Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૨૫૬
કુંપદષ્ટાન્તવિશદીકરણ શ્લેક-૬ - ननु परिमाण(णाम)प्रामाण्ये विधिवगुण्येऽपि को दोष इत्याशझ्याह
दुग्गयनारीणाया जइवि पमाणीकया हवइ भत्ती।
तहवि अजयणाजणिआ हिंसा अन्नाणओ होई ॥६॥ (व्या०) दुर्गतनारीज्ञाताद् यद्यपि प्रमाणीकृता भवति भक्तिः, तथापि अयतनाजनिता हिंसाऽज्ञानतो भवति, 'प्रमादानाभोगाभ्यां प्राणभूतानि हिनस्तीति वचनात् । तथा च तत्र आचार्योक्तिः कूपदृष्टान्त उपतिष्ठत एव । अव्युत्पत्त्ययतनाजनितस्य दोषस्योत्तरशुभभावदृष्टये व शोधयितु शक्यत्वात् । भक्त्यनुष्ठानमपि अविधिदोष निरनुबन्धीकृत्य परम्परया मुक्तिजनकमिति केचित् ब्रुवते । हरिभद्राचार्यास्तु * “ अभ्युदयफले चाये निश्रेयससाधने तथा चरमे" इत्याहुः । आये प्रीतिभक्त्यनुष्ठाने, चरमे-वचनाऽसङ्गानुष्ठाने । વગેરે અંગે કરાતા તેવા અર્થઘટનના નિરાકરણરૂપ નહિ.
[ભક્તિ પરિણુમ પ્રમાણુ, છતાં અજયથી હિંસાદેષ લાગે]
અરે ! તમારા બધાને તો એ મત છે કે કર્મબંધ, કર્મનિર્જરા વગેરેમાં જીવના અધ્યવસાયરૂપ પરિણામ પ્રમાણ છે, એટલે કે એ જે હોય તે પ્રમાણે કર્મબંધ વગેરે થાય. તે પછી, જિનપૂજા વગેરેમાં વિધિનું પાલન ન હોય=વિધિ શૂન્યતા હોય તો વાંધે શું છે? ભગવદ્ભક્તિરૂપ શુભ અધ્યવસાય પરિણામથી જ જીવને કર્મનિજેરા અને પુણ્યબંધ થઈ જશે, પાપ કરવાને તે તેના પરિણામ ન હોવાથી પાપબંધ થવાના દોષનો પ્રશ્ન જ ક્યાં છે? આવી શંકા ઊઠાવનારને સમાધાન આપવા ગ્રંથકાર કહે છે–
ગાથાથ - દુર્ગતનારીના દષ્ટાંતથી જે કે ભક્તિભાવને પ્રમાણુ કરાયો છે તો પણ અજયણુજન્ય હિંસા અજ્ઞાનથી થઈ જાય છે. જે ૬ - વ્યાખ્યાથ :- “પ્રમાદ અને અનામેગથી પ્રાણીઓની હિંસા કરે છે એવા શાસ્ત્રવચનથી જણાય છે કે વિધિવિકલ અનુષ્ઠાનમાં ભક્તિભાવ પ્રમાણભૂત હોવા છતાં ‘અજયણાજન્ય હિંસા અજ્ઞાનથી થાય છે અને તેથી એ અંશમાં શ્રી અભયદેવસૂરિમહારાજે જે રીતે કૂપદષ્ટાન્તનું અર્થઘટન કર્યું છે તે આવશ્યક બને જ છે, કેમ કે વિધિપાલનની અકુશળતા-અજયણાથી થએલો દોષ, ઉત્તરકાલીન શુભભાવષ્ટિથી દૂર થવા શકય જ હોય છે. કારણ કે “ભક્તિભાવથી કરાએલું વિધિવિકલ અનુષ્ઠાન કે જે ભક્તિ અનુષ્ઠાન કહેવાયું છે તે પણ અવિધિદોષને નિરનુબંધ કરીને પરંપરાએ મુક્તિજનક બને છે' એવું કેટલાક આચાર્યો કહે છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ તો ૧૦ મા પોડશકની નવમી ગાથામાં કહ્યું છે કે
આ ચાર અનુષ્ઠાનમાંના પહેલા બે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન અભ્યદયરૂપે ફળ આપનારા છે જ્યારે છેલ્લા બે વચન અને અસંગ અનુષ્ઠાન મેક્ષના કારણભૂત છે. (મોક્ષ આપનારા છે).” : તાત્પર્ય એ છે કે જિનવચનાનુસારી વિધિગર્ભિત જિનપૂજા ન હોય કિંતુ માત્ર પ્રતિ કે ભક્તિભાવ ગર્ભિત જિનપૂજા હોય તો ત્યાં પરિણામ પ્રમાણભૂત હોવાથી અને * एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥ इति उत्तरार्द्ध दशमषोडशके गा ६ ।