Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 176
________________ દુતનારીનું દષ્ટાન્ત ૧૫૭ दुर्गतनारीज्ञातं चैवं-श्रीमन्महावीरवर्द्धमानस्वामी इक्ष्वाकुकुलन्दनः प्रसिद्धसिद्धार्थपार्थिवपुत्रः पुत्रीयितनिखिलभुवनजनो जनितजनमनश्चमत्कारगुणग्रामो ग्रामाकरनगरपृथु पृथिवीं विहरन्नन्यदा कदाचित्काकन्दीनामिकायां पुरि समाजगाम । तत्र चाऽमरचरविसरविरचितसमवसरणमध्यमवर्तिनि भगवति धर्मदेशनां विदधति नानाविधयानवाहनसमारूढप्रौढपत्तिपरिगते सिन्धुरस्कन्धमधिष्ठिते छत्रच्छन्ननभःस्थले मागधोद्गीतगुणगणे भेरीभाङ्कारभरिताम्बरतले नरपतौ तथा तद्विधवरवैश्यादिकपुरजने तथा गन्धधूपपटलप्रभृतिपूजापदार्थव्यग्रकरकिङ्करी निकरपरिगते विविधवसनाभरणरमणीयतरशरीरे नगरनारीनिकरे भगवतो वन्दनार्थ व्रजति सति एकया वृद्धदरिद्रयोषिता जलेन्धनाद्यर्थ बहिर्निर्गतया कश्चिन्नरः पृष्टः 'क्वाऽयं लोक एकमुखस्त्वरित' याति?' तेनोक्त 'जगदेकबान्धवस्य देहिनां जरामरणरोगशोकदौर्गत्यादिदुःखछिदुरस्य श्रीमन्महावीरस्य वन्दनपूजनाद्यर्थम् । ततस्तच्छवणात् तस्या भगवति भक्तिरभवत् । अचिन्तयच्च, अहमपि भगवतः पूजार्थ यत्न करोमि, केवलमहमतिदुर्गता पुण्यरहिता विहितपूजाङ्गवर्जितेति । ततोऽरण्याऽऽदृष्टानि मुधा लभ्यानि सिंदुवारकुसुमानि स्वयमेव गृहीत्वा भक्तिभरनिर्भराङ्गी 'अहो! धन्या पुण्या कृतार्था कृतलक्षणा, सुलब्धं मम जन्म, जीवितफलं चाहमवाप' इति भावनया पुलककण्टकितकाया प्रमोदजलप्लावितकपोला भगवन्तं प्रति प्रयान्ती समवसरणकाननयोरन्तराल एव वृद्धतया क्षीणायुष्कतया च झगिति पञ्चत्वमुपगता । ततो सा विहितपूजाप्रणिधानोल्लसितमानसतया देवत्वमवाप्तवती । ततस्तस्याः कडेवरमवनिपीठઅવિધિદોષ નિરનુબંધ હોવાથી અસ્પૃદયજનકતા કે પરંપરાએ મુક્તિજનતા માનવામાં કઈ દોષ નથી. | દુર્ગતનારીનું દ્રત કથા પંચાશકમાં આવું આપ્યું છે-ઈવાકુકુલનંદન વિખ્યાતસિદ્ધાર્થ રાજાના પુત્ર, સકલ જીવો પ્રત્યે સ્વપુત્રની જેમ વર્તાનારા, લેકના મનને ચમત્કાર પમાડનારા ગુણસમૂહના ધારક શ્રીમાન મહાવીરવર્ધમાનસ્વામી ગ્રામ-નગર–આકર વગેરેથી વ્યાપ્ત પૃથવીતલ પર વિહાર કરતાં કરતાં એકવાર કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં દેવવિરચિત સમવસરણની મધ્ય ભાગમાં રહેલા ભગવાન ધમ દેશના આપે છે. અનેક પ્રકારના વાહન પર આરૂઢ થયેલા પ્રૌઢ સૈનિકેથી પરિવરેલ, હસ્તીના ગંડસ્થલ પર બેઠેલે રાજા કે જેના છત્રથી આકાશ ઢંકાઈ ગયું છે, જેના ગુણ સમને ચારણ ગાઈ રહ્યા છે, જેની ભેરીના અવાજથી આકાશ ગાજી ઊઠયું છે તે તેમજ તેવા પ્રકારના શ્રેષ્ઠ વસ્ય વગેરે નગરજને અને ગન્ધ-ધૂપ વગેરે પૂજાની સામગ્રીને લઈને ચાલતી નોકરાણીઆથી પરિવરેલી, વિવિધ વસ્ત્રો અને આભરણેથી અવિક ૨ મણીય બનેલા શરીરવાળી નગરની સ્ત્રીઓ-આ બધા ભગવાનને વંદન કરવા આવી રહ્યા છે. તે વખતે એક ગરીબ ઘરડી ડોશી કે જે પાણી–બળતણું વગેરે લેવા બહાર નીકળેલી છે. તેણીએ કો'ક માણસને પૂછયું કે “ આ બધા લોકો એક જ દિશા તરફ જલદી જલદી કયાં જાય છે ?” તે માણસે કહ્યું–જગતના એ કબાંધવ, શરીરી જીના જન્મ જરા રોગ શોકદર્ગત્ય વગેરે દુઃખને છેદનારા શ્રીમાન મહાવીરપ્રભુના વંદન-પૂજનાદિ માટે તે તરફ જઈ રહ્યા છે.” આ સાંભળીને તે ડોશીને પણ ભગવાન પર ભક્તિ ઉભરાઈ. તેણીએ વિચાર્યું, હું પણ ભગવાનની પૂજા કરવા માટે પ્રયત્ન કરું. પણ હું તો અત્યંત ગરબ, પુણ્યહીન છું અને પુજની જે સામગ્રી વિહિત છે તે વગરની છું. તેથી જંગલમાં જોયેલા મફત મળતાં સિંદુવાર કોને પિતાની મેળે લઈને ભક્તિથી ભરાઈ ગયેલા દિલવાળી તેણી ભાવવા લાગી કે “અહો ! હું ધન્ય બની, પુણ્યશાળી બની, કૃતાર્થ થઈ, લક્ષણે પેત બની. મારો જન્મ ગ્લાધ્ય બન્યો, મેં આ જીવનનું શ્રેષ્ઠ ફળ મેળવ્યું.” આવી ભાવનાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું, હર્ષાશ્રુથી ગાલ ભીનાં ભીનાં થઈ ગયા. આ રીતે પ્રભુ તરફ જતી તેણુનું સમવસરણ અને જંગલ-બેની વચમાં જ ઘડપણના કારણે અને આયુષ્યપૂર્ણ થયું હોવાના કારણે એકદમ અવસાન થઈ ગયું, શાસ્ત્રવિહિત એવી જિનપૂજાના પ્રણિધાનથી ઉલ્લસિત મનવાળી હોવાના કારણે તે ડેશી દેવ પણું પામી. પૃવીતલ પર પડેલાં

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204