનપૂજાદિ માટે નહિ. વળી તેઓશ્રીએ “કેચિત’ના નામે “સ્નાનાદિ કૂપનનનની જેમ સ્વ–પર ઉપકારક હાઈ ગુણકર છે” એવા અભિપ્રાયનો ઉલ્લેખ કરી “ર વૈતરામનુપાતિ...” ઈત્યાદિ કહી તેનું જે ખંડન કર્યું છે તે પણ વિધિશુદ્ધ નાન-પૂજાદિને નજરમાં રાખીને નહિ, પણ વિધિવિકલ સ્નાન-પૂજદિને નજરમાં રાખીને જ આ વાત એના પરથી ફલિત થાય છે કે તેઓશ્રીએ “જે અલ્પ પણ દેષ લાગતું ન હોય તે શ્રી ભગવતીજીમાં શા માટે એવું કહ્યું છે કે સાધુ મહારાજને અપ્રાસક અશનાદિ આપે તેને અલ૫ પાપબંધ અને વિપુલ નિર્જરા થાય છે” વગેરે જે કહ્યું છે તેમાં અશુદ્ધદાનરૂપ દષ્ટાત છે. જે અહીં વિધિશુદ્ધજિનપૂજા અંગેની વિચારણું હેત તો આ દૃષ્ટાન આપવું યોગ્ય ગણત નહિ. જો તેઓ શ્રીમદને “કેચિ'ના અભિપ્રાય મુજબનું ફૂપદષ્ટાન્તનું અર્થઘટન વિધિશુદ્ધ કે વિધિવિકલ બધા જ સ્નાન-પૂજાદિ અંગે આગમાનુસારી નથી એવું જણાવવું હોત તે દ્રવ્યહિંસાદિ યુક્ત અશનાદિ દાનનું પણ તેઓશ્રીએ વિધિશુદ્ધ કે વિધિવિકલની વિવેક્ષા વગર સામાન્યથી જ દૃષ્ટાન આપ્યું હતું. પણ એ રીતે આપ્યું નથી. માટે જણાય છે કે વિધિશુદ્ધ સ્નાન-પૂજાદિ અંગે તે તેઓએ તેવા દષ્ટાન્તઘટનનું નિરાકરણ કર્યું જ નથી. [ન વૈતવામggrતિ થી શેનું નિરાકરણ) પ્રશ્ન - તો પછી શ્રી અભયદેવસૂરિ મહારાજે “ર વૈતરામાનુજાતિ” ઈત્યાદિ કહીને શેનું નિરાકરણ કર્યું છે?

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204