Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 461
________________ સંસ્કાર આપનાર વારસાને આપણા જીવનમાં સ્થાન આપીએ તો પ્રવાહમાં તણાઈને જીવન નિષ્ફળ નીવડે ત્યા૨પહેલાં નવા ભવનું ભાથું બાંધી લેવાનો પુરૂષાર્થ કરીએ તો આત્માનું કંઈક થશે કે જે નિમિત્તથી ભવચક્રની બેડીમાંથી છૂટવાનો માર્ગ દર્શાવશે. જન્મે જૈન હોવાનું ગૌરવ લઈએ તેની સાથે કર્મથી જૈન થઈએ તે માટેનો માર્ગ બતાવનાર પ્રશ્નોત્તર સાહિત્યની વિપુલ સામગ્રી તરફ બુદ્ધિગમ્ય રીતે અવલોકન-સ્વાધ્યાય અને ચિંતન-મનન કરવાની ટેવ પાડવામાં આવે તો જૈન ધર્મના સાચા વારસદારનું બિરૂદ સિદ્ધ થયું લેખાશે. પ્રશ્નોત્તર ગ્રંથોના ઉત્તરો આપનાર વર્ગમાં પદવીધર આચાર્ય ભગવંતો અને રત્નત્રયીની આરાધના કરનાર પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતો છે. કોઈ સંસારી કે સામાન્ય વ્યક્તિનું આ કાર્ય નથી. રાતદિવસ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધનામાં જીવન જીવીને આચારશુદ્ધિનો પાઠ ભણાવનાર ગીતાર્થ ગુરૂઓનો ઉપકાર જેટલો માનીએ તેટલો ઓછો છે એટલે એમના ઉત્તરોમાં કોઈ શંકાને સ્થાન નથી. મૂળભૂત રીતે વિચારીએ તો જનસમૂહને આવશ્યક સૂત્રોનો અભ્યાસ - અર્થ કર્યા ન હોય, વ્યાખ્યાનમાં ધર્મવિષયક વિગતો-માહિતી સાંભળી હોય કે ધાર્મિક પુસ્તકો વાંચ્યા હોય તો તેમાંથી શંકા થઈ હોય - પ્રશ્નો ઉદ્ભવે તે સ્વાભાવિક છે. સામાન્ય પ્રશ્નોની સામગ્રી આ પ્રકારની છે. પ્રશ્નોત્તર સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે. અહીં સંકલન દ્વારા તેની વિરાટ સૃષ્ટિનો પરિચય આપવામાં આવ્યો છે. મૂળભૂત રીતે તો આ સાહિત્યનો અભ્યાસ સમ્યક્ જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક અધિકૃત સાધન બને અને શંકાકુશંકાઓ તે તર્ક-વિતર્કના વિતંડાવાદમાં ફસાઈ ન જતાં ભગવંતની વાણી એ જ સત્ય અને તત્ત્વદર્શન કરાવનારી છે કે જેના દ્વારા આત્માનો ઉદ્ધાર થવાનો છે. સમકિતની પ્રાપ્તિ થવાની છે એવી ભાવનાથી તેનું અધ્યયન એ આ ગ્રંથની મહાન ફળશ્રુતિ કહીએ તો અસ્થાને નહિં લાગે. Jain Education International 2010_03 ૪૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470