________________
૧
સત્સંગ-સંજીવની
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઇનું જીવન-વૃત્તાંત
ખંભાતની પુણ્યભૂમિ ૫૨ કલ્પવૃક્ષ સમા શ્રી સ્થંભન પાર્શ્વપ્રભુ ભવ્યજનોના ઉધ્ધારને અર્થે બિરાજી રહ્યા છે એવી એ તીર્થભૂમિમાં શાહ મગનલાલ શેઠને ઘેર વિ.સં. ૧૯૨૬માં ભક્તરત્ન અંબાલાલભાઇનો જન્મ થયો હતો. તેઓશ્રી નાનપણથીજ બુધ્ધિશાળી અને ધર્મપ્રેમી હતા. તેમના મોસાળમાં શ્રી લાલચંદભાઇ વકીલને પુત્ર નહીં અને પૈસે ટકે બહુ સુખી હોવાથી પૂ. અંબાલાલભાઇને દત્તક લીધેલા. તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા હતા. લાલચંદભાઇનો રાજાશાહી પહેરવેશ હતો અને ઘેર ઘોડાગાડી પણ રાખતા અને ગામમાં પ્રતિષ્ઠાવાન ગણાતા.
શ્રી અંબાલાલભાઇની પ્રેરણાથી પ.કૃ. દેવ પ્રત્યે પિતાશ્રી મગનલાલભાઇની વૃત્તિ વળેલી. પરમકૃપાળુદેવને ધર્મજિજ્ઞાસાથી પત્રો પણ લખેલા.
તેમની ન્યાતમાં શ્રી માણેકચંદભાઇ, શ્રી ત્રિભોવનભાઇ, શ્રી છોટાલાલભાઇ વિ. અંબાલાલભાઇના ધર્મમિત્ર હતા. તેમની સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ભગવતીસૂત્ર વિગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તેઓ ઉચ્ચવિચારક અને સામાજીક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા અને જૈનશાળાના સેક્રેટરી તરીકેનું કાર્ય કરતા. તેમની કાર્યકુશળતાથી સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે લેખાતા હતા. સ્વભાવના વિનોદી અને ગંભીર મનના હતા. પ્રભાવ પડે એવી તેમની ચાલ હતી. તેઓ ઘેરથી બહાર નીકળ્યા હોય ત્યારે નાના મોટા તેમની આમન્યા સાચવે એવો તેમનો આતાપ પડતો.
સં. ૧૯૪૬માં પૂ. અંબાલાલભાઇ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનલાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. ત્યાં શ્રી જૂઠાભાઇનો પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની આવ્યો. પૂર્વના સંસ્કારસંબંધથી ધર્મકથા કરતા બંનેને પ્રેમ ઉલ્લસ્યો ને તેજ વેળાએ શ્રી જૂઠાભાઇએ શ્રી પ.કૃ.દેવના ગુણગ્રામ કર્યાં જેથી તેમની તે વિષે વિશેષ જિજ્ઞાસા ઉદ્ભવી એટલે કૃપાળુદેવના બોધપત્રો શ્રી જૂઠાભાઇએ તેમને વંચાવ્યા અને તેમની માગણીથી તે પત્રો ઉતારો કરવા પણ આપ્યા. તે અપૂર્વ પત્રો વાંચતાં - વિચારતાં પૂ. શ્રી અંબાલાલભાઇને અદ્ભુતતા ભાસી. કૃપાળુદેવના જ્ઞાનાવતારપણાની પ્રતીતિ આવી ને કૃપાળુના આશ્રયે શ્રેય સાધવા ઉત્કંઠા જાગી. અને તે માટે મુંબઇ જઇ કૃપાળુદેવના દર્શનની આતુરતા પ્રબળપણે ઉત્પન્ન થઇ.
ત્યાંથી ખંભાત આવી શ્રી પ.કૃ.દેવ પ્રત્યે પત્ર વ્યવહાર શરૂ કર્યો. તેજ અરસામાં શ્રી ત્રિભોવનભાઇનું વ્યવહારિક કામ માટે મુંબઇ જવું થયું. ત્યાં પ. કૃ. દેવનો સમાગમ થયો. ત્યાંથી ખંભાત આવતાં શ્રી પ.કૃ. દેવે મહાવીરના બોધને પાત્ર કોણ? તે ૧૦ વાક્યો કૃપા કરી પૂ. અંબાલાલભાઇને આપવા માટે લખીને શ્રી ત્રિભોવનભાઇને આપ્યા. તે વાંચી તેમની નિષ્ઠા વધતી ચાલી. ‘ગુરુગમ’ મેળવવા માટે શ્રી ભગવતીજીના પાઠ સંબંધી – પ્રત્યાખ્યાન – દુઃપ્રત્યાખ્યાનના માર્મિક ખુલાસા કૃપાળુદેવના પત્રથી મેળવ્યા. તેમ આત્મલાભ પામવા નિયમીત પત્ર શ્રી કૃ.દેવ પ્રત્યે લખતા ને તેના જવાબ તેમની ઉપર આવતા. સં. ૧૯૪૬ ના પત્રમાં શ્રી પ. કૃ.દેવ જણાવે છે કે (વ. ૧૩૫) – “મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારૂં હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. એવો કોઇ યથાયોગ્ય સમય આવી
૧