Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૪૮]
સામાચારી પ્રકરણ-આવશ્યકી સામા
अथा नावश्यककार्यकरणे कुतो नैतत्तामाचारीपरिपालनम् ? इति स्पष्टयितुमाह
सा य पइण्णा तीसे भंगे किर पायडो मुसाबाओ। .....
ण य तं विणावि किरिया सुद्धाणंगं पहाणं ति ॥३७॥ (सा च प्रतिज्ञा तस्या भंगे किल प्रकटो मृषावादः । न च तां विनापि क्रिया शुद्धाऽनङ्ग प्रधानमिति ।३७१)
सा य त्ति । चः पुनरर्थे सा- आवश्यकीतिप्रयोगो विधेयलिङ्गत्वात्स्त्रीत्वनिर्देशः प्रतिज्ञा 'इदमहमवश्यं करोमि' इत्यभिधानम् । तस्याः = प्रतिज्ञायाः भङ्गे = अनावश्यके कर्मणि तत्करण इत्यर्थः, किल इति सत्ये पायडो इति प्रकटो मृषावादः == अनृतभाषणम् । नन्वेवं प्रतिज्ञातिक्रमस्य दुरन्ताहितावहत्वात्तां विनैवावश्यकं कर्म क्रियतां, तत्करणे हि तन्निदाना निर्जराऽभ्युदयेत् , अकरणे तु न मृषावाददोषाधिक्यम् इति चेत् १ नूनमिदं यूकापरिधानभिया સાધુઓને ભિક્ષ ટન વગેરે તે કાર્ય જ કર્તવ્યરૂપ છે જે જ્ઞાન -દર્શન-ચારિત્ર યુગોના સાધનભૂત હોય. એ સિવાયનું કાર્ય અકાય રૂપ જ હે તે માટે જનારનો આવસ્યહી શબ્દપ્રયોગ શુદ્ધ સામાચારીરૂ૫ બનતો નથી. ૩૬ અનાવશ્યક કાર્ય કરવામાં આ સામાચારીનું પરિપાલન કેમ હોતું નથી એ સ્પષ્ટ કરવા ગ્રન્થકાર કહે છે
ના”=આવરૂહી એવો જે શબ્દપ્રયોગ તે આવશ્યક ક્રિયાની “આ હું અવશ્ય કરીશ' એવા અભિપ્રાયવાળી પ્રતિજ્ઞારૂપ છે. (અહીં “આવસ્યહી શબ્દપ્રયોગરૂપ ઉદ્દેશ્યના વિધેયભૂત પ્રતિજ્ઞા એ સ્ત્રીલિંગ શબ્દ હોવાથી તે શબ્દપ્રયોગનો પણ સ્ત્રીલિંગક “સા” શબ્દથી ઉલેખ કર્યો છે.) તે પ્રતિજ્ઞાને અનાવશ્યક કાર્ય કરવારૂપ ભંગ કરવામાં સ્પષ્ટ મૃષાવાદ લાગે છે.
શંકા - આ રીતે થતી પ્રતિજ્ઞાભંગ દુરન્ત અહિત કરનાર હોઈ તે પ્રતિજ્ઞા કર્યા વિના જ આવશ્યક કાર્ય કરવું જોઈએ. અર્થાત્ જ્યારે આવશ્યક કાર્ય ઊભું થયું હોય ત્યારે પણ તેવા શબ્દપ્રયોગરૂપ પ્રતિજ્ઞા કર્યા વિના જ એ કાર્ય કરવું જોઈએ. આ રીતે એ કાર્ય કરવામાં આવશ્યકી સામાચારીના પાલનથી થનાર લાભ કે જે બહુ મુખ્ય નથી શૈણ છે) તેનાથી વંચિત રહેવાનું હોવા છતાં એ આવશ્યક કાર્ય નિમિત્તે થનાર કર્મનિર્જરારૂપ મુખ્ય લાભ તે પ્રાપ્ત થાય જ છે. તેમજ કદાચ એ આવશ્યક કાર્ય ન થાય તો જે પ્રતિજ્ઞાભંગ થવાના મૃષાવાદરૂપ મોટા દોષને સંભવ હતો તેનું જોખમ રહેતું નથી.
સમાધાન - આ તે, “કપડા પહેરવામાં જૂ, થઈ જવાનો સંભવ છે માટે કપડી જ ન પહેરવા' એવું કરવા જેવું તમે કહ્યું. અર્થાત્ સાવધાની વગેરેથી જેને પરિહાર કરવો શક્ય છે તેવા સંભવિત નાના દોષના ભયથી નિશ્ચિત રીતે લાગનાર મોટા દેષનો આશ્રય લેવા જેવું કર્યું. તે આ રીતે-કારણ સામગ્રીમાં અન્તર્ગત, અને કાર્યોત્પત્તિમાં મુખ્ય ભાગ ભજવનાર મુખ્ય ઘટક “પ્રધાન” કહેવાય છે અને શેષ ઘટકો અંગ કહેવાય છે. શેષ ઘટકે ગૌણ ભાગ ભજવતા હોવા છતાં એટલું તો નિશ્ચિત જ હોય છે કે તેઓની ગેરહાજરીમાં પ્રધાન પણ કાર્યોત્પત્તિ કરી શકતું નથી. પ્રસ્તુતમાં આવશ્યકક્રિયા એ પ્રધાન છે જ્યારે પ્રતિજ્ઞા વગેરે અંગ છે. માટે પ્રતિજ્ઞા