Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પ્રથમ ભાંગે : દેશઆરાધક
૧૨૭
शीलाभावाद्, अन्यथा देशविरत्यादिगुणस्थानावाप्त्याऽविरतत्वव्याघातात् सुश्रूषादि क्रियायाश्च श्रुताङ्गतया तत्त्वतः श्रुतान्तर्भावेन शीलत्वेनाऽविवक्षणादकरणनियमोपकारिपापनिवृत्तेः शीलार्थत्वात् । अथ तथापि शीलवतोऽश्रुतवतो देशाराधकत्वं कथं, मित्रादिदृष्टिभाविनो द्रव्यशीलस्य तादृशद्रव्यश्रुतनान्तरीयकत्वात् १ इति चेत् ? न, श्रुतशब्देनात्र भावश्रुतस्यैव शीलशब्देन च मार्गानुसारिक्रियामात्रस्यैव ग्रहणात् , स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वाद्, अन्यथा द्रव्यलिङ्गवतामभव्यादीनामपि श्रुतप्राप्त्या सर्वाराधकतापत्तेः । अथ श्रुतापेक्षया देशाराधकत्वमशीलवतः श्रुतवतश्च किं न स्यात् ? इति चेत् ? तस्येह सतोऽप्यविवक्षणात् । द्वितीयव्रतनिर्वाहरूपस्य च तस्य । तत्त्वतः शीलाराधकत्वपर्यवसितत्वादिति ॥ २ ॥ હેવાથી એની એ સ્થૂલક્રિયાઓ સ્વઉચિત લોકોત્તર શીલરૂપ બનતી નથી. આશય એ છે કે અવિરત સમ્યક્દષ્ટિ જીવો સર્વ પાપોને પાપ રૂપે જાણે છે–છોડવા જેવા માને છે અને છતાં તે કર્મોદય, સત્ત્વની કચાશ, પરિસ્થિતિ વગેરેના કારણે એ બધાથી નિવૃત્ત થતા નથી. તેથી તેઓમાં શીલ હોતું નથી. જ્યારે આપુનબંધકાદિ અન્ય લિંગસ્થ તે જ પિતે જેટલા પાપોને પાપ રૂપ જાણે છે તે બધાથી પ્રાયઃ દૂર રહે છે તેથી એનામાં શીલની હાજરી હોય છે. બાકી અવિરત સમ્યગ દષ્ટિ જીવ શુશ્રષાદિરૂપ જે અનુષ્ઠાન કરે છે પોતાના બંધની અપેક્ષાએ અત્યંત અ૯૫ એવા પણ તે અનુષ્કાનેને શીલરૂપ માની લેવામાં આપત્તિ એ આવશે કે એને દેશવિરતિ ગુણસ્થાનકની જ પ્રાપ્તિ થઈ જવાથી તેઓનું અવિરતપણું જ ટળી જશે, કેમ કે શીલ પાપનિવૃત્તિરૂપ હોઈ શીલની હાજરીમાં આંશિક વિરતિ આવી જ જાય છે. વળી “શુશ્રષા શ્રવણું ચવ...” ઈત્યાદિ શ્લોકથી જણાય છે કે શુશ્રષાકિ ક્રિયાઓ શ્રુતના અંગરૂપ જ છે. તેથી શ્રતમાં અન્તર્ગત એવી તેની શીલરૂપે વિવક્ષા કરી નથી, કેમ કે અકારણ નિયમને પોષક એવી પાપનિવૃત્તિ જ શીલ છે. માટે શુશ્રષાદિને લઈને અવિરત સમ્યક્ત્વી જીવો દેશ-આરાધક બનતા નથી.
[ચતુભગીની પ્રરૂપણું સ્વતંત્રપરિભાષારૂપ છે. શંકા-છતાં શીલવાન-અદ્યુતવાન એવા મિત્રાદિદષ્ટિ યુક્ત જેમાં દેશઆરાધકપણું શી રીતે સંભવે ? કેમ કે દ્રવ્યશીલ તેવા પ્રકારના વિશિષ્ટ દ્રવ્યશ્રુત વિના અસં. ભવિત હોઈ તેઓને પણ દ્રવ્યશ્રત હોય તો છે જ..તેથી શ્રુત-શીલ ઉભયની હાજરી વાળા તેઓને દેશ આરાધક શી રીતે કહેવાય ?
સમાધાન- અહીં “શ્રુત શબ્દથી ભાવદ્યુત જ લેવાનું છે. તે અપુનબંધકાદિ જીવોને ભાવકૃત ન હોવાથી તેઓ દેશ આરાધક જ છે. વળી “શીલ શબ્દથી માત્ર માનુસારક્રિયા જ લેવાની છે. તેથી અપુનબંધકાદિને ભાવ આરાધના ન હોવા છતાં શીલ તો અક્ષત જ હોવાથી દેશઆરાધને હવામાં બાધ નથી. તેમજ “આ ચત. ભગીમાં શ્રુત તરીકે જો ભાવશ્રુત લેવાનું છે તો શીલ તરીકે પણ ભાવઆરાધના જ કેમ નથી લીધી ?” એ પ્રશ્ન કરવો નહિ, કેમ કે આ આરાધક-વિરાધકની પ્રરૂપણા