Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 413
________________ ઉત્તર મોહ-લોભ અથવા રાગદ્વેષ મહરહિત જે આત્માના પરિણામ છે તે જ સમભાવ છે. તે જ ચારિત્ર છે. જેનાથી આશાઓ શીધ્ર નાશ પામે છે. અવિદ્યા, અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને ચિત્તરૂપી સર્પ મરણ પામે છે તે સમભાવના છે. ૧૦૨૪ પ્રશ્ર આત્મા શું છે? ઉત્તર આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે તેવો નિત્ય પદાર્થ છે. તે કોઈપણ સંયોગોથી બની શકે નહીં. જેને જ્ઞાની પુરૂષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે તે ચેતન પદાર્થ છે તે દેહથી ભિન્ન છે. ૧૦૨૫ પ્રશ્ન ધર્મ ધ્યાનની અનુપ્રેક્ષા કેટલી છે? ઉત્તર ધર્મ ધ્યાનની અનુપ્રેક્ષા ચાર છે. (૧) એકવાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશુરણાનુપ્રેક્ષા, (૪) સંસારનું પ્રેક્ષા. ૧૦૨૬ પ્રશ્ન આર્તધ્યાન કોને કહે છે? ઉત્તર કોઈપણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈપણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જીન આર્તધ્યાન કહે છે. આર્તધ્યાન કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. ૧૦૨૭ પ્રશ્ન આત્મભાવ ક્યારે ઉપજે? ઉત્તર જે સમયે આ આત્મા પરદ્રવ્યોના પર્યાયો અને પરદ્રવ્યોથી વિલક્ષણ છે એવો નિશ્ચય કરે છે. તે સમયે આત્મભાવ ઉપજે છે. મારા આત્માથી બાહ્ય અન્ય જે કોઈ પદાર્થો છે તે મારા નથી કે હું ક્યારે પણ તેમનો નથી. આત્મામાં સદા લીન થા તેથી મુક્તિની પ્રાપ્તિ થશે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470