________________
સૂક્ષ્મ વિગતો અપાયેલી છે એટલે જૈન દર્શનનો સામાન્ય અભ્યાસ કર્યા વિના એમાં ચંચુપ્રવેશ કરવો મુશ્કેલ છે. વિશેષમાં ગાંગેયના ભાગ તરીકે સુપ્રસિદ્ધ અધિકાર જે સ.૯, ૧. રમાં અપાયો છે તે સમજવા માટે ગણિતનું જ્ઞાન પણ આવશ્યક છે. મુંબઈ વિદ્યાપીઠની કોલેજોમાં પ્રથમ વર્ષમાં શીખવાતા બીજગણિતમાંના ભંગ-વિકલ્પ (permutations and combinations) ના અભ્યાસીને આમાં રસ પડે તેમ છે. ગોપાલદાસે આ પ્રકરણનું શીર્ષક “પ્રવેશનકનું ગણિત” એમ રાખ્યું છે. એના પછી એમણે રાશિઓ' એ શીર્ષકપૂર્વક કૃતયુગ્મ, ચોર, દ્વાપરયુગ્મ અને કલ્યોને લગતી માહિતી રજૂ કરી છે. એના અંતમાં આવલિકાથી માંડીને પુગલપરાવર્ત સુધીનો ટૂંકમાં ખ્યાલ અપાયો છે. આમ આ ગણિતખંડ' પૂરો કરાયો છે.
ભગવતી સૂત્ર ૧૦ પ્રશ્ન હે પ્રભો! જાગરિકા કોને કહેવાય? અને તે કેટલી છે. ઉત્તર ભગવંતે કહ્યું કે જાગરિકા ત્રણ પ્રકારની છે તે આ પ્રમાણે
૧. બુદ્ધ જાગરિકા – ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિકો, અરિહંત પરમાત્માઓ બુદ્ધ જાગરિકા કરે છે કેમ કે તેમને પ્રમાદ અને નિદ્રાનો સર્વથા અભાવ છે. ૨. અબુદ્ધ જાગરિકા - જે મુનિરાજો પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે પરંતુ કેવળજ્ઞાનના માલિક નહિ થયેલા હોવાથી છબસ્થ છે, અબુદ્ધ છે, માટે તેઓને અબુદ્ધ જાગરિકા કહી છે. ૩. સુદર્શન જાગરિકા – જીવાજીવાદિ તત્વોને જાણનારા
સમ્યક્ દર્શની શ્રાવકોને સુદર્શન જાગરિકા કહી છે. ૧૧ પ્રશ્ન હે પ્રભો! ક્યા કાર્યો કરવાથી જીવ ભારે બને છે?
૨૪)
૨૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org