Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 460
________________ ઉપસંહાર પ્રશ્નોત્તર ગ્રંથોની વિપુલ સામગ્રી આ ગ્રંથમાં આપી શકાય નહિં પણ તેના પરિચય રૂપે નમૂનાના પ્રશ્નોત્તરોને સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસા માટે આત્માર્થીજનો - જ્ઞાનપિપાસુ વર્ગના લોકોએ મૂળગ્રંથોની સૂચી આપવામાં આવી છે તેનો અભ્યાસ કરવાથી પ્રશ્નોત્તરની સાગર સમાન વિરાટ સૃષ્ટિમાં જ્ઞાનાનંદનો અપૂર્વ અવસર માણી શકાય તેમ છે. આ ગ્રંથના વાંચન પછી મૂળ ગ્રંથનો સ્વાધ્યાય જૈન દર્શનના વિચારોમાં શંકાપ્રશ્નો હોય તો તેનું અવશ્ય સમાધાન થશે. જૈન દર્શનનો અભ્યાસ કર્યો ન હોય તેમ છતાં કુળાચા૨ કે જૈનાચા૨ને જાણવા માટે એક આધારભૂત સાધન તરીકે આ પ્રકારના ગ્રંથો ઉપયોગી નીવડે છે. જો અભ્યાસ કર્યો હોય તો પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું દઢીકરણ થાય છે. તત્ત્વજ્ઞાનનો વિષય કઠિન છે. તેને બુદ્ધિગમ્ય અને સર્વસાધારણ વર્ગ સુધી પહોંચાડવા માટે પ્રશ્નોત્તર સાહિત્ય પાયાની ભૂમિકારૂપે કાર્યરત છે. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમ એકસરખો હોતો નથી. વ્યવહારની ભાષામાં કહીએ તો વ્યક્તિની મતિમંદતા - અલ્પમતિને કારણે તત્ત્વદર્શન સહજ સાધ્ય નથી ત્યારે પ્રશ્નોત્તર સાહિત્ય પ્રભાવશાળી અને વેધક અસ૨ ઉપજાવવા શક્તિશાળી છે. તો તેનો લાભ લેનાર જ્ઞાનમાર્ગમાં વધુ તેજસ્વી બને તેમાં કોઈ શંકા નથી. અર્વાચીન સમયની દૃષ્ટિએ વિચારીએ તો જ્યારે જીવન, સંસ્કૃતિ અને ધર્મ વિષયક ક્ષેત્રોમાં પરિવર્તનનો અભિનવ લાવારસ વહી રહ્યો છે ત્યારે આ પ્રશ્નોત્તર સાહિત્ય જીવનમાં સમતા પ્રદાન કરવામાં ઉપયોગી છે. જીવનની વ્યથાની કથાની વાતો કરવા કરતાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતો કે તત્ત્વ શું છે તે આવા ગ્રંથો દ્વારા જાણીએ તો ધર્મકથા જેવો બીજો કોઈ ઉત્તમ સ્વાધ્યાય કયો બની શકે? આવા ઉત્તમોત્તમ ભવોભવ જ્ઞાનના Jain Education International 2010_03 ૪૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470