Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
આપૃછાથી થતાં હિતને ક્રમ
जेण गुरू विहिणाया दाएइ विहिं खु तस्स आणाए ।
तत्तो विहिपडिवत्ती सुहभावा तत्थ विग्घखओ ॥ ४७ ॥ (येन गुरुविधिज्ञाता दर्शयति विधिं खलु तस्याऽऽज्ञायाम् । ततो विधिप्रतिपत्तिः शुभभावात्तत्र विघ्नक्षयः ॥४७॥)
तत्तो इसमत्ती तयणुबंधो अ पुण्णपावखया ।
सुगइगुरुसंगलाभा परमपयस्सवि हवे लद्धी ॥ ४८ ।। (तत इष्टसमाप्तिस्तदनुबंधश्च पुण्यपापक्षयात् । सुगतिगुरुसंगलाभात्परमपदस्यापि भवेल्लब्धिः ॥४८॥)
जेण त्ति । तत्तो त्ति । येन कारणेन गुरु:-धर्माचार्यः विधिज्ञाता शास्त्रोक्तविधिज्ञः 'खु' इति निश्चये तस्य= वस्त्रधावनाद्याप्रच्छकस्य आज्ञायां= 'विधिना वस्त्रधावनादिक कुरु' इत्युपदेशे विधि = "अच्छोडपिट्टणासुहणधुवे धोए पयावा न करे" इत्याद्यागमोक्तं दर्शयति । अय भावः-शिष्यप्रतिज्ञया हि गुरुर्वस्त्रधावनादौ शिष्यसाध्यत्व ज्ञात्वा सूत्रेऽविधिना तद्धोवनेऽपि शिष्येष्टसाधनताज्ञानेन तत्र शिष्यप्रवृत्तेः स्वाऽनिष्टानुबन्धित्वज्ञानात्, तद्विघाताय विधिना वस्त्रधावनादौ तत्प्रवृत्तेः स्वेष्टसाधनत्वं प्रतिसन्धाय तादृशतत्प्रवृत्त्यनुकूलविधिज्ञापनाय च विधिवाक्यं प्रयुक्त इति । ततश्च विधिप्रदर्शनाद्विधेः आचारस्य प्रतिपत्तिः शाब्दो बोधरतस्येत्यनुषज्यते । तत्रापि=विधिबोधेऽपि सति 'अहो ! सकलसत्त्वानुपघातक भगवतां वचनमिति विधिनिर्देष्टरि અનુષ્ઠાને પણ આપૃચ્છાપૂર્વક જ હિતકર બને છે અન્યથા નહિ, કેમ કે એમાં આસાની વિરાધના છે. ૪૬
આપૃચ્છાપૂર્વક અનુષ્ઠાન કરવામાં જે કમે જીવનું હિત થાય છે તે કમ દેખાડતાં ગ્રન્થકાર કહે છે–
વસ્ત્ર ધોવા વગેરેનું કાર્ય કરતાં પહેલાં, શાસ્ત્રોક્ત વિધિના જાણકાર ગુરુને નિવેદન કરવામાં તેઓ વિધિપૂર્વક આ કાર્ય કર” એવી અનુજ્ઞારૂપ આજ્ઞા આપવાની સાથે વિધિને પણ નિર્દેશ કરે છે. વિધિ આ કે વસ્ત્રાદિને શિલા વગેરે પર પટકવા નહિ, ધોકાથી પીટવા નહિ, તડકામાં સૂકવવા નહિ, ઈત્યાદિ. “અહીં આ તાત્પર્ય છે–ગુરુ શિષ્ય કરેલા પ્રતિજ્ઞાના નિવેદનથી “તે વસ્ત્ર ધાવા વગેરેમાં સમર્થ છે” એવું જાણીને વિધિ વાકય કહે છે. * શાસ્ત્રમાં કહ્યા સિવાયની રીતથી કપડાં ધવામાં કર્મનિર્જરાના બદલે કર્મ બંધ થાય છે તે, તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કપડાં ધોવાથી કપડાંને મેલ દૂર થવા સાથે વિપુલ કર્મનિર્જરા પણ થાય છે તે આ બન્નેને ન જાણતો શિષ્ય તે ગમે તે રીતે કપડાં ધોવાની ક્રિયાને મેલ દૂર કરવા રૂપ સ્વઈષ્ટનું સાધન માનીને કરે છે. પણ આવી ક્રિયાથી આશ્રિતને (તેને) અયતનાના કારણે થનાર કર્મબંધરૂપ અહિતમાંથી આગમોક્ત વિધિ દેખાડવા દ્વારા અટકાવીને કર્મનિર્જરારૂપ હિતમાં જોડવાની પિતાની ફરજ ચૂકી જવાતી હોઈ ગુરુને શિષ્યની આવી પ્રવૃત્તિથી પોતાનું અનિષ્ટ થતું હોવું
અથવા આટલે સંદર્ભ આ રીતે લગાડવ-શિષ્ય અવિધિથી વસ્ત્ર ધશે તે પણ મલાપનયનરૂપ ઈષ્ટની સિદ્ધિ એને થઈ જશે એવું જાણતા ગુરુને તેની એ પ્રવૃત્તિથી પોતાનું અનિષ્ટ થવાનું છે એવું સૂત્રોમાંથી જાણવા મળે છે કારણ કે પોતે વિધિ દર્શાવવાની પોતાની ફરજ બજાવી નથી...ઈત્યાદિ...