Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
મોક્ષેચ્છનું સાદક કર્તવ્ય: અપ્રમાદ
माणुस्सं संसारे मरुम्मि कप्पदुमो व्य अइदुलह ।
एवं लघृण सया अप्पमत्तेणेव होयव्वं ॥६४॥ (मानुष्य संसारे मरौ कल्पद्रुम इवातिदुर्लभम् । एतल्लब्ध्वा सदाऽप्रमत्तेनैव भवित व्यम् ॥६४॥)
माणुस्सं ति । संसारे गतिचतुष्टये मानुष्यमतिदुर्लभ = अतिदुःखेन लभ्यते, बादरत्व-त्रसत्वपञ्चन्द्रियत्व-मानुष्यादिप्राप्तेरुत्तरोत्तरप्रकर्ष शालिपुण्यप्राग्भारलभ्यत्वाभिधानात् । कुत्र किमिव ? मरौ कल्पतरुरिव । तत्र हि देशे नीरसतया वृक्षान्तरमपि न लभ्यते कुतस्तरां तत्र नन्दनवनप्रदेशोत्पत्तिककल्पतरुसंभावनाऽपि । यथा च तत्रापि कदाचित्प्रथमारकादिसंभवी युगलिजनमहिम्ना कल्पतरोरपि संभवस्तथासंसारेऽपि कदाचित्पुण्यातिशयान्मनुष्यभवलाभसंभवोऽपि । एवमतिदुष्कर एतत् मानुष्यं लब्ध्वा प्राप्य सदा सर्वदा अप्रमत्तेनैव-प्रमादरहितेनैव भवितव्यम् । एवं चास्योपदेशपरिकर्मितमतेर्मतिभ्रंशालस्याद्यभावाद् मोक्षकाङ्क्षा न कदाचिदपि व्यवच्छिद्यते इति बोध्यम् ॥ ६४ ॥ अथाऽविच्छिन्नमोक्षेच्छस्य तदुपायेच्छाऽविच्छेदे दृष्टान्तमाह- .
· छुहिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा ।
एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जंमि ॥६५॥ (क्षुधितस्य यथा क्षणमपि विच्छिद्यते नैव भोजन इच्छा । एवं मोक्षार्थिनां छिद्यत इच्छा न कायें ॥६५॥) જળવાઈ રહે એ અનુકૂલ ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે–
બાદરપણું, ત્રસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું વગેરેની પ્રાપ્તિ ઉત્તરોત્તર ચઢિયાતા ચેકબંધ પુણ્યથી થાય છે” એવી શાસ્ત્રોક્તિથી જણાય છે કે મરભૂમિમાં ક૯પવૃક્ષ જેમ અતિદુર્લભ છે તેમ ચારગતિરૂપ સંસારમાં મનુષ્યપણું અતિદુર્લભ છે. મરુદેશ નીરસ હોવાના કારણે ત્યાં બીજા વૃક્ષો પણ જે ઊગતા નથી તો નંદનવનમાં ઉત્પન્ન થતાં ક૯૫વૃક્ષોની તે ત્યાં સંભાવના જ કયાંથી હોય? તેમ છતાં ત્યાં પણ પહેલા વગેરે આરામાં યુગલિયાઓના પુણ્યપ્રભાવે કલ્પવૃક્ષો પણ સંભવિત બને છે તેમ સંસારમાં પણ કયારેક પુણ્યના ચઢિયાતાપણના કારણે મનુષ્યભવની પ્રાપ્તિ સંભવિત બને છે. અત્યંત દુર્લભ આ મનુષ્યપણું પામીને હંમેશાં અપ્રમત્ત રહેવું જોઈએ. આવા બધાં ઉપદેશથી પરિકમિંત થયેલ મતિવાળા મહાત્માને મતિભ્રંશ-આળસ વગેરેને અભાવ હોવાથી મેક્ષાકાંક્ષા કયારેય પણ ખસતી નથી એ જાણવું. ૬૪ છે
જેની મેક્ષેચ્છા ઊતરી ગઈ નથી તેની તેના ઉપાયોની ઈચ્છા પણ નિવૃત્ત થતી નથી એ અંગે દૃષ્ટાન્ત આપતાં ગ્રન્થકાર કહે છે –
મેક્ષેચ્છની ઉપાયેછા અવિચ્છિન હોય ]. સુધાવેદનીયના ઉદયથી ભૂખા થયેલા માણસને જ્યાં સુધી ભૂખ શમે નહિ ત્યાં સુધી જેમ એક ક્ષણ પણ ભેજનની ઈચ્છા ખસતી નથી તેમ મોક્ષાથની એક્ષના ઉપાયભૂત કાર્ય અંગેની ઈચ્છા વિચ્છિન્ન થતી નથી, કેમકે મેક્ષરૂપ ફળ હજુ સિદ્ધ થયું નથી.
શકે – જેમ ઘડાની ઇરછા કોઈ એક ઘડે પ્રાપ્ત થઈ જવા માત્રથી જ ખસી જાય છે એમ મોક્ષેપાયની ઈચ્છા પણું તેને કોઈ એક ઉપાય સિદ્ધ થવા માત્રથી ખસી