Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૭૨ ]
સામાચારી પ્રકરણ-પ્રતિપૃચ્છા સામા, MENAMPANIAMnanananananananananananananananana
अथ निजहितकार्य निवेदनात्मकापृच्छालक्षणाक्रान्तत्वात् प्रतिपृच्छाया आपृच्छातो न भेदः, "विषयभेदमात्रोण भेदस्वीकारे त्वापृच्छानामप्यनन्तकार्य विषयिणीनामानन्त्यप्रसङ्गादिति परस्य विभ्रममपासितुमाह
ण य एसा पुच्छ च्चिय उवाहि भेया य कज्जभेयवसा।
अण्णह कह ण पविसे इच्छाकारस्स कुच्छिंसि ॥५४॥ (म) (न चैषाऽऽपृच्छैव उपाधिभेदाच्च कार्यभेदवशात् । अन्यथा कथं न प्रविशेदिच्छाकारस्य कुक्षौ ॥ ५४ ।)
| પરછા સમૂત્તા || - ન ચ = = પુનઃ ઉપા=પ્રતિકૃચ્છાsgછેવ યુક્તિઃ ? મેરા સૂક્ષણभेदात् । व्यवहियते च स्वरूपाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः । न चीनयोविषयसाङ्कर्याल्लक्षणत्वमपंसिद्धान्ताय-"जीवे भ'ते ! णेरइए णो णेरइए जीवे ? गोयमा ! जीवे सिया णेरइए सिया णो णेरइए, णेरइए पुण णियमा जीवे" इतिवदेकपदव्यभिचारिलक्षणत्वात् । 'अनयोरप्येवं सामान्यविशेषभाव एव प्राप्तः, तथा चानयोर्भेदप्रतिपादन किंप्रयोजनम् १' इत्यत आह-कार्यभेद
સમાધાન –ગુરુએ કાર્ય માટે કરેલા નિર્દેશ પછીના વિલંબ રહિત કાળથી સહકૃત આપૃચ્છા ફળ પ્રત્યે હેતુ છે. અર્થાત્ ગુરુએ અનુજ્ઞા આપ્યા પછી જ્યાં વિના વિલંબે કાર્ય થવાનું (કરવાનું) હોય ત્યાં કરવામાં આવેલ આપૃચ્છા ફળોત્પત્તિ કરે છે. પ્રતિપૃચ્છા સ્થળે અવિલંબિત કાળરૂપ સહકારી હાજર ન હોઈ આપૃચ્છાથી ફળે. પત્તિ થતી નથી, જ્યારે આપૃચ્છા સ્થળે તે હાજર હોઈ ફળોત્પત્તિ થાય છે. પડા
શંકા:- સ્વહિતકાર્યનું નિવેદન કરવું એ આપૃચ્છા છે. પ્રતિપૃચ્છા પણ એવા નિવેદન રૂપ હોવાથી આપૃચ્છારૂપ જ છે, આપૃચ્છાથી જુદી નથી. “આપૃચ્છાનો વિષય પૂર્વે જેનું નિવેદન કર્યું ન હોય તેવું અપૂર્વ કાર્ય જ છે જ્યારે પ્રતિપૃરછાને વિષય પૂર્વનિવેદિત કાર્ય છે. આમ બન્નેના વિષય જુદા જુદા હોઈ એ બન્ને જુદી જુદી જ છે એવું પણ કહેવું નહિ, કેમકે એમ માત્ર વિષયભેદના કારણે ભેદ માનવાને હોય તે તે, આપૃચ્છાના વસ્ત્રસાવન, વસ્ત્રધેવન વગેરે કાર્યરૂપ જુદા જુદા અનંતા વિષયો હોવાથી આપૃચ્છાના પણ અનંતભેદ હેવાની આપત્તિ આવે.
સમાધાન :- આવા વિભ્રમનું નિવારણ કરવા ગ્રન્થકાર કહે છે –
આ પ્રતિપૃચ્છા “આપૃચ્છા' રૂપ નથી, કેમકે આપૃચ્છા કરતાં ભિન ઉપાધિ=લક્ષણવાળી છે. સ્વરૂપથી અભેદ હોવા છતાં લક્ષણના ભેદથી વસ્તુના ભેદનો વ્યવહાર થાય છે. જેમકે પ્રમાણ અને પ્રમેય. “ અ પૃચ્છા અને પ્રતિપૃચ્છા ને વિષય સંકીર્ણ હોવાથી તે બેનું આવું પૃથક્ પૃથફ લક્ષણ માનવું અપસિદ્ધાન્તરૂપ છે” એવું કહેવું નહિ, કેમકે આ બે એકપદવ્યભિચારી લક્ષણરૂપ છે. જેમકે “પ્રશ્ન- હે ભગવાન ! જીવ નારક હોય છે કે નહિ ? ઉત્તર:- હે ગૌતમ! જીવ નારક હોય કે ન પણ હૈય, પણ નારક તે અવશ્ય જીવ હોય છે ઈત્યાદિ એકપદવ્યભિચારી લક્ષણરૂપ છે. અર્થાત્ એક પદવ્યભિચારી એવા પણ જીવ અને નારકનું શાસ્ત્રમાં કરેલ જુદું જુદું પ્રતિપાદન જેમ અપસિદ્ધાન્તરૂપ નથી તેમ આ બેન પણ જુદો જુદે ઉપન્યાસ વગેરે અપસિદ્ધાન્તરૂપ નથી.