________________
ઉત્તર
કરે તે શું યોગ્ય છે? હીરા જેવી વીતરાગ ધર્મની જો તેમને સમજણ પડી હોય તો આવો અમૂલ્ય ધર્મ મુકી મિથ્યાત્વ માન્યતામાં બીજા કુદેવકુદેવીઓની ઉપાસના કરે નહીં. પરંતુ સત્ય વસ્તુ સમજાય
ત્યારે તેમ ન બને. ૧૦૧૯ પ્રશ્ન ક્ષયોપશમ એટલે શું? ઉત્તર ક્ષયોપશમ એટલે જીવનો ઉદ્યમ, પ્રયત્ન, ચડ-ઉતર, જવું
આવવું આમ ક્ષણે ક્ષણે થયા કરે છે. ૧૦૨૦ પ્રશ્ન અનેકાન્ત કોને કહે છે? ઉત્તર પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી આસ્તિનાસ્તિ આદિ
પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને
અનેકાન્ત કહે છે. ૧૦૧ પ્રશ્ર ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં મુખ્ય શું ભેદ છે? ઉત્તર ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા. હું પોતે જ
પરમાત્મા છું એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ. ૧૦૨૨ પ્રશ્ન તત્ત્વાર્થ સૂત્રમાં તપસા નિર્જરા એમ શા માટે કહ્યું છે? ઉત્તર શાસ્ત્રમાં ઈચ્છા નિરોધ રૂપઃ એમ કહ્યું છે. ઈચ્છાને રોકવી
તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા ભાવો મટતા ઉપયોગ શુદ્ધ થાય છે. ત્યાં નિર્જરા થાય છે. તેથી તપ વડે નિર્જરા કહી છે. જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો. બાકીનાને શ્રીગુરૂ લાંઘણ
કહે છે. ૧૦૨૩ પ્રશ્ર શાસ્ત્રમાં સમભાવનો અર્થ શું?
૩૮૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org