Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
ચઢિયાતી વૈયાવચ્ચની ઈચ્છા ઊભી જ હોય છે
ich सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदस्तु नास्त्येव, किन्तु तत्र बलवद्वेषप्रयुक्त इत्यध्यात्ममतपरीक्षायां प्रपश्चितम् । एवं चैककार्यस्य सिद्धत्वेऽपि तज्जातीयकार्यान्तरे इच्छा नानुपपन्ना । तेनैव च=उक्तहेतुनैव च किल इति सत्ये ‘नमोऽस्तु' इति शक्रस्तववचन समर्थितं-उपपादि. तम् । अत्रास्त्विति हि प्रार्थना, सा च सिद्धे नमस्कारे कथम् ? इति प्रत्यवस्थाने तदुत्कर्षस्याऽसिद्धत्वादेव तत्र तत्संभव इति ललितविस्तरायां भगवता हरिभद्रसूरिणा समर्थितम् । तथा च स( ? त) द्ग्रन्थः- यद्येवं न सामान्येनैवं पाठो युक्तः, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनाऽयोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषा' इति वचनात् , असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तदभावेन तद्भावनायोगादिति, उच्यते यत्किञ्चिदेतत् , तत्वाऽपरिज्ञानाद् , भावनमस्कारस्याप्युत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वम् । एवं च भाव नमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनोपपत्तेरिति । एवं चैवमपि पाठे मृषावाद इत्याद्यप्यन( ? पा)र्थकमेव, असिद्धे तत्प्रार्थनावचः इति न्यायोपपत्तेरिति” । विस्तरस्तुमत्कृत विधिवादादवबोध्यः ॥ ६६ ।। अथेच्छाऽविच्छे दोऽपि योग्यतां विना न श्रेयानित्यनुशास्तिઆવી પડે. વળી એવું હવામાં તે “કામ = શબ્દાદિ વિષયોની ઇચ્છા શબ્દાદિ કામોના ઉપભેગથી શાન્ત થતી નથી ' ઈત્યાદિ વચનને વિરોધ થશે, કેમકે ત્યાં પણ ઉપભેગથી સિદ્ધત્વજ્ઞાન તે થયેલ જ છે. વળી જેનાથી વિશેષ ઈચ્છાને વિચ્છેદ થાય છે તે સિદ્ધત્વજ્ઞાનથી સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ થતું નથી. કિન્તુ એ તે ઈચ્છાના વિષય પ્રત્યે ઉદ્દભવતા બલવદ દ્વેષથી જ થાય છે. અર્થાત્ તે ઈચ્છાના વિષયભૂત શબ્દાદિ અંગે જેટલું આકર્ષણ હોય એના કરતાં વધુ પ્રબળ થયેલ ઠેષ જ એ ઈચ્છાને નિર્મૂળ કરી નાંખે છે. આ વાત શ્રી અધ્યાત્મમત પરીક્ષા (શ્લો. ૧૭૩) ગ્રન્થમાં ચચી છે. આમ એક કાર્યવિશેષ સિદ્ધ થવા છતાં તેવા પ્રકારના બીજા કાર્ય વિશેષની ઇચ્છા ઊભી થવી–હોવી એ અસંગત નથી.
[ નમુથુણંમાં ઉત્કૃષ્ટ નમસ્કારની પ્રાર્થના] આવું કારણ બતાવીને જ શકસ્તવન “નામુલ્થ” (નમતુ) વચનનું સમર્થન કરાયું છે. આમાં “અસ્તુ” શબ્દથી પ્રાર્થના છે. નમ: શખથી નમસ્કાર રૂપ કાર્ય સિદ્ધ થઈ ગએ છતે એ પ્રાર્થના શા માટે? એવી શંકાનું સમાધાન કરતાં ભગવાન શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે લલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે નમસ્કારનો ઉત્કર્ષ (ઊંચા પ્રકારને નમસ્કાર) હજુ પણ અસિદ્ધ હોવાથી નમસ્કાર અંગે હજુ ઈરછા સંભવે છે. તે ગ્રન્થમાં શંકા-સમાધાનરૂપે એવું કહ્યું છે કે-“શંકા – વ્યાદિ નમસ્કારની અપેક્ષાએ ભાવનમસકાર ઉત્કૃષ્ટ નમસ્કાર છે. તેથી આ રીતે પ્રાર્થના યુક્ત વચન પ્રયોગ, સામાન્યથી બધાને માટે પાઠમાં મૂકવો યુક્ત નથી, કેમકે ભાવનમસ્કારવાળા ભક્તને તો તે પણ હાજર જ હોઈ તેને પુનઃ સાધવાને હેત નથી. વળી “અસદ્દઅસંભવિતનું (અયોગ્યનું) અભિધાન કરવું એ મૃષા છે,' એવા વચનને અનુસરીને આ રીતે પણ એમાં મૃષાવાદ છે, કેમકે ભાવથી વસ્તુ (ભાવ નમસ્કાર ) સિદ્ધ થઈ ગયા પછી તેની પ્રાર્થના જણાવનાર વચન, તે વસ્તુ હાજર થઈ ગઈ હોવાથી હવે પ્રાર્થનીય રહી ન હોઈ અસ૬ અભિધાનરૂપ છે.
૧, તરસાધનાડયો વિત્યર્થઃ |