Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
દ્વિતીય ભાંગે : દેશવિધિક
૧૩૫
सम्मोहत्ति-सम्मोहयन्त्युन्मादेशनादिना मोक्षमार्गाद् अंशयन्ति ये ते सम्मोहाः, संयता अप्येवंविधाः देवत्वेनोत्पन्नाः सम्मोहा इति न कोऽपि दोष इति चेत् ? न, इत्थं सति सर्वविराधकस्यास्य क्रियामात्रेण देशाराधककथनस्य भवतोऽन्याय्यत्वात् । “२देसोवगारिया जा सा समवायम्मि संपुन्ना" [वि०भा०११६४ ] इति भाष्यकारवचनेन देशोपकारिण्या दलरूपाया एव क्रियाया अत्र ग्रहणौचित्यात् , अत एव व्रतक्रियाग्रहणमत्र व्रतानुगतत्वेन क्रियाया मार्गानुसारित्वपर्यवसनार्थम् , न तु परश्येव गृहीतव्रतसामाचार्यपेक्षयैव विराधकत्वघटनायेति बोध्यम् । . नन्वेवं गीतार्थाऽनिश्चिततपश्चरणरतोऽगीतार्थों देशाराधकत्वेन कथमुक्तस्तक्रियाया गुरुपारतन्त्र्याभावेन पायं अभिन्नगण्ठी' [पंचा० ११-३८] इत्यादिग्रन्थेनाचार्मार्गाननुસંમેહ રૂપે દેવદુર્ગત પણ તેઓમાં આવે છે. આ નિ યાદિમાંથી થએલ દેવદુર્ગત ત્યાંથી નીકળીને અનંતકાળ માટે સંસારમાં રખડે છે. આગમમાં કહ્યું છે કે “કંદદેવ, કિબિષિક દેવ, આભિયોગિક દેવ, આસુરી દેવ કે સંમોહ દેવ બનવું એ દેવપણામાં દુર્ગતિરૂ૫ છે. મરણ વખતે વિરાધના થઈ હોય તો આવી દેવદુર્ગતિઓ થાય છે.” ઉન્માર્ગ દેશના વગેરે દ્વારા જેઓ અન્ય જીવોને સંમોહ પમાડે છે–મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે તેઓ સંમોહ કહેવાય છે. આવા સાધુઓ કાળ કરીને દેવ થયા પછી પણ સંમેહ કહેવાય છે. આમ નિતવમાં વિરાધકતા અક્ષત હોવાથી આરાધકતા-વિરાધકતાના બીજમાં સામાચારી શબ્દને “માર્ગોનુસારી” વિશેષણ લગાડવાની જરૂર નથી.
- સમાધાન-તમારી શંકા બરાબર નથી, કારણ કે સર્વવિરાધક એવા આને એની ક્રિયામાત્રના કારણે તમે દેશઆરાધક કહી દો એ અન્યાયપૂર્ણ છે. વળી “દેશ કારિતા તે છે જે સમુદાય ભેગો થએ છને સંપૂર્ણ થતી હોય.” એવા ભાષ્યકારના વચનથી જણાય છે કે અહીં દેશઆરાધના વગેરેની બીજ તરીકે દેશો૫કારિણી દલરૂપ કિયા (પ્રધાનદ્રવ્યકિયા) જ માનવી યુક્ત છે. આ માટે જ અહીં કરેલ વ્રત ક્રિયાનું–ગ્રહણ “વ્રતને અનુસરનારી કિયા” એવો અર્થ જણાવી ફલિત તરીકે માર્ગાનુસારી ક્રિયા લેવા માટે જ કર્યું છે. નહિ કે શંકાકાર (તમે) જે રીતે ગૃહતવ્રતની સામાચારીની અપેક્ષાએ જ વિરાધકતા લાવવા ઈચ્છે છે તેવી વિરાધકતા લાવવા માટે જ...
શંકા-દેશઆરાધનાનું બીજ જે માર્ગાનુસારી ક્રિયાઓને જ માનવાની હોય તે ગીતાર્થ અનિશ્રિત અને તપ ચારિત્રમાં રત એવા અગીતાર્થને દેશઆરાધક કહી શકાશે નહિ, કેમ કે એની ક્રિયાઓ ગુરુપારતત્રય ન હોવાના કારણે માર્ગાનુસારી હોતી નથી એવું “gયં મિનટી..ઇત્યાદિ ગ્રંથ દ્વારા પૂર્વાચાર્યોએ પ્રતિપાદન કર્યું છે. તેથી એને માર્ગાનુસારી ક્રિયાઓની અપ્રાતિ હોઈ દેશવિરાધકતા જ સંભવે છે, દેશઆરાધકતા નહિ.
२ अस्य पूर्वार्धः- वीसुंग सव्वहच्चिय सिकतातेल्लं व साहणाभावो ।
विश्वग न सर्वथैव सिकतातैल इव साधनाभावः । देशोपकारिता या सा समवाये संपूर्णा ।। १. पायं अभिन्नगण्ठी तमाउ तह दुक्करपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विन्नेया ।।
प्रायोऽभिनग्रन्थयस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाह्या इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः॥ ,